2014-15થી 2023-24 દરમિયાન વલસાડમાં CSR ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો; 2023-24માં જ ₹129 કરોડનો ખર્ચ. હવે કંપનીવાર અને પ્રોજેક્ટવાર તપાસ જરૂરી

કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા મુજબ વલસાડ જિલ્લામાં 2014-15થી 2023-24 દરમિયાન કુલ ₹389.95 કરોડનો CSR ખર્ચ નોંધાયો છે. 2014-15માં ₹4.77 કરોડથી શરૂ થયેલો ખર્ચ 2023-24માં વધીને ₹129 કરોડ થયો. હવે સવાલ એ છે કે આ રકમ કયા પ્રોજેક્ટમાં ખર્ચાઈ, કોને અમલીકરણની જવાબદારી સોંપાઈ અને તેનો વલસાડના લોકોને કેટલો વાસ્તવિક લાભ મળ્યો? આ વિશેષ તપાસના Part-1માં માત્ર જિલ્લા-વાર સત્તાવાર આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.






