--Advertisement here--

₹10 કરોડના ‘નમો કમલમ’નો આખો હિસાબ ક્યાં?

On: September 8, 2026 3:45 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

40 હજાર ચોરસ ફૂટના હાઇટેક BJP કાર્યાલયનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન; જમીન, બાંધકામ અને હાઇટેક સુવિધાઓનો વાસ્તવિક ખર્ચ કેટલો?

નવસારીમાં ભાજપનું નવું ‘નમો કમલમ’ કાર્યાલય તૈયાર થઈ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન પણ કરી દીધું છે.

લગભગ 40 હજાર ચોરસ ફૂટના આ કાર્યાલયનો ખર્ચ ₹10 કરોડથી વધુ હોવાનું જાહેર થયું છે. અહીં આધુનિક ટેક્નોલોજી, AI, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, ઓડિટોરિયમ અને કોન્ફરન્સ હોલ જેવી સુવિધાઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પરંતુ હવે સવાલ છે— આ ₹10 કરોડમાં જમીનની કિંમત સામેલ છે કે માત્ર બાંધકામ અને અન્ય ખર્ચ? જમીનનો ચોક્કસ સર્વે નંબર, માલિકી, ખરીદી કિંમત અને બાંધકામના ખર્ચનું વિગતવાર બ્રેકઅપ જાહેરમાં હજુ સ્પષ્ટ જોવા મળતું નથી.

નવસારીના કબિલપોર વિસ્તારમાં હાલના જમીનના જાહેર માર્કેટ રેટને આધારે માત્ર એક અંદાજ કરીએ તો જમીન અને બાંધકામની વાસ્તવિક કિંમત ₹10 કરોડથી ઘણી અલગ હોઈ શકે છે.

એટલે સવાલ આરોપનો નહીં, પારદર્શિતાનો છે— ‘નમો કમલમ’ પાછળ જમીનથી લઈને બાંધકામ સુધી ખરેખર કેટલો ખર્ચ થયો?

આ વિગતો જાહેર થશે તો ₹10 કરોડના આંકડાની સાચી તસવીર સામે આવી શકે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!