--Advertisement here--

આરોહણ પ્રોજેક્ટમાં પાણી સંગ્રહના આંકડામાં મોટો ફેરફાર: 3 કરોડ લિટરથી વધીને 4.89 કરોડ લિટર કેવી રીતે?

On: August 29, 2026 10:11 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

CEEના 2022-23ના અહેવાલમાં 30 મિલિયન લિટરની ક્ષમતા, હવે Apraavaની વેબસાઇટ પર 48.94 મિલિયન લિટર; વધેલી 1.894 કરોડ લિટર ક્ષમતા કયા કામોથી ઊભી થઈ?

જામનગર અને રાજકોટ જિલ્લાના ગામોમાં ચાલતા Project Aarohan અંગે અગાઉ RTIમાં નાણાકીય હિસાબને લઈને સવાલો ઉઠ્યા હતા. હવે પ્રોજેક્ટના પાણી સંબંધિત કામોમાંથી જ એક એવો આંકડાકીય મુદ્દો સામે આવ્યો છે, જેની સ્પષ્ટતા જરૂરી બને છે.

Centre for Environment Education (CEE)ના 2022-23ના વાર્ષિક અહેવાલમાં Aarohan Project હેઠળ આશરે 30 મિલિયન લિટર એટલે કે 3 કરોડ લિટર પાણી સંગ્રહ ક્ષમતા ઊભી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ માટે પાણીની ટાંકી, તળાવ ઊંડું કરવું, cattle trough, borewell, pump house અને pipeline network જેવા કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પરંતુ હાલ Apraava Energyની સત્તાવાર Aarohan વેબપેજ પર પ્રોજેક્ટની સિદ્ધિઓમાં 48.94 હજાર ઘન મીટર (48.94 million litres) additional water-storage capacity ઊભી કરાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બંને સત્તાવાર આંકડાઓ વચ્ચે: 18.94 મિલિયન લિટર એટલે કે આશરે 1.894 કરોડ લિટરનો તફાવત છે.

આ બે આંકડાઓની સીધી સરખામણી કરીએ તો: CEE Annual Report 2022-23: 30 million litres = 3 કરોડ લિટર

Apraavaની હાલની Aarohan વેબસાઇટ: 48.94 thousand cubic metres = 48.94 million litres = 4.894 કરોડ લિટર

એટલે હાલ દર્શાવાતી ક્ષમતા અગાઉના આંકડા કરતાં આશરે 63.1% વધારે છે. CEEના 2022-23ના અહેવાલમાં 30 મિલિયન લિટરની ક્ષમતા માટે જે કામોનો ઉલ્લેખ છે તેમાં: Water tanks, Pond deepening, Cattle trough, Borewell, Pump house, Pipeline network સામેલ છે.

Apraavaની હાલની વેબસાઇટ પર 48.94 million litresની capacity દર્શાવવામાં આવે છે. એટલે હવે જરૂરી છે કે પ્રોજેક્ટ સંચાલકો સ્પષ્ટ કરે:

  • 2022-23 પછી કેટલા નવા પાણીના કામો થયા?
  • કયા ગામમાં થયા?
  • દરેક કામની capacity કેટલી હતી?
  • કેટલો ખર્ચ થયો?
  • અને 18.94 million litresની વધારાની capacityમાં કયા કામોનો સમાવેશ થાય છે?

Apraavaની સત્તાવાર માહિતી પ્રમાણે Aarohan Project Samana અને Mahidad wind-farm આસપાસના 24 ગામોમાં ચલાવવામાં આવ્યો છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે પ્રોજેક્ટે 30,000 લોકો સુધી પહોંચ બનાવી છે અને 7,400થી વધુ લોકોને piped drinking waterની સુવિધા મળી છે. સાથે 48.94 હજાર cubic metresની additional water-storage capacity ઊભી કરાઈ હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે.

એટલે પાણીની કામગીરી પ્રોજેક્ટનો મુખ્ય ભાગ હોવાનું સ્પષ્ટ થાય છે. અને એ જ કારણે water-storage capacityના આંકડાની ચોક્કસ વિગતો મહત્વપૂર્ણ બની જાય છે.

આરોહણ પ્રોજેક્ટ માત્ર પાણી સુધી મર્યાદિત નથી. Apraavaના જણાવ્યા પ્રમાણે પ્રોજેક્ટના મુખ્ય ત્રણ ફોકસ છે: Water Security + Livelihood + Education.

CEEના 2022-23ના અહેવાલમાં પાણીની કામગીરી સાથે 24 Farmer Clubs, બે FPO અને 96 SHGsનો પણ ઉલ્લેખ છે. આશરે 1,250 ખેડૂતો Farmer Clubs/FPO સાથે જોડાયેલા હોવાનું અને 1,025 મહિલાઓ 96 SHGsમાં જોડાયેલી હોવાનું જણાવાયું છે.

1. 30 મિલિયનથી 48.94 મિલિયન લિટરની capacity કયા સમયગાળામાં વધી?

2. વધેલી 18.94 મિલિયન લિટર capacity કયા ગામોમાં ઊભી થઈ?

3. તેના માટે કેટલા નવા structures બનાવવામાં આવ્યા?

4. દરેક structure પાછળ કેટલો ખર્ચ થયો?

5. 48.94 million litresના આંકડાની સંપૂર્ણ work-wise calculation જાહેર કરી શકાય?

આ મુદ્દો અગાઉની RTI તપાસ સાથે પણ સીધો જોડાય છે. RTIમાં 15 ગામોના કામ, ખર્ચ, bills, estimates અને અન્ય નાણાકીય વિગતો માંગવામાં આવી છે.

CEEના 2022-23ના અહેવાલમાં 3 કરોડ લિટર water-storage capacity દર્શાવવામાં આવી હતી. હાલ Apraavaની સત્તાવાર વેબસાઇટ પર આ આંકડો 4.894 કરોડ લિટર દર્શાવવામાં આવે છે. અટલે 1.894 કરોડ લિટરનો વધારો દેખાય છે.

આ વધારો ખોટો છે એવું કહેવા માટે હાલમાં કોઈ આધાર નથી. પરંતુ આ વધારો કયા કામોથી થયો અને તેના પાછળ કેટલો ખર્ચ થયો, તેની સ્પષ્ટતા મહત્વનો પ્રશ્ન છે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!