--Advertisement here--

70 MLDનો અંતિમ છેડો ક્યાં? 660,36,30,301 ₹ની પાઈપલાઈનનો ‘Selected Disposal Location’ હજુ સવાલોમાં!

On: August 12, 2026 7:19 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

OPERATION DEEP SEA – PART 7 :- Vapi CETPથી Deep Sea સુધીની pipeline માટે GIDCના ટેન્ડરમાં ‘Selected Disposal Location’નો ઉલ્લેખ; પરંતુ દરિયાના ચોક્કસ outfall point, marine monitoring અને fishing-zone impact અંગે હવે સ્પષ્ટતા જરૂરી


“Operation Deep Seaમાં હવે આપણે પાઈપલાઈનના સૌથી મહત્વના છેડા સુધી પહોંચી ગયા છીએ… વાપી CETPમાંથી દરરોજ 70 MLD treated effluent Deep Sea સુધી લઈ જવા માટે GIDCએ આશરે ₹660.36 કરોડનો EPC પ્રોજેક્ટ ટેન્ડર કર્યો છે.

ટેન્ડરમાં offshore અને onshore pipeline, pumping station, electro-mechanical અને allied infrastructure સાથે પાંચ વર્ષનું operation & maintenance પણ સામેલ છે. 

પરંતુ… પાઈપલાઈન ક્યાં પૂરી થશે? GIDCના ટેન્ડરમાં એક શબ્દ છે— ‘Selected Disposal Location’ અર્થાત્ પસંદ કરાયેલ Deep Sea Disposal Location. હવે Operation Deep Seaનો સવાલ અહીંથી શરૂ થાય છે.

  • આ ચોક્કસ location ક્યાં છે?
  • તેની ચોક્કસ coordinates શું છે?
  • કિનારાથી કેટલા અંતરે છે?
  • સમુદ્રની ઊંડાઈ કેટલી છે?
  • અને સૌથી મહત્વનું— આ locationની આસપાસનો દરિયો કોના માટે મહત્વનો છે?
  • માછીમારો માટે?
  • Fishing grounds માટે?
  • Marine biodiversity માટે?
  • કે Coastal Tourism માટે?

કારણ કે Deep Sea એટલે ‘દરિયામાં નાખી દીધું અને વાત પૂરી’ નહીં. દરિયામાં પાણી સ્થિર રહેતું નથી. લહેરો છે. સમુદ્રી પ્રવાહ છે. ચોમાસાની પરિસ્થિતિ છે. Sediment movement છે. એટલે disposal pointની પસંદગી માત્ર engineeringનો નિર્ણય નથી. તે environmental decision પણ છે. અને એટલે જ સવાલ છે—

  • આ location પસંદ કરતી વખતે કયો marine baseline data ઉપયોગમાં લેવાયો?
  • કયા સ્થળે water samples લેવાયા?
  • કયા સ્થળે sediment samples લેવાયા?
  • Marine ecologyનું assessment થયું?
  • Fishing activityનું mapping થયું?
  • અને discharge શરૂ થયા પછી એ જ સ્થળે monitoring કેવી રીતે થશે?

હવે વાત સીધી માછીમાર સુધી આવે છે. વલસાડના 2016 Marine Fisheries Censusના baseline મુજબ હજારો માછીમાર પરિવારોની આજીવિકા દરિયા સાથે જોડાયેલી છે. એટલે Deep Sea projectનું monitoring માત્ર pipeline અને pump સુધી સીમિત રહી શકે નહીં.

સમુદ્રની અંદર શું થાય છે તેનું monitoring પણ એટલું જ જરૂરી છે. કારણ કે જો આજે baseline નહીં હોય… તો આવતીકાલે કોઈ ફેરફાર થયો છે કે નહીં— એ સાબિત કેવી રીતે થશે?

Operation Deep Seaના 5 નવા સવાલ

1. Selected Disposal Locationની ચોક્કસ coordinates જાહેર કરવામાં આવશે?

2. Outfall pointનું marine baseline study જાહેર થશે?

3. Water અને sediment monitoring માટે કેટલા sampling points હશે?

4. Fishing activity અને marine biodiversityનું pre-discharge baseline તૈયાર કરવામાં આવ્યું છે?

5. Discharge શરૂ થયા પછી monitoring data જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે?

અને લોકસભાના તાજેતરના જવાબને ભૂલશો નહીં. 10 ઓગસ્ટ 2026ના લોકસભાના સત્તાવાર જવાબમાં Vapi industrial clusterના 500થી વધુ units દ્વારા untreated/partially treated effluent દામણગંગામાં છોડવાના મુદ્દે થયેલી NGT કાર્યવાહીનો ઉલ્લેખ છે. સરકારના જવાબ મુજબ NGTએ 2019માં ₹117.72 કરોડનું environmental compensation લાદ્યું હતું; જોકે આ આદેશ Supreme Courtમાં challenge થયો છે, stay છે અને મામલો sub judice છે. 

આ ભૂતકાળને આધારે Deep Sea projectથી પ્રદૂષણ થશે એવો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. પરંતુ એક સવાલ તો ચોક્કસ પૂછવો પડે— “આ વખતે દરિયાની સુરક્ષા માટે monitoring અને accountabilityની વ્યવસ્થા કેટલી પારદર્શક હશે? ₹660 કરોડની પાઈપલાઈનનું કામ થશે… 70 MLD effluent દરિયા સુધી પહોંચશે… પરંતુ. .,

  • પાઈપલાઈનનો અંત ક્યાં છે?
  • તેની આસપાસ કોણ રહે છે?
  • ત્યાં કોણ માછીમારી કરે છે?
  • અને ત્યાંના દરિયાની તંદુરસ્તી કોણ માપશે?

કારણ કે— નકશા પર એક disposal point હોય છે… પરંતુ સમુદ્ર માટે એ માત્ર એક point નથી. એ એક આખું ecosystem છે.

હવે નજર પાઈપલાઈન પર નહીં… તેના અંતિમ છેડા પર છે. આગળની તપાસ માટે મહત્વની વાત જૂના GIDC ટેન્ડરમાં પણ pumping station → landfall chamber → offshore pipeline → diffuser system → selected disposal locationની સાંકળ સ્પષ્ટ રીતે વર્ણવાયેલી છે. એટલે આગળ આપણે આ પાંચ ઘટકોને એક-એક કરીને તપાસી શકીએ છીએ. 

આગળના ભાગ માં વાંચો “Diffuser શું છે? 70 MLDનું પાણી એક જ જગ્યાએ છોડાશે કે સમુદ્રમાં ફેલાવવામાં આવશે?

error: Content is protected !!