--Advertisement here--

વાપી CETPના Deep Sea Disposal પ્રોજેક્ટ સામે હવે સૌથી મોટો સવાલ પાઈપલાઈનનો નહીં, પરંતુ દરિયામાં જતા treated effluentની સતત દેખરેખ અને જાહેર જવાબદારીનો છે.

On: August 13, 2026 7:46 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

🌊 OPERATION DEEP SEA – PART 8

70 MLDની પાઈપલાઈન તૈયાર થશે… પણ દરિયાઈ મોનિટરિંગનું શું?

દરિયામાં પાઈપ નાખવી સરળ છે…
પણ દરિયામાં શું જઈ રહ્યું છે એ સાબિત કરવું એટલું જ જરૂરી છે. Operation Deep Seaમાં અત્યાર સુધી આપણે વાપી CETPથી દરિયા સુધીના પ્રસ્તાવિત 70 MLD disposal system, તેની રૂટ અને ₹660.36 કરોડના પ્રોજેક્ટની વાત કરી છે. પરંતુ હવે તપાસનો સૌથી મહત્વનો તબક્કો અહીંથી શરૂ થાય છે— 70 MLD પાણી દરિયામાં જશે… તો તેની ગુણવત્તા કોણ માપશે?

CETPથી Deep Sea સુધી — જવાબદારી ક્યાં છે?

GIDCના ટેન્ડર મુજબ વાપી CETPમાંથી Deep Sea સુધી 70 MLD offshore અને onshore effluent disposal pipeline માટે EPC, pumping station, electro-mechanical works અને પાંચ વર્ષના operation & maintenance સહિતનું કામ પ્રસ્તાવિત છે. અંદાજિત કિંમત ₹660.36 કરોડ છે. અર્થાત્ હવે પ્રશ્ન માત્ર infrastructure બનાવવાનો નથી.

પ્રશ્ન છે— આ infrastructure શરૂ થયા પછી environmental accountability કેવી રીતે કામ કરશે? કારણ કે જૂનો રેકોર્ડ પણ સવાલો ઉભા કરે છે વાપી industrial cluster અંગે NGTના રેકોર્ડમાં 500થી વધુ industrial units દ્વારા untreated/partially treated effluent દામણગંગા નદીમાં છોડવાના મુદ્દાનો ઉલ્લેખ થયો હતો. NGTના રેકોર્ડમાં દામણગંગા અને Bill Khadi બંને અંતે Arabian Sea સાથે જોડાતા હોવાનો પણ ઉલ્લેખ છે. એટલે Operation Deep Seaનો મૂળ સવાલ અહીં વધુ ગંભીર બને છે—

નદીમાંથી દરિયામાં પહોંચતું પ્રદૂષણ અને હવે સીધું marine outfall — બંને વચ્ચે monitoringની વ્યવસ્થા કેટલી મજબૂત છે? CETP કહે છે — Monitoring થાય છે તેની પોતાની માહિતી મુજબ CETPમાં industrial wastewater એકત્રિત કરીને physical, chemical અને biological treatment કરવામાં આવે છે. કંપની તેની monitoring વ્યવસ્થા અંગે પણ માહિતી આપે છે.

પરંતુ Operation Deep Seaનો સવાલ કંપનીની વાતને નકારવાનો નથી. સવાલ એ છે કે independent marine monitoring કેટલું મજબૂત હશે? દરિયામાં discharge શરૂ થયા પછી 7 સવાલ

  • 1. Deep Sea discharge point પર સતત water-quality monitoring કોણ કરશે?
  • 2. COD, BOD, TDS, heavy metals સહિતના parametersના પરિણામો જાહેર થશે?
  • 3. Marine water અને sedimentનું baseline data તૈયાર કરવામાં આવશે?
  • 4. Pipeline શરૂ થયા પછી marine ecosystemમાં કોઈ ફેરફાર થાય તો તેની ઓળખ કેવી રીતે થશે?
  • 5. Fisheries પર અસરનું periodic assessment કોણ કરશે?
  • 6. prescribed standardથી બહારનું effluent મળે તો discharge તરત બંધ કરવાની વ્યવસ્થા શું છે?
  • 7. અને સૌથી મહત્વનું— આ monitoringનો data જાહેર જનતા જોઈ શકશે કે નહીં?

70 MLDનો અર્થ માત્ર એક આંકડો નથી. 70 MLD એટલે દરરોજ 7 કરોડ લીટર. આટલી ક્ષમતાવાળા marine disposal infrastructure સાથે monitoring પણ એટલી જ ગંભીર હોવી જોઈએ. કારણ કે pipeline જમીન નીચે હોઈ શકે છે. Discharge point દરિયામાં હોઈ શકે છે.

પરંતુ તેની અસર— પાણી પર, માછલી પર, માછીમારી પર અને દરિયાકાંઠાની અર્થવ્યવસ્થા પર પડી શકે છે. Operation Deep Seaનો હવે સીધો સવાલ અમે એમ નથી કહી રહ્યા કે— “Deep Sea discharge એટલે દરિયો પ્રદૂષિત જ થશે.” એવું કહેવા માટે વૈજ્ઞાનિક monitoring data જરૂરી છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે— ₹660.36 કરોડનું infrastructure બનતું હોય ત્યારે ₹0ની transparency ન હોવી જોઈએ.

  1. દરિયામાં શું જશે?
  2. કયા standards પ્રમાણે જશે?
  3. કોણ માપશે?
  4. કેટલી વાર માપશે?
  5. ક્યાં સુધીનો data સાચવાશે?
  6. અને સામાન્ય માણસ એ data જોઈ શકશે?

વાપી CETPમાંથી 70 MLD effluent દરિયા તરફ લઈ જતી pipeline બનાવવી એ engineering project છે. પરંતુ— તેને સુરક્ષિત રીતે ચલાવવી એ environmental governanceનો પ્રશ્ન છે. કારણ કે— “પાઈપલાઈન દેખાશે… પરંતુ દરિયામાં ભળેલું શું છે, એ આંખે નહીં — dataથી દેખાવું જોઈએ.”

OPERATION DEEP SEA — તપાસ હજુ ચાલુ છે. આગળના ભાગમાં: Deep Sea Disposal માટે “selected disposal location” ક્યાં છે અને pipelineનો અંતિમ marine outfall વિસ્તાર કયા દરિયાઈ ecosystemને સ્પર્શે છે?

error: Content is protected !!