--Advertisement here--

વાપીમાં કથિત બોગસ કૉલ સેન્ટર કેસ: કોર્ટે આરોપી યુવરાજ ઉર્ફે એન્ડી સલુજાના જામીન મંજૂર કર્યા

On: August 19, 2026 7:27 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી: વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા કથિત ગેરકાયદેસર કૉલ સેન્ટર અને છેતરપિંડી સંબંધિત કેસમાં વાપી સેશન્સ કોર્ટે આરોપી યુવરાજ ઉર્ફે એન્ડી સુરેન્દ્રકુમાર સલુજાની નિયમિત જામીન અરજી મંજૂર કરીને તેમને જામીન પર મુક્ત કરવાનો ઓર્ડર કર્યો છે.

કેસમાં સંડોવાયેલા 13 આરોપીઓ

1. શિવા રામચંદ્ર સૈની

2. કમલસાંભ લુનઝાખુપ હાઉઝલ

3. મુનસંગલિયન કુંગા હાઉઝલ

4. લીઅનમોનલાલ ખોમસોંગ નઉલક

5. મેઘના કનૈયાલાલ યાદવ

6. શેખર ભાસ્કર કાંબલે

7. શ્રુતિ સુશીલ રાય

8. રિતેશ ઉલ્હાસ કુંભાર

9. કૃતિક મનીષ સકપાલ

10. કાર્તીક જ્યોતી બન્સોડ (કાર્તીક તુલસીદાસ માવડિયા)

11. જીગર તુલસીદાસ માવડિયા

12. રાજેશ ઉર્ફે રાજ વિઠ્ઠલ ઠોલાર

13. યુવરાજ ઉર્ફે એન્ડી સલુજા

પોલીસ ફરિયાદ અનુસાર, તમામ આરોપીઓએ એકસંપ થઈ ગુનાહિત કાવતરું રચી વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા હરિયા પાર્ક ખાતેથી ગેરકાયદેસર કૉલ સેન્ટર ચલાવતા હતા

આરોપીઓ ઈલેક્ટ્રોનિક સાધનો અને ઈન્ટરનેટના માધ્યમથી વિદેશી (કેનેડિયન) નાગરિકોને કૉલ કરતા હતા.તેઓ પોતાની અસલી ઓળખ છુપાવીને બોગસ ઈલેક્ટ્રોનિક દસ્તાવેજો બનાવતા હતા.કેનેડિયન નાગરિકોને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં પડાવતા હતા.

પોલીસ દરોડા દરમિયાન જપ્ત કરાયેલ મુદ્દામાલ:

  •  3 લેપટોપ
  • 16 મોબાઈલ ફોન
  • 5 વાયફાય રાઉટર
  • 3 હેડફોન
  • 3 માઉસ

કુલ મુદામાલ: રૂ. 4,95,500/- ની મત્તાના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.

આ કેસમાં આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 308(2), 318(4), 319(2), 336(2), 336(3), 340, 61(1)(a) તથા આઈ.ટી. એક્ટ ની કલમ 66(D) અને 74 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો

અરજદાર/આરોપી યુવરાજ ઉર્ફે એન્ડી સલુજા તરફથી વિદ્વાન એડવોકેટ વાય. એસ. રાવલે ધારદાર દલીલો કરી હતી કે, કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ રજૂ થઈ ચૂકી છે. ચાર્જશીટમાં પોલીસે એક પણ કેનેડિયન નાગરિકનું સ્ટેટમેન્ટ (નિવેદન) લીધું નથી કે તેમને સાક્ષી તરીકે દર્શાવ્યા નથી. સમગ્ર કેસ માત્ર દસ્તાવેજી અને ઈલેક્ટ્રોનિક પુરાવા પર આધારિત છે.

કોર્ટે બંને પક્ષોની રજૂઆતો અને ચાર્જશીટના કાગળો ધ્યાને લઈ નોંધ્યું હતું કે, તપાસ પૂરી થઈ હોવાથી આરોપીની કસ્ટડીની હવે જરૂર રહેતી નથી અને ટ્રાયલ પૂરી થવામાં લાંબો સમય લાગે તેમ છે. જેથી કોર્ટે આરોપી યુવરાજ સલુજાને રૂ. 15,000/- ના પર્સનલ બોન્ડ અને શરતોને આધીન નિયમિત જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

error: Content is protected !!