--Advertisement here--

₹660 કરોડની Deep Sea Pipelineમાં ભંગાણ પડે તો 70 MLD પાણીનું શું?

On: August 29, 2026 12:29 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
2 દિવસમાં 14 કરોડ અને 3 દિવસમાં 21 કરોડ લિટર! Emergency સમયે આટલા મોટા જથ્થાના treated effluent માટે Plan-B શું છે?
વાપી: વાપી CETPના treated effluentના Deep Sea disposal માટે પ્રસ્તાવિત ₹660.36 કરોડના પ્રોજેક્ટને લઈને હવે એક મહત્વનો સવાલ ઊભો થાય છે—જો દરિયા સુધીની pipelineમાં મોટું ભંગાણ પડે અને તેને રિપેર કરવામાં બે-ત્રણ દિવસ લાગે તો તે દરમિયાન CETPમાંથી નીકળતા 70 MLD પાણીનું શું થશે?
આ પ્રોજેક્ટમાં આશરે 30 કિમીની 1000 mm HDPE pipeline, pumping station તથા buffer/retention ponds સહિતની વ્યવસ્થા સામેલ છે. Tender material મુજબ treated effluentને CETPથી onshore અને ત્યારબાદ offshore pipeline મારફતે Deep Sea સુધી લઈ જવાનું આયોજન છે.
70 MLD એટલે દરરોજ આશરે 7 કરોડ લિટર treated effluent. એટલે—
24 કલાકમાં: 7 કરોડ લિટર
48 કલાકમાં: 14 કરોડ લિટર
72 કલાકમાં: 21 કરોડ લિટર 
pipelineમાં ગંભીર ખામી સર્જાય અને 72 કલાક સુધી Deep Sea discharge બંધ રહે તો આશરે 21 કરોડ લિટર effluent માટે વૈકલ્પિક વ્યવસ્થાનો સવાલ ઊભો થાય છે.
Tenderમાં buffer/retention pondsનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ હાલ ઉપલબ્ધ જાહેર દસ્તાવેજોમાંથી આ pondsની ચોક્કસ કુલ storage capacityને 70 MLDના સતત flow સામે મૂકી તે કેટલા કલાક કે કેટલા દિવસનું emergency storage આપી શકે છે, તે અંગે સ્પષ્ટ ગણતરી કરી શકાય તેવી માહિતી અમારી પાસે નથી.
  • Pipeline 48 કે 72 કલાક બંધ રહે તો 14થી 21 કરોડ લિટર treated effluent ક્યાં જશે?
  • શું કોઈ authorised alternate disposal arrangement છે?
  • શું emergencyમાં જૂની discharge વ્યવસ્થા ઉપયોગમાં લઈ શકાય?
  • શું CETPનો inflow ઘટાડવાનો કોઈ contingency protocol છે?
  • કે પછી buffer/retention ponds જ emergency દરમિયાન મુખ્ય આધાર બનશે?
માત્ર pipeline બંધ થાય એટલે treated effluent ફરી Damangangaમાં છોડવામાં આવશે એવું માનવું યોગ્ય નથી. તેના માટે લાગુ environmental/regulatory permissions અને હાલની મંજૂરીઓ શું કહે છે તે અલગથી ચકાસવું પડશે.
“₹660 કરોડની pipelineમાં emergency failure scenario માટે 24, 48 અને 72 કલાકનું contingency plan શું છે?”
કારણ કે આ માત્ર pipelineનો પ્રશ્ન નથી—CETPમાંથી દરરોજ નીકળતા 7 કરોડ લિટર treated effluentના સતત disposalનો પ્રશ્ન છે.

 

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!