--Advertisement here--

નારગોલના દરિયામાં 70 MLD ડિસ્ચાર્જનો મુદ્દો: માછીમારીથી Seafood Export અને Coastal Tourism સુધીની આખી અર્થવ્યવસ્થા સામે કેટલા સવાલો?

On: August 10, 2026 6:23 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

OPERATION DEEP SEA – PART 5 એક પાઈપલાઈન… અને સવાલ માત્ર દરિયાનો નથી!

વલસાડ/નારગોલ:
નારગોલના દરિયાકાંઠે તાજેતરમાં 1200થી વધુ લોકો દ્વારા હાથ ધરાયેલા મેગા સફાઈ અભિયાનમાં 15 ટનથી વધુ કચરો દૂર કરવામાં આવ્યો. એક તરફ દરિયાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રશાસન અને લોકો મહેનત કરી રહ્યા છે, તો બીજી તરફ વાપી CETPના treated industrial effluentને Deep Sea Disposal Pipeline મારફતે દરિયામાં પહોંચાડવાના પ્રસ્તાવિત પ્રોજેક્ટને લઈને દરિયાઈ પર્યાવરણ અને સ્થાનિક અર્થતંત્ર અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.

પરંતુ આ મુદ્દાને માત્ર “પાઈપલાઈન અને પ્રદૂષણ” તરીકે જોવો પૂરતો નથી. કારણ કે નારગોલનો દરિયો માત્ર પાણીનો વિસ્તાર નથી.

આ દરિયો માછીમારની રોજીરોટી છે.
આ દરિયો Seafood Economy છે.
આ દરિયો Coastal Tourism છે.
અને આ દરિયો અનેક પરિવારોની આવકની સાંકળ છે.

વલસાડ જિલ્લો અરબી સમુદ્રને અડીને આવેલો છે અને અહીંનો દરિયાકાંઠો માછીમારી માટે લાંબા સમયથી મહત્વપૂર્ણ રહ્યો છે. NABARDના વલસાડ જિલ્લા અહેવાલ મુજબ જિલ્લામાં આશરે 63 કિમીનો દરિયાકાંઠો, 17 Fishing Ports અને 23 Fish Landing Centresનો ઉલ્લેખ મળે છે. ઉમરગામ, નારગોલ, ઉમરસાડી, ખતલવાડા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી માછીમારી થાય છે.

ઉપલબ્ધ જિલ્લા સ્તરના આંકડા મુજબ 2020-21માં વલસાડનું Marine Fish Production 91,860 મેટ્રિક ટન નોંધાયું હતું. એ જ વર્ષે Inland Fish Production 9,278 મેટ્રિક ટન અને Shrimp Production આશરે 2,136 મેટ્રિક ટન નોંધાયું હતું. અર્થાત્ દરિયો અહીં માત્ર કુદરતી સંપત્તિ નથી… આ એક મોટું આર્થિક એન્જિન છે.

એક માછીમાર દરિયામાંથી માછલી લઈને કિનારે આવે છે એટલે તેની આર્થિક સફર પૂરી થતી નથી. ત્યાંથી શરૂ થાય છે— માછલી ઉતારવી → છટણી → બરફ → સ્ટોરેજ → પરિવહન → માર્કેટ → પ્રોસેસિંગ → નિકાસ આ આખી value chainમાં અનેક લોકોની રોજીરોટી જોડાયેલી છે.

અને અહીં આવે છે MPEDAના આંકડા. ભારતમાંથી Marine Products Exportનું મૂલ્ય 2024-25માં આશરે USD 7.45 billion સુધી પહોંચ્યું છે. એટલે માછીમારી હવે માત્ર સ્થાનિક બજારનો વિષય નથી. ભારતની Seafood Export Economyનો પણ મહત્વનો હિસ્સો છે. વલસાડનો દરિયો Export Economy સાથે જોડાયેલો છે

MPEDAના exporter recordsમાં વલસાડ જિલ્લામાંથી marine products સાથે સંકળાયેલા registered exportersની નોંધ મળે છે.

ઉદાહરણ તરીકે Dhirajlal Devchand Bhagat, પારડી વિસ્તારમાં registered Manufacturer Exporter તરીકે નોંધાયેલ છે અને dried marine products સાથે સંકળાયેલ છે.

અર્થાત્— વલસાડના દરિયામાં પકડાતી માછલી માત્ર સ્થાનિક થાળીમાં જતી નથી. તે processing, value addition અને marine-product trade સાથે પણ જોડાયેલી છે. એટલે જો દરિયાઈ પર્યાવરણમાં લાંબા ગાળે કોઈ ફેરફાર થાય તો સવાલ માત્ર માછીમારનો નથી. આ સવાલ આખી seafood value chainનો છે.

