--Advertisement here--

દમણમાં નાળિયેરી પૂર્ણિમા ઉત્સવની અનોખી ઉજવણી: શાળાના બાળકોએ સર્જનાત્મકતાના રંગ પૂર્યા

On: August 26, 2026 3:25 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

બાલ ભવન બોર્ડ દ્વારા રાખડી મેકિંગ અને પૂજાથાળી સજાવટ સ્પર્ધા; વિજેતા બાળકોને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરાયા

દમણ:
નાળિયેરી પૂર્ણિમા ઉત્સવ 2026ની ઉજવણી અંતર્ગત બાલ ભવન બોર્ડ, દમણ દ્વારા વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણની વિવિધ શાળાઓમાંથી બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની સર્જનાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત પૂજાથાળી સજાવટ અને રાખડી મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી. બાળકોએ રંગબેરંગી ફૂલો, મોતી, મણકા, પીછાં, કળાત્મક સામગ્રી સહિત વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને આકર્ષક રાખડીઓ અને સુંદર પૂજાથાળીઓ તૈયાર કરી હતી.સ્પર્ધા દરમિયાન બાળકોમાં ઉત્સાહ અને સર્જનાત્મકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. અલગ-અલગ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને કૌશલ્યને વિવિધ કલાત્મક કૃતિઓના માધ્યમથી રજૂ કર્યું હતું.સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો હેતુ બાળકોમાં સર્જનાત્મકતા, કલા પ્રત્યેનો રસ અને ભારતીય તહેવારો સાથે જોડાયેલી પરંપરાગત કળાઓ પ્રત્યેની સમજ વિકસાવવાનો રહ્યો હતો.

બાલ ભવન બોર્ડ, દમણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકોની મોટી સંખ્યામાં ભાગીદારીથી નાળિયેરી પૂર્ણિમા ઉત્સવને સર્જનાત્મકતા અને ઉત્સાહથી ભરપૂર બનાવવામાં આવ્યો હતો.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!