--Advertisement here--

વારોલી બ્રિજ તૂટ્યો, જવાબદારી પણ તૂટી ગઈ? ઉમરગામ – સંજાણના લોકો એક મહિના પછી પણ રાહમાં!

On: August 20, 2026 8:55 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
23 જુલાઈના પૂરમાં તૂટી ગયેલા ઉમરગામના મહત્વના બ્રિજને લગભગ એક મહિનો થવા આવ્યો, છતાં કાયમી પુનઃસ્થાપનની સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કેમ નહીં?
સંજાણ/ઉમરગામ:
23 જુલાઈ, 2026ના રોજ દક્ષિણ ગુજરાતમાં પડેલા અભૂતપૂર્વ વરસાદ અને પૂરે ઉમરગામ તાલુકામાં ભારે તારાજી સર્જી હતી. આ તારાજીમાં સંજાણ નજીક વારોલી નદી પરનો મહત્વનો બ્રિજ પણ પાણીના પ્રચંડ પ્રવાહમાં ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો અને તેનો એક મોટો હિસ્સો ધોવાઈ ગયો.
આજે 20 ઑગસ્ટ છે. એટલે ઘટનાને લગભગ એક મહિનો થવા આવ્યો છે. પરંતુ આ બ્રિજ પર આધાર રાખતા આસપાસના ગામોના લોકોનો મૂળ સવાલ હજુ યથાવત છે— “બ્રિજ ક્યારે બનશે?” “જવાબદારી કોની છે?
ઉપલબ્ધ સરકારી અને મીડિયા અહેવાલો મુજબ વારોલી નદી પરનો આ Major Bridge અંદાજે 180 મીટર લાંબો અને 10 સ્પાનનો છે. તે ઉમરગામના વિવિધ વિસ્તારોને સંજાણ તરફ જોડતી મહત્વની કડી છે. 23 જુલાઈના ભારે વરસાદ બાદ પાણીના જોરદાર પ્રવાહે બ્રિજના ભાગને નુકસાન પહોંચાડ્યું હતું. અધિકારીઓએ તે સમયે ટ્રાફિક રોકી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી અને Technical Assessment શરૂ કર્યાની માહિતી આપી હતી.
અર્થાત્, સરકાર અને તંત્રને ઘટનાની ગંભીરતા અંગે જાણકારી ઘટનાના દિવસે જ હતી. પરંતુ હવે પ્રશ્ન છે— Technical Assessment પછી શું થયું? કયો structural report તૈયાર થયો? બ્રિજના કેટલા ભાગનું reconstruction કરવાનું છે? કેટલો ખર્ચ આવશે? કામ માટે કઈ એજન્સી જવાબદાર છે? અને કામ શરૂ કરવાની તારીખ કઈ છે?
આ કોઈ સામાન્ય ગ્રામ્ય રસ્તાનો નાનો પુલ નથી. ગુજરાત સરકારના એક સત્તાવાર દસ્તાવેજમાં “Umargam Sanjan Bhilad Road – New Major Bridge – Varoli Bridge” માટે ₹1,367.64 લાખ, એટલે કે આશરે ₹13.68 કરોડની કામગીરીનો ઉલ્લેખ મળે છે.
આ આંકડો એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે— કરોડો રૂપિયાની જાહેર મૂડીથી ઉભી કરાયેલી મહત્વની કનેક્ટિવિટી તૂટી ગયા પછી તેની પુનઃસ્થાપન પ્રક્રિયા અંગે જાહેર જનતાને સંપૂર્ણ માહિતી આપવાની જવાબદારી કોની?
બ્રિજ બંધ થતાં સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સંજાણ અને આસપાસના વિસ્તારોમાંથી આવન-જાવન માટે લોકોને લગભગ 12 કિલોમીટર સુધીનો વધારાનો રાઉન્ડ મારવો પડે છે. આ અંતર માત્ર વાહનના ઓડોમીટર પરનો આંકડો નથી. દૈનિક કામદારો માટે વધારાનું ઈંધણ,
વિદ્યાર્થીઓ માટે વધારાનો સમય, દર્દીઓ માટે મુશ્કેલી, ખેડૂતો અને નાના વેપારીઓ માટે પરિવહન ખર્ચ, અને સ્થાનિક વેપાર માટે સીધી અસર— આ બધું તેની સાથે જોડાયેલું છે.
