--Advertisement here--

પૂરગ્રસ્તોની વ્હારે ‘જમિયત ઉલમા એ વાપી ટ્રસ્ટ’ : જામગભાણના 30 પરિવારોને રાશન કીટ, અનેક વિસ્તારોમાં પલંગ-ગાદલા સહિતની સહાય

On: August 8, 2026 10:16 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લામાં પૂર બાદ માનવતાની અનોખી મિશાલ : જરૂરિયાતમંદો સુધી અનાજ, કઠોળ, તેલ-મીઠું-મરચું સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડી

વલસાડ | કપરાડા :
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ક્યાંક ઘરોમાં પાણી ઘૂસી ગયું છે તો ક્યાંક રોજગાર અને જીવનજરૂરી સામગ્રીનો અભાવ સર્જાયો છે. આવા કપરા સમયે વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે વાપીની જમિયત ઉલમા એ વાપી ટ્રસ્ટ દ્વારા પૂરગ્રસ્ત અને જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે માનવતાભર્યું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ટ્રસ્ટ દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને અનાજ, કઠોળ, તેલ, મીઠું, મરચું, ચોખા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓની રાશન કીટ, તેમજ જરૂરિયાત મુજબ ફોલ્ડિંગ પલંગ, ગાદલા, ચાદર અને તકિયા પૂરા પાડવામાં આવી રહ્યા છે.

આ સેવા અભિયાન અંતર્ગત શનિવારે કપરાડા તાલુકાના જામગભાણ ગામે પૂરથી મોટાપાયે નુકસાન ભોગવનારા અંદાજે 30 જેટલા પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામગભાણ ગામના સેવાભાવી યુવક સતીશ ભીંસરા દ્વારા ગામમાં પૂર બાદ સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોની જરૂરિયાત અંગે સંસ્થાના આગેવાન વહાબ ખાન તેમજ ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાનને જાણ કરી મદદની વિનંતી કરવામાં આવી હતી.

આ વિનંતીને પગલે જમિયત ઉલમા એ વાપી ટ્રસ્ટના સભ્યો ઉઝેર પોપટ, શેહઝાદ પોપટ તેમજ સ્વયંસેવકો અબ્દુલ્લા ખાન, ઓવેસ હજારી, અમિતભાઈ ગાંધી, ઇમરાન ભીંડા, રિયાઝ મુલતાની સહિતની ટીમ સક્રિયપણે જોડાઈ છે. સંસ્થાની એમ્બ્યુલન્સમાં રાશન કીટ ભરીને તેઓ જામગભાણ ગામે પહોંચ્યા હતા અને પૂરગ્રસ્ત પરિવારોને જીવનજરૂરી સામગ્રીની કીટનું વિતરણ કર્યું હતું.

માત્ર રાશન નહીં, જરૂરિયાત મુજબ જીવનજરૂરી સહાય

ટ્રસ્ટ દ્વારા માત્ર અનાજની કીટ જ નહીં પરંતુ પૂરથી અસરગ્રસ્ત પરિવારોની અન્ય જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખીને સહાય કરવામાં આવી રહી છે.

 

ઉમરગામ તાલુકાના બોરીલાઇ ખાતે 50 જરૂરિયાતમંદ પરિવારોને ફોલ્ડિંગ પલંગ આપવામાં આવ્યા હતા. અંબાચ વિસ્તારમાં કોલક નદીના પૂરના કારણે અસરગ્રસ્ત બનેલા 50 પરિવારોને ફોલ્ડિંગ પલંગની સહાય કરવામાં આવી હતી. વાપી નજીક છીરી વિસ્તારના હીરાનગરમાં અંદાજે 30 પરિવારોને ગાદલા, ચાદર અને તકિયાનો એક-એક સેટ આપવામાં આવ્યો હતો.

પૂર જેવી કુદરતી આફત બાદ જ્યારે અસરગ્રસ્ત પરિવારોને સૌથી વધુ સહારા અને જીવનજરૂરી સામગ્રીની જરૂર હોય છે, ત્યારે જમિયત ઉલમા એ વાપી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલી આ સેવા અનેક પરિવારો માટે રાહતરૂપ બની રહી છે.

ધર્મ, જાતિ કે ભેદભાવથી ઉપર ઊઠીને જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચાડવાનો આ પ્રયાસ ‘માનવતા જ સૌથી મોટો ધર્મ છે’ એવો સંદેશ આપી રહ્યો છે.

error: Content is protected !!