અને હવે આવે છે ₹660.36 કરોડનો સવાલ

GIDCના ટેન્ડર દસ્તાવેજ મુજબ Vapi CETPમાંથી 70 MLD treated effluentના offshore/onshore disposal માટે Deep Sea Pipeline Projectનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટની અંદાજિત કિંમત ₹660.36 કરોડ છે. અહીં એક વાત સ્પષ્ટ હોવી જરૂરી છે: આ પ્રોજેક્ટ treated industrial effluentના disposal માટે છે. તેને untreated sewage સીધું દરિયામાં છોડવાની યોજના તરીકે રજૂ કરવું યોગ્ય નથી. પરંતુ… “Treated” પાણીની લાંબા ગાળાની marine impact monitoring કેવી રીતે થશે? આ જ મૂળ સવાલ છે.

માછીમાર પૂછે છે — “માછલીનું શું?”

જો દરિયાઈ પર્યાવરણમાં લાંબા ગાળે કોઈ ફેરફાર થાય તો—

  1. માછલીના breeding grounds પર શું અસર થશે?
  2. Marine biodiversity પર શું અસર થશે?
  3. માછીમારીના પરંપરાગત વિસ્તારોમાં ફેરફાર થશે?
  4. માછીમારોને વધુ દૂર દરિયામાં જવું પડશે?
  5. ઈંધણ ખર્ચ વધશે?
  6. માછીમારીની આવક ઘટશે?

આ સવાલોના જવાબ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં જ સ્પષ્ટ હોવા જોઈએ.

નારગોલનું Coastal Tourism

  • નારગોલ માત્ર Fishing Coast નથી.
  • તે Tourism Destination પણ છે.
  • પર્યટક અહીં શું જોવા આવે છે?
  • સ્વચ્છ દરિયો.
    સુંદર બીચ.
    કુદરતી વાતાવરણ.

હવે એક તરફ પ્રશાસન 1200થી વધુ લોકોને જોડીને 15 ટનથી વધુ કચરો ઉપાડી રહ્યું છે અને નારગોલને સ્વચ્છ બનાવવા અભિયાન ચલાવી રહ્યું છે.

તો બીજી તરફ સવાલ એ છે— આ સુંદર દરિયાકાંઠાની લાંબા ગાળાની ecological health માટે શું વ્યવસ્થા થશે? કારણ કે Tourism Economy પણ કુદરત પર જ ટકેલી છે. દરિયો સ્વચ્છ હશે તો પ્રવાસન આવશે.

પ્રવાસન આવશે તો— હોટલ, રેસ્ટોરન્ટ, ચા-નાસ્તાની દુકાનો, વાહનચાલકો, નાના વેપારીઓ અને સ્થાનિક યુવાનોની આવક વધશે.

આ મુદ્દો માત્ર— CETP સામે પર્યાવરણ નથી. આ મુદ્દો છે— CETP + Fisheries + Seafood Export + Coastal Tourism + Local Livelihood આ પાંચેય એકબીજા સાથે જોડાયેલા છે. અને એટલે જ Deep Sea Disposal અંગે ચર્ચા પણ એટલી જ વ્યાપક હોવી જોઈએ.

સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓને કેટલાક સીધા સવાલ

  • 1. Deep Sea discharge પહેલાં Marine Ecological Impact Assessment કરવામાં આવ્યું છે?
  • 2. માછીમારોના fishing groundsનું baseline mapping કરવામાં આવ્યું છે?
  • 3. discharge શરૂ થયા બાદ marine water qualityનું monitoring કોણ કરશે?
  • 4. Monitoring data જાહેર કરવામાં આવશે?
  • 5. Fish productionમાં ઘટાડો થાય તો તેનું કારણ શોધવા independent study થશે?
  • 6. સ્થાનિક માછીમાર પ્રતિનિધિઓને monitoring processમાં સામેલ કરવામાં આવશે?
  • 7. Coastal Tourism પર કોઈ અસર થાય તો તેની જવાબદારી અને mitigation plan શું હશે?

અને સૌથી મહત્વપૂર્ણ— જો ભવિષ્યમાં દરિયાઈ પર્યાવરણ પર ગંભીર અસર જોવા મળે તો discharge રોકવાની વ્યવસ્થા શું છે?

એક પાઈપલાઈન 70 MLD treated effluent લઈ જઈ શકે છે… પણ તેના કારણે દરિયામાં થતી કોઈપણ લાંબા ગાળાની અસરની કિંમત કોણ માપશે?

  • માછીમાર?
  • પ્રવાસન ઉદ્યોગ?
  • સ્થાનિક લોકો?
  • કે પછી આખું પર્યાવરણ?

કારણ કે— દરિયો માત્ર Disposal Point નથી.

  • દરિયો રોજગાર છે.
    દરિયો ખોરાક છે.
    દરિયો પ્રવાસન છે.
    દરિયો Export Economy છે.
    અને દરિયો આવતી પેઢીની કુદરતી મૂડી છે.

પાઈપલાઈનનો અંત દરિયામાં હશે… પરંતુ તેની અસર ક્યાં સુધી જશે? આ સવાલનો જવાબ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં મળવો જરૂરી છે.

error: Content is protected !!