--Advertisement here--

સરીગામ લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓનો SGFI એથ્લેટિક્સમાં દબદબો, વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન

On: September 3, 2026 7:55 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દોડ, બરછી ફેંક, ગોળાફેંક, સ્વિમિંગ અને બેડમિન્ટનમાં વિદ્યાર્થીઓએ મેળવ્યા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન

સરીગામ, ઉમરગામ: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત SGFI ટુર્નામેન્ટની તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.

એથ્લેટિક્સ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ ઈવેન્ટમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. 100 મીટર દોડમાં ધ્રુવ હળપતિએ પ્રથમ સ્થાન, જ્યારે 400 મીટર દોડમાં સાર્થક સિંગે પ્રથમ અને દર્શીલ પાઠકે તૃતીય સ્થાન મેળવ્યું હતું. 1500 મીટર દોડમાં આયુષ પટેલે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

આ ઉપરાંત બરછી ફેંકમાં ઉત્કર્ષ પાંડેએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અન્ય સ્પર્ધાઓમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. ગોળાફેંકમાં યજ્ઞા નાયક, આર્યન ધનેશા અને ગોવિંદ ચૌહાણે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. યુહાન ફીરસ્તાએ પણ પોતાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.

એથ્લેટિક્સ ઉપરાંત અતુલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં રિયાન્સી અગ્રવાલે 50 મીટર ફ્રીસ્ટાઇલમાં પ્રથમ સ્થાન મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી.

બેડમિંટન સ્પર્ધામાં પણ લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો હતો. નિકીશા સ્વામીએ તૃતીય સ્થાન, જ્યારે સૂચિ દુમે છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ તેમનો ઉત્સાહ, ધગશ અને અથાગ પરિશ્રમ તેમજ શાળાના પી.ટી. વિભાગના શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હોવાનું શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું. વિવિધ સ્પર્ધાઓમાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓ હવે આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

વિદ્યાર્થીઓની આ સફળતાને પગલે શાળા પરિસરમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. ગજેરા ટ્રસ્ટના પ્રમુખ વસંતભાઈ ગજેરા, શાળાના આચાર્ય પ્રવીણ પવાર તેમજ સમગ્ર લક્ષ્મી શાળા પરિવારે તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવી આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

📌 હાઇલાઇટ્સ
🥇 100 મીટર દોડ — ધ્રુવ હળપતિ

🥇 400 મીટર દોડ — સાર્થક સિંગ

🥉 400 મીટર દોડ — દર્શીલ પાઠક

🥉 1500 મીટર દોડ — આયુષ પટેલ

🥇 બરછી ફેંક — ઉત્કર્ષ પાંડે

🥇 યુહાન ફીરસ્તા — પ્રથમ સ્થાન

🥉 ગોળાફેંક — યજ્ઞા નાયક, આર્યન ધનેશા, ગોવિંદ ચૌહાણ

🥇 50 મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ — રિયાન્સી અગ્રવાલ

🥉 બેડમિંટન — નિકીશા સ્વામી

6️⃣ બેડમિંટન — સૂચિ દુમ

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!