--Advertisement here--

70 MLD દરિયામાં જશે… પણ પહેલા કહો, CETPમાંથી દરરોજ નીકળે છે કેટલું?

On: August 17, 2026 6:51 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
OPERATION DEEP SEA – PART 11
₹660.36 કરોડના Deep Sea Disposal Project વચ્ચે CETPના INPUT–TREATMENT–OUTPUTનો આખો હિસાબ હવે જાહેર કરવાની જરૂર કેમ ઊભી થઈ?
70 MLD…! આંકડો સાંભળવામાં નાનો લાગે છે, પરંતુ 70 MLD એટલે દરરોજ 7 કરોડ લિટર જેટલા પ્રવાહીને હેન્ડલ કરવાની ક્ષમતા. હવે સવાલ એ છે— વાપી CETPમાં દરરોજ ખરેખર કેટલું effluent આવે છે?
કેટલું ટ્રીટ થાય છે? અને Deep Sea Pipelineમાં ખરેખર કેટલું જશે?
કારણ કે ₹660.36 કરોડનો આ પ્રોજેક્ટ માત્ર એક પાઈપ નાખવાનો પ્રોજેક્ટ નથી. GIDCના સત્તાવાર tenderમાં 70 MLD offshore અને onshore effluent disposal pipeline સાથે pumping station, electro-mechanical works, allied infrastructure અને પાંચ વર્ષના Operation & Maintenanceનો પણ સમાવેશ છે.
2019ના CPCB joint inspection report મુજબ વાપી CETPની મૂળ design capacity 55 MLD હતી અને CETPમાં GIDC વિસ્તારની member industriesમાંથી partially treated effluent આવતું હતું. તે સમયે 519 member industriesનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
એટલે હવે સીધો સવાલ: 55 MLDની મૂળ design capacity ધરાવતા CETP માટે 70 MLD Deep Sea disposal infrastructureની જરૂરિયાતનો આધાર શું છે? શું CETPની capacity વચ્ચેના વર્ષોમાં વધારવામાં આવી છે? જો વધારવામાં આવી હોય તો— ક્યારે? કેટલા MLD સુધી? કયા approvalથી? અને સૌથી મહત્વનું— આ 70 MLD actual daily discharge છે કે માત્ર proposed disposal capacity?
આ બંને બાબતો એક નથી. આ મુદ્દો સ્પષ્ટ કરવો ખૂબ જરૂરી છે. Tenderમાં 70 MLD pipeline/disposal capacity છે. તેનો અર્થ એ નથી કે 70 MLD untreated અથવા partially treated effluent દરિયામાં જ જશે. પરંતુ આ જ કારણે public domainમાં actual flow data વધુ મહત્વનું બની જાય છે. 
  • દરરોજ CETPમાં કેટલું effluent આવ્યું?
  • કેટલું treatmentમાં ગયું?
  • Final outletમાંથી કેટલું નીકળ્યું?
  • અને Deep Sea systemમાં કેટલું મોકલાશે?
આ ચાર આંકડા જાહેર થાય તો Operation Deep Seaનો અડધો સવાલ ત્યાં જ સ્પષ્ટ થઈ જાય. CPCBની 2019ની reportમાં Vapi industrial clusterમાંથી untreated/partially treated trade effluent Damangangaમાં જવાના મુદ્દાનો ઉલ્લેખ થયો હતો. તે જ reportમાં committeeએ જણાવ્યું હતું કે CETPમાંથી treated effluent Damanganga Riverમાં discharge થતું હતું અને pollution loadના કારણે downstream water quality પર અસર અંગે તપાસ કરવામાં આવી હતી.
એટલે હવે Deep Sea Disposalની યોજના સામે મૂળ પ્રશ્ન માત્ર— પાણી દરિયામાં જશે કે નહીં? એવો નથી. સવાલ છે— દરિયામાં જતા પહેલાં એ પાણીની ગુણવત્તા કોણ અને કેવી રીતે નક્કી કરશે?
Operation Deep Seaમાં હવે અમારો સીધો પ્રશ્ન છે:
INPUT:
CETPમાં દરરોજ કેટલું effluent આવે છે?
TREATMENT:
તેમાંથી કેટલું સંપૂર્ણ રીતે prescribed standards સુધી treat થાય છે?
OUTPUT:
Final outlet પર actual flow અને quality કેટલી છે?
DEEP SEA:
આમાંથી કેટલું marine outfall મારફતે દરિયામાં મોકલવાનું છે?
અને દરેક તબક્કે— COD કેટલું? BOD કેટલું? TDS કેટલું? Heavy metals કેટલા? બીજા critical pollutants કેટલા? આ data માત્ર કાગળ પર નહીં. Real-time monitoring સાથે જાહેર કેમ ન થવો જોઈએ?
GIDCના tenderમાં projectનું estimated cost ₹660.36 કરોડ દર્શાવવામાં આવ્યું છે. એટલે public moneyના આટલા મોટા projectમાં લોકોનો અધિકાર છે કે તેમને ખબર પડે— કેટલું પાણી? કેટલું treatment?
કેટલું discharge? કેટલો pollution load? અને કેટલો ખર્ચ? કારણ કે જો pipeline capacity 70 MLD છે, પરંતુ actual discharge તેના કરતાં ઘણો ઓછો છે, તો capacity planningનો આધાર શું છે? અને જો actual flow 70 MLDની નજીક છે, તો— તેના supporting flow records ક્યાં છે?
CPCBના દસ્તાવેજ મુજબ CETPનું operation VGEL દ્વારા કરવામાં આવે છે અને CETPમાં member industriesનું partially treated effluent આવે છે. એટલે Deep Sea Project શરૂ થાય તે પહેલાં VGEL પાસેથી પણ કેટલીક બાબતો જાહેર થવી જોઈએ: છેલ્લા 3-5 વર્ષનો daily/annual inflow data CETPનો actual treatment capacity data Final treated effluentનો daily flow છેલ્લા વર્ષોના BOD/COD/TDS અને અન્ય parametersના records
CETPમાંથી દરિયામાં મોકલવાના proposed flowનો આધાર Deep Sea disposal માટે જરૂરી environmental safeguards, Marine monitoring માટેની વ્યવસ્થા
શું Deep Sea Pipeline pollutionની સમસ્યાનો અંતિમ ઉકેલ છે—કે માત્ર pollutionના discharge pointને નદીમાંથી દરિયા તરફ ખસેડવાનો infrastructure project છે? આનો જવાબ માત્ર દાવાથી નહીં… DATAથી આપવો પડશે.
કારણ કે જો treatment ખરેખર મજબૂત છે, standardsનું સતત પાલન થાય છે અને marine environmentનું independent monitoring થાય છે— તો Deep Sea Disposalને વૈજ્ઞાનિક આધાર સાથે સમજાવી શકાય. પરંતુ જો treatment, flow અને monitoringના મૂળ આંકડા જ જાહેર ન થાય… તો પ્રશ્નો ઊભા થવાના જ.
પાઈપ કેટલી મોટી છે એ પછી કહેશો… પહેલા કહો—એ પાઈપમાં દરરોજ ખરેખર કેટલું જશે?” 70 MLDની ક્ષમતા છે. ₹660.36 કરોડનો project છે.હવે જનતાને માત્ર pipeline નહીં— પાણીનો સંપૂર્ણ હિસાબ જોઈએ.
Operation Deep Sea — તપાસ ચાલુ છે.
error: Content is protected !!