ખાસ કરીને વરસાદી સિઝનમાં જ્યારે અન્ય રસ્તાઓ પણ પાણી કે ખરાબ સ્થિતિના કારણે પ્રભાવિત થાય ત્યારે એક મુખ્ય બ્રિજ બંધ થવાનો અર્થ આખા વિસ્તારની કનેક્ટિવિટી પર વધારાનું દબાણ થાય છે.
આ બ્રિજ Panchayat Roads & Building Department હેઠળ આવે છે. રસપ્રદ બાબત એ છે કે સંજાણમાં જ P.W.D. Office આવેલી છે. અર્થાત્ જે વિસ્તારના લોકોને બ્રિજ તૂટવાથી સીધી અસર થઈ રહી છે, ત્યાં જ સંબંધિત બાંધકામ વિભાગની કચેરી પણ છે. તો પછી સ્થાનિક લોકોનો સવાલ સ્વાભાવિક છે.
બ્રિજની હાલની ટેકનિકલ સ્થિતિ અંગે જાહેર માહિતી કેમ નથી?
Inspection Report જાહેર કેમ નથી?
Repair કે Reconstructionનો નિર્ણય શું લેવાયો?
Estimated Cost કેટલી છે?
Tender/Work Orderની પ્રક્રિયા શરૂ થઈ છે કે નહીં?
જો શરૂ થઈ છે તો કઈ તારીખે?
અને જો શરૂ નથી થઈ તો શા માટે?
રાજકીય પ્રતિનિધિત્વની કમી છે કે રાજકીય ઈચ્છાશક્તિની?
Umargamના MLA Ramanlal Patkar છે. 24 જુલાઈએ Deputy CM Harsh Sanghaviની Umargam મુલાકાત દરમિયાન MLA Ramanlal Patkar, Valsad-Dang MP Dhaval Patel અને અન્ય જાહેર પ્રતિનિધિઓ પણ હાજર હતા. એ સમયે સરકાર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું assessment ઝડપથી પૂર્ણ કરવા અને અસરગ્રસ્તોને સહાય આપવા સૂચના આપવામાં આવી હતી.
પરંતુ આજે પ્રશ્ન એ છે— વારોલી બ્રિજના પુનઃનિર્માણ માટે શું ખાસ સમયબદ્ધ નિર્ણય લેવાયો? સ્થાનિક ધારાસભ્યએ સરકાર સમક્ષ કઈ લેખિત રજૂઆત કરી? MPએ આ કનેક્ટિવિટી મુદ્દે કેન્દ્ર કે રાજ્ય સ્તરે શું રજૂઆત કરી? Taluka Panchayat અને District Panchayatના સ્થાનિક પ્રતિનિધિઓએ શું કાર્યવાહી કરી? લોકોને આ અંગે સત્તાવાર રીતે માહિતી કેમ આપવામાં આવી નથી?
20 ઑગસ્ટ સુધીની ઉપલબ્ધ જાહેર માહિતીમાં આ બ્રિજના કાયમી પુનઃસ્થાપન માટે ચોક્કસ Work Order, ખર્ચ, કોન્ટ્રાક્ટર અને Completion Timeline અંગે સ્પષ્ટ જાહેર માહિતી અમને મળી નથી.
જો કામગીરી શરૂ થઈ ગઈ હોય તો વિગતો જાહેર કરો. જો પ્રક્રિયા ચાલી રહી હોય તો સમયમર્યાદા જાહેર કરો. અને જો હજુ નિર્ણય જ ન થયો હોય તો વિલંબનું કારણ જાહેર કરો. હવે લોકોનો સવાલ માત્ર બ્રિજનો નથી વારોલી નદી પરનો આ બ્રિજ તૂટ્યો છે. પરંતુ તેની સાથે એક બીજી વસ્તુ પણ તૂટી છે—
સંજાણ નજીક PWDની કચેરી છે. જિલ્લા પંચાયતનું બાંધકામ વિભાગ જવાબદાર છે. ઉમરગામમાં ધારાસભ્ય છે. તાલુકા પંચાયતનું રાજકીય પ્રતિનિધિત્વ છે. જિલ્લા સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. અને રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ પણ પૂર બાદ ઉમરગામ આવી ચૂક્યા છે. તો પછી એક સરળ પ્રશ્નનો જવાબ લોકો સુધી કેમ નથી પહોંચતો?

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!