OPERATION DEEP SEA – PART 12
₹660.36 કરોડના Deep Sea Disposal Projectમાં Umargamના Forest Areaને સ્પર્શતો Route હોય તો પર્યાવરણની મંજૂરી, વૃક્ષો અને લીકેજના જોખમ અંગે જવાબદારી કોણ લેશે?
વલસાડ/વાપી:
વાપી CETPના 70 MLD Deep Sea Effluent Disposal Projectને લઈને Operation Deep Seaમાં હવે એક નવો અને ગંભીર સવાલ સામે આવ્યો છે—29.68 કિલોમીટરની પ્રસ્તાવિત પાઈપલાઈનનો માર્ગ Umargam તાલુકાના Forest Areaને ક્યાંક સ્પર્શે છે કે નહીં?
GIDCના ટેન્ડરમાં આ પ્રોજેક્ટ માત્ર પાઈપ નાખવાનો નથી. તેમાં 70 MLD offshore અને onshore effluent disposal pipeline, pumping station, electro-mechanical work, allied infrastructure અને પાંચ વર્ષનું Operation & Maintenance સામેલ છે. પ્રોજેક્ટની અંદાજિત કિંમત ₹660.36 કરોડ છે.
અહીંથી જ સવાલ ઊભો થાય છે. જો પાઈપલાઈન Forest Landમાંથી પસાર થવાની હોય તો? જો કોઈ ભાગ Reserved Forest, Protected Forest અથવા અન્ય કાયદેસર Forest Landને અસર કરતો હોય, તો માત્ર રોડની બાજુએ trench ખોદીને પાઈપ નાખવાનો સામાન્ય infrastructure work માની શકાય નહીં.
Forest Landની સ્થિતિ, જરૂરી મંજૂરી, tree cutting, compensatory measures અને construction દરમિયાન ecological impact—આ બધાની સ્પષ્ટતા જરૂરી બને છે.
પરંતુ અહીં એક મહત્વની સંપાદકીય સાવચેતી છે:
અમારી પાસે હાલમાં ઉપલબ્ધ દસ્તાવેજોથી આખા proposed alignmentનો દરેક survey number Forest Landમાં આવે છે એવું અંતિમ રીતે કહેવું યોગ્ય નથી. તેના માટે GIDCના approved alignment, survey-number-wise land schedule અને Forest Departmentના સત્તાવાર નકશાની સરખામણી જરૂરી છે. અને આ જ દસ્તાવેજી ચકાસણી હવે Operation Deep Seaનો આગામી મહત્વનો મુદ્દો છે.
70 MLD એટલે દરરોજ 7 કરોડ લિટર સુધી effluent handling capacity.
આટલી મોટી ક્ષમતાવાળી infrastructure line જો કોઈ જંગલ વિસ્તારની નજીકથી અથવા તેના ભાગમાંથી પસાર થાય તો construction phaseમાં પણ સવાલો ઊભા થાય:
- કેટલું Forest Land અસરગ્રસ્ત થશે?
- કેટલા વૃક્ષો અસરગ્રસ્ત થશે?
- trenching માટે કેટલો વિસ્તાર ખોદાશે?
- construction machineryથી ecosystem પર શું અસર થશે?
- pipeline corridor પછી જમીનનું restoration કેવી રીતે થશે?
- leakage થાય તો તેની અસર જમીન અને ભૂગર્ભજળ સુધી પહોંચી શકે?
- Forest Departmentની મંજૂરી લેવામાં આવી છે?
- જો મંજૂરી જરૂરી હોય તો તેની સ્થિતિ શું છે?
- અને આ બધાનો ખર્ચ ₹660.36 કરોડના Project Estimateમાં કેવી રીતે સામેલ છે?
Vapi CETPના પર્યાવરણ સંબંધિત અગાઉના દસ્તાવેજોમાં treated effluentને વધુ દૂર લઈ જવા માટે pipeline અને diffuser systemની જરૂરિયાતનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે. એક GPCB action-plan સંબંધિત દસ્તાવેજમાં Damanganga estuaryમાં existing discharge locationથી downstream pipeline extensionની વાત પણ કરવામાં આવી હતી. એટલે Deep Sea project કોઈ અચાનક ઊભો થયેલો વિચાર નથી.
વર્ષોથી ચાલી રહેલા effluent-management પ્રશ્નનું આ એક મોટું infrastructure solution છે. પરંતુ solution જેટલું મોટું હોય, તેની environmental accountability પણ એટલી જ મોટી હોવી જોઈએ.
Forest Area હોય તો 7 સવાલોના જવાબ આપો
- 1. Proposed pipeline alignmentમાં કોઈ Reserved/Protected Forest Land આવે છે?
- 2. જો આવે છે તો કેટલા હેક્ટર?
- 3. કયા Survey Numbers અસરગ્રસ્ત થાય છે?
- 4. Forest Clearance માટે અરજી કરવામાં આવી છે કે નહીં?
- 5. કેટલા વૃક્ષો અસરગ્રસ્ત થવાની શક્યતા છે?
- 6. Pipeline leakage અથવા rupture માટે Forest અને groundwater protection mechanism શું છે?
- 7. Construction અને પાંચ વર્ષના O&M દરમિયાન environmental monitoring કોણ કરશે?







