--Advertisement here--

100 હેક્ટરથી 900 હેક્ટર સુધી: આરોહણની કામગીરી બાદ બરવાળામાં ₹1.08 કરોડનો વોટરશેડ પ્રોજેક્ટ

On: August 31, 2026 10:18 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જામનગર: આરોહણ પ્રોજેક્ટ હેઠળ મહિદડ ક્લસ્ટરના બરવાળા ગામમાં થયેલી પાણી સંરક્ષણ અને ખેતીલક્ષી કામગીરી બાદ હવે મોટા પાયે વોટરશેડ પ્રોજેક્ટની કડી સામે આવી છે.

CEEના જણાવ્યા મુજબ બરવાળામાં શરૂઆતમાં 100 હેક્ટર વિસ્તારમાં farm bunding, water harvesting અને groundwater recharge જેવી કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ NABARDના અધિકારીઓએ ગામની મુલાકાત લઈને ખેડૂતો, SHG સભ્યો અને Village Watershed Committee સાથે ચર્ચા કરી હતી.

આ કામગીરી બાદ 900 હેક્ટર વિસ્તાર માટે ₹1.08 કરોડના વોટરશેડ પ્રોજેક્ટને મંજૂરી મળ્યાનો CEEનો દાવો છે. પ્રોજેક્ટનો સમયગાળો ચાર વર્ષનો હોવાનું જણાવાયું છે.

આરોહણ પ્રોજેક્ટમાં અગાઉથી જ પાણી સંરક્ષણ અને ટકાઉ ખેતી પર ભાર મૂકવામાં આવ્યો છે. CEEના 2022-23ના અહેવાલમાં પણ આરોહણ હેઠળ પાણી સંગ્રહ અને અન્ય જળસંરક્ષણની કામગીરીનો ઉલ્લેખ છે.

હવે મુખ્ય સવાલ એ છે કે 900 હેક્ટરમાં કયા કામો થશે, ₹1.08 કરોડ કઈ રીતે ખર્ચાશે અને તેનો ખેડૂતોને વાસ્તવિક લાભ કેટલો મળશે?

સૌથી મહત્વની બાબત એ છે કે ₹1.08 કરોડને આરોહણ પ્રોજેક્ટનો ખર્ચ માનવો નહીં. ઉપલબ્ધ માહિતી મુજબ આ NABARDના અલગ વોટરશેડ પ્રોજેક્ટની મંજૂર રકમ છે.

આરોહણની તપાસમાં હવે સવાલ 100 હેક્ટરથી વધીને 900 હેક્ટર સુધી પહોંચ્યો છે.

સોર્સ: CEE તથા Apraava Energyના જાહેર દસ્તાવેજો/અપડેટ્સ.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!