વાપી: વાપી GIDCના ઉદ્યોગો માટે મહત્વના ગણાતા 70 MLD Deep Sea Effluent Disposal Pipeline Projectને લઈને હવે એક અલગ જ સવાલ ઉભો થયો છે. અંદાજે ₹660.36 કરોડના આ મેગા પ્રોજેક્ટ માટે GIDC દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ બીજી તરફ એક ખાનગી કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર આ જ પ્રોજેક્ટ અંગે અલગથી વિગતવાર લેખ પ્રકાશિત કર્યો છે.
સવાલ એ છે કે—ટેન્ડરનો અંતિમ નિર્ણય પણ આવ્યો નથી, ત્યારે આ ખાનગી કંપનીને Vapiના આ ચોક્કસ પ્રોજેક્ટમાં આટલી વિગતવાર જાહેર રસ કેમ છે?
બીજું આ વિગત VGEL/ VIA એ પોતાની વેબસાઈટ પર મુકવાની હતી. એની જગ્યા ખાનગી કંપની એ મૂકવા પાછળનું કારણ અકબંધ
ખાનગી કંપનીની સત્તાવાર વેબસાઇટ પર “GIDC’s ₹660 Crore Vapi Effluent Pipeline Project: What It Means for Gujarat’s Industrial Infrastructure” શીર્ષકથી લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ લેખમાં માત્ર Vapi અથવા wastewater infrastructure અંગે સામાન્ય માહિતી નથી. તેમાં GIDCના આ ચોક્કસ projectનું નામ, ₹660 કરોડનું મૂલ્ય અને projectની scope અંગે વિગતો આપવામાં આવી છે.
લેખમાં Vapi CETPમાંથી effluentને deep sea disposal location સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા, offshore અને onshore pipeline, pumping station તથા અન્ય infrastructure અંગે ચર્ચા કરવામાં આવી છે.
આ વિગતોને કારણે સ્વાભાવિક રીતે સવાલ થાય છે કે કંપનીએ આ projectને પોતાની website પર વિશેષ રીતે રજૂ કરવાનો નિર્ણય શા માટે લીધો?
હાલના ઉપલબ્ધ સત્તાવાર જાહેર રેકોર્ડના આધારે આવો કોઈ દાવો કરી શકાય તેમ નથી.
Tender ID 297994 / E-Tender Notice No. 20 of 2025-26 અંગે હાલ bidder, technical qualification, financial bid અથવા L1 અંગે સત્તાવાર અંતિમ પરિણામ જાહેર થયાનું પ્રમાણ મળ્યું નથી.
એટલે આ તબક્કે આ જ ખાનગી કંપનીને ₹660 કરોડનો પ્રોજેક્ટ મળ્યો” અથવા તે જ L1 છે એવો દાવો કરવો યોગ્ય નહીં બને.
સવાલ માત્ર એટલો છે કે એક ખાનગી EPC કંપનીએ GIDCના આ ચોક્કસ ₹660 કરોડના Vapi projectને પોતાની corporate website પર અલગથી highlight કેમ કર્યો?
કંપની પોતાની ક્ષમતાઓ અને industry expertise બતાવવા માટે આવો લેખ પ્રકાશિત કરતી હોઈ શકે છે. પરંતુ જ્યારે project હજુ tender પ્રક્રિયામાં હોય ત્યારે આટલી ચોક્કસ project-specific માહિતી સાથેનું public presentation સ્વાભાવિક રીતે વધુ તપાસનો વિષય બની શકે છે.








