ખાખરા, અથાણાં, મોરિંગા સહિતના ઉત્પાદનોનું Apraavaની મુંબઈ ઓફિસમાં પ્રદર્શન-વેચાણ; કેટલાક ઉત્પાદનો વેચાઈ ગયા, ફરી ઓર્ડર પણ મળ્યા

જામનગરના Samana–Mahidad વિસ્તારના ગામોમાં ચાલતા ‘આરોહણ’ પ્રોજેક્ટની કામગીરી હવે માત્ર ગામડાં સુધી સીમિત નહીં રહેતાં બજાર સાથે જોડાઈ રહી છે. તાજેતરમાં Aarohan Project સાથે જોડાયેલી મહિલાઓના સ્વસહાય જૂથો એટલે કે SHG દ્વારા તૈયાર કરવામાં આવતા ઉત્પાદનોનું મુંબઈમાં પ્રદર્શન અને વેચાણ યોજાયું હતું.
આ કાર્યક્રમ Apraava Energyની મુંબઈ ઓફિસમાં યોજાયો હતો. તેમાં Brand Panchamrut અને Mahidad Farmers Producer Company સાથે જોડાયેલા ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉત્પાદનોમાં ખાખરા, અથાણાં, મોરિંગા આધારિત ઉત્પાદનો સહિત વિવિધ હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોનો સમાવેશ થતો હતો.
Apraava Energyના જણાવ્યા પ્રમાણે કર્મચારીઓ તરફથી ઉત્પાદનોને સારો પ્રતિસાદ મળ્યો અને કેટલાક ઉત્પાદનો વેચાઈ ગયા હતા. એટલું જ નહીં, કેટલાક ઉત્પાદનો માટે ફરીથી ઓર્ડર પણ મળ્યા હતા.
આ પહેલ અચાનક શરૂ થયેલી નથી. Apraavaની Aarohan અંગેની માહિતી પ્રમાણે પ્રોજેક્ટ હેઠળ Samana–Mahidad વિસ્તારમાં લગભગ 1,000 મહિલાઓને farm અને non-farm આધારિત આવક ઊભી કરવાની પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી હતી. પ્રોજેક્ટનો વ્યાપ 24 ગામો સુધી હોવાનું કંપની જણાવે છે.
બીજી તરફ CEEના 2022-23ના અહેવાલમાં 96 SHGsમાં 1,025 મહિલાઓ જોડાયેલી હોવાનું જણાવાયું હતું. આ મહિલાઓમાંથી 500થી વધુને value addition અને enterprise developmentની તાલીમ આપવામાં આવી હતી, જ્યારે 600થી વધુ લાભાર્થીઓને digital અને financial literacy training આપવામાં આવી હતી.
આ સમગ્ર પહેલમાં Mahidad Farmers Producer Company પણ મહત્વની કડી તરીકે સામે આવે છે. CEEના 2022-23ના અહેવાલમાં મહિદડ FPOનો 2023નો turnover ₹9,35,350 અને cumulative turnover આશરે ₹31 લાખ દર્શાવવામાં આવ્યું હતું.
તાજેતરના મુંબઈ કાર્યક્રમમાં પણ Mahidad Farmers Producer Company અને Brand Panchamrut સાથે મળીને ઉત્પાદનો રજૂ કરાયા હતા.આ પહેલનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. પરંતુ હવે તપાસનો આગામી તબક્કો અહીંથી શરૂ થાય છે.
કેટલા SHG ઉત્પાદનોનું વેચાણ થયું?
કુલ કેટલું વેચાણ થયું?
ફરી કેટલા ઓર્ડર મળ્યા?
એક ઉત્પાદન પાછળ મહિલાને કેટલો નફો મળે છે?
Brand Panchamrut અને FPO વચ્ચે આવકનું મોડેલ શું છે?
અને સૌથી મહત્વનું—આ માર્કેટ લિંકેજથી મહિલાઓની વાસ્તવિક આવકમાં કેટલો વધારો થયો?
હાલની જાહેર માહિતીમાં આ તમામ આંકડા ઉપલબ્ધ નથી. એટલે “મહિલાઓની આવકમાં કેટલો વધારો થયો” એવો દાવો આ તબક્કે કરવો યોગ્ય નથી.
અગાઉની અમારી સ્ટોરીમાં આપણે જોયું હતું કે Apraavaના FY 2024-25ના Integrated Reportમાં Aarohan માટે SROI ratio 57.92 દર્શાવવામાં આવ્યો છે. તેમાં Aarohanના પાણી, livelihood અને education interventionsનો સામાજિક પ્રભાવ માપવામાં આવ્યો હોવાનું કંપનીના દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે.
આરોહણ અંગે અત્યાર સુધી ત્રણ અલગ પાસાં સામે આવ્યા છે:
પહેલો — નાણાકીય પારદર્શિતા:
RTIમાં 15 ગામોના ખર્ચ, બિલ, ટેન્ડર અને અન્ય વિગતો અંગે સવાલો.
બીજો — પાણી:
CEEના 2022-23ના અહેવાલમાં 3 કરોડ લિટર અને હાલ Apraavaની વેબસાઇટ પર 4.894 કરોડ લિટરની water-storage capacity દર્શાવાઈ છે.
ત્રીજો — livelihood:
ગામની મહિલાઓના ઉત્પાદનોને હવે મુંબઈ જેવા મોટા શહેરના બજાર સુધી પહોંચાડવાનો પ્રયાસ.
મુંબઈમાં ઉત્પાદન વેચાઈ ગયું—પણ ગામની મહિલાના હાથમાં ખરેખર કેટલા રૂપિયા પહોંચ્યા?
આ સવાલનો જવાબ મળવો Aarohanના livelihood componentની વાસ્તવિક અસર સમજવા માટે સૌથી મહત્વનો રહેશે.






