વાપીનું CETP… 70 MLDનું એફ્લ્યુએન્ટ… અને એ એફ્લ્યુએન્ટને દરિયાના ઊંડાણ સુધી લઈ જતી પાઇપલાઇન. Operation Deep Seaમાં અત્યાર સુધી આપણે પાઇપલાઇનનો રૂટ, દરિયાઈ વિસ્તાર અને તેના સંભવિત પ્રભાવ અંગે સવાલો ઉઠાવ્યા. પણ હવે આ સમગ્ર મામલામાં એક નવો દસ્તાવેજ સામે આવ્યો છે—

લોકસભામાં ઉઠેલો સવાલ. અને આ સવાલને સમજીએ તો વાત ફરી ત્યાં જ પહોંચે છે… ઉમરગામના દરિયા સુધી. દરિયો ખાલી નથી…
વલસાડ-ઉમરગામનો દરિયો માત્ર પાણીનો વિસ્તાર નથી. અહીં માછીમારી છે, માછીમારોની રોજીરોટી છે, દરિયાઈ ecosystem છે અને આવતીકાલની Coastal Tourism Economy પણ છે.
Marine Fisheries Census 2016ના baseline મુજબ વલસાડમાં 9,690 fishing families નોંધાઈ હતી, જેમાં 9,237 traditional fishermen families હતી.
આ 2026ની વસ્તી ગણતરી નથી. પરંતુ 2016નો આ સત્તાવાર baseline આપણને એટલું તો બતાવે છે કે— આ દરિયો કોઈ નિર્જન disposal zone નથી.
અહીં લોકોની આર્થિક જિંદગી જોડાયેલી છે.
હવે લોકસભાનો સવાલ કેમ મહત્વનો? 10 ઓગસ્ટ 2026ના લોકસભાના જવાબમાં વાપી-દમણ વિસ્તારના ઔદ્યોગિક પ્રદૂષણને લગતા NGT કેસનો ઉલ્લેખ આવ્યો છે.
આ જ કેસના 2019ના NGT આદેશમાં Vapi CETP અને individual industries માટે કુલ ₹117.72 કરોડ environmental compensationનો આંકડો નોંધાયો હતો—જેમાં ₹92.36 કરોડ CETP અને ₹25.36 કરોડ individual industries માટે હતા. જોકે આ આદેશ સામે Supreme Courtમાં appeal અને stay હોવાને કારણે મામલો sub judice છે.
અહીંથી Operation Deep Seaનો સવાલ વધુ ગંભીર બને છે. જો ભૂતકાળમાં industrial effluent અંગે regulatory અને environmental concerns ઊભા થયા છે… તો હવે જ્યારે એ જ industrial beltનું treated effluent— 70 MLDની ક્ષમતા ધરાવતી Deep Sea Pipeline મારફતે દરિયામાં જશે, ત્યારે દરિયાનું monitoring કેવું હશે?
સવાલ પાઇપલાઇનનો નથી… સિસ્ટમનો છે
અમારો સવાલ એવો નથી કે— “Deep Sea Pipeline કેમ?” સવાલ એ છે— “Deep Sea Pipeline પછી જવાબદારી કેવી રીતે નક્કી થશે?”
શું discharge પહેલાં અને પછી—
- Marine Water Qualityનું સતત monitoring થશે?
- Sediment monitoring થશે?
- Heavy metals સહિતના parametersનું પરીક્ષણ થશે?
- Fisheries પર અસરનું assessment થશે?
- Seafood safetyનું નિયમિત testing થશે?
- Monitoring data જાહેર કરવામાં આવશે?
- અને standards breach થાય તો discharge અટકાવવાની વ્યવસ્થા શું હશે?
- કારણ કે CETPનું પાણી treated છે એટલું કહેવું પૂરતું નથી.
- સવાલ છે— “તે દરિયામાં પહોંચ્યા પછી તેનું પર્યાવરણીય પરિણામ કોણ માપશે?”
અને અહીં માછીમારોનો મુદ્દો ફરી સામે આવે છે…
2024ના વલસાડના boat-owning fishermen પરના અભ્યાસમાં 77.5% માછીમારોને છ વર્ષથી વધુનો fishing experience હોવાનું નોંધાયું હતું.
એટલે આ માત્ર environmental debate નથી. દરિયામાં કોઈ લાંબા ગાળાની અસર થાય તો તેની અસર સૌથી પહેલાં કોના જીવન પર પડશે? જે લોકોનો વ્યવસાય જ દરિયા સાથે જોડાયેલો છે.
₹660 કરોડની Deep Sea Pipeline બની જશે. 70 MLD discharge infrastructure તૈયાર થઈ જશે. પરંતુ—
- શું એટલી જ ગંભીરતાથી Marine Monitoring Infrastructure પણ તૈયાર થશે?
- શું ઉમરગામના માછીમારને ક્યારેય ખબર પડશે કે તેના દરિયામાં શું discharge થઈ રહ્યું છે?
- શું જાહેર જનતાને real-time data મળશે?
- શું કોઈ independent monitoring mechanism હશે?
- અને જો આવતીકાલે માછલીના જથ્થામાં, પાણીની ગુણવત્તામાં કે marine ecosystemમાં ફેરફાર જોવા મળે—
- તો જવાબદારી કોની રહેશે?
વાપીના industrial effluentને દરિયાના ઊંડાણમાં લઈ જવાથી સમસ્યા ખરેખર દૂર થશે… કે માત્ર નજરથી દૂર થશે? આગળના ભાગમાં— પાઇપલાઇનના દરિયાઈ છેડે શું છે? અને ત્યાંથી ઉમરગામના માછીમારી પટ્ટા સુધી કેટલો મોટો સવાલ ઊભો થાય છે? OPERATION DEEP SEA — તપાસ ચાલુ છે.






