--Advertisement here--

વાપીની શ્રી એલ.જી. હરિયા સ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી: ગોકુળમય બન્યું શાળા પરિસર

On: September 3, 2026 9:20 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી સ્થિત શ્રી એલ.જી. હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલમાં 3 સપ્ટેમ્બર 2026ના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વ અત્યંત ઉત્સાહ અને પરંપરાગત શૈલીથી ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

મંગલ આરતી અને રાધા-કૃષ્ણ વેશભૂષા: દિવસની શરૂઆત શ્રીકૃષ્ણની મંગલમય આરતીથી થઈ હતી. પ્રિ-પ્રાઇમરી વિભાગના નાના ભૂલકાંઓ રાધા અને કૃષ્ણની મનોહર વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા, જેનાથી શાળાનું સમગ્ર પરિસર ગોકુળ જેવું જીવંત બન્યું હતું. શિક્ષકો દ્વારા બાળકોને પર્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

પ્રિ-પ્રાઇમરી મટકી ફોડ: નાના બાળકો માટે ખાસ મટકી ફોડ તેમજ ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ખૂબ આનંદપૂર્વક ભાગ લીધો હતો.

હાયર સેકન્ડરી ઇન્ટર-હાઉસ સ્પર્ધા: શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા આકાશ, પવન, અગ્નિ અને પૃથ્વી એમ 4 હાઉસ વચ્ચે રોમાંચક ઇન્ટર-હાઉસ મટકી ફોડ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બોયઝ અને ગર્લ્સ બંને કેટેગરીમાં આકાશ હાઉસ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતા બન્યું હતું.

તમામ વિજેતા વિદ્યાર્થીઓને શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ.કે. શાહ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિમલ હરિયા, શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પોલ તથા સમગ્ર સ્ટાફ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

Also read

ભાવનગરના પર્યાવરણપ્રેમી ડૉ. તેજસ દોશીનું અનોખું સન્માન, ભારતીય ટપાલ વિભાગે તસવીર સાથેની ‘માય સ્ટેમ્પ’ ટિકિટ બનાવી

કરવડમાં RCC પાઇપ ઉત્પાદનનો વ્યવસાય: બજારની માંગથી લઈને પાણી અને પર્યાવરણીય જવાબદારી સુધી શું જાણવું જરૂરી?

ડુંગરા GIDCમાં ડ્રેનેજના કામમાં લાલિયાવાડીના આક્ષેપો! કરોડોના પ્રોજેક્ટમાં ગુણવત્તા સામે સવાલો

દિવ્ય ભાસ્કર વલસાડ આવૃત્તિનું રજિસ્ટ્રેશન CEASED: સરકારી જાહેરાતો અને પત્રકારોના એક્રેડિટેશન પર શું અસર થશે?

વાપીમાં દશેરા પૂર્વે ફાફડા-જલેબીની ધૂમ, રજવાડીના સ્ટોલ પર મોડી રાત સુધી ભીડ

ફણસામાં રબર રિસાયક્લિંગ એકમ અંગે સવાલો: CPCBના રેકોર્ડમાં Dashmesh, Jayam Reviveના સરનામામાં પણ પ્લોટ નં. 5નો ઉલ્લેખ

error: Content is protected !!