વાપી: વાપી CETPથી કાલઈના Deep Sea સુધીની 70 MLD પાઇપલાઇન માટે GIDCએ ₹660.36 કરોડનો EPC ટેન્ડર બહાર પાડ્યો છે. હાલ bid submissionની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 2026 છે.
પરંતુ ટેન્ડરની કેટલીક શરતો હવે સવાલ ઊભા કરી રહી છે.
ટેન્ડર મુજબ RoU-RoW, પાક અને જમીન સંબંધિત વળતર, વિવિધ NOC, રોડ-રેલવે-હાઇવે-નદી ક્રોસિંગ અને કેટલાક કાનૂની ખર્ચની જવાબદારી bidder પર મૂકવામાં આવી છે. RoU-RoW માટે quoted tender costના 8 ટકા સુધીની જોગવાઈ પણ મહત્વની છે.
₹660.36 કરોડના projectમાં આ પ્રકારના અનિશ્ચિત ખર્ચનું pricing bidder કેવી રીતે કરશે? અને શું આવી risk-heavy conditions biddersને tenderથી દૂર રાખી શકે?
બીજી તરફ, tender documentsમાં pipeline અને diffuserની લંબાઈ સહિત કેટલીક technical વિગતોમાં અલગ-અલગ આંકડા જોવા મળતા હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે. આ અંગે અંતિમ સ્પષ્ટતા corrigendumના મૂળ દસ્તાવેજોથી જ થઈ શકે.
ટેન્ડરમાં અત્યાર સુધી અનેક amendments થયા છે અને deadline પણ આગળ ધપાવવામાં આવી છે.
હવે સૌથી મોટો સવાલ—
29 ઓગસ્ટે કેટલા bidders આવે છે? કઈ કંપનીઓ મેદાનમાં આવે છે? અને ₹660 કરોડના આ project માટે આખરે L1 કોણ બને છે?
તારીખ કરતાં હવે નજર bidder list પર રહેશે.







