Bid submission બંધ થયાને દિવસો વીતી ગયા, છતાં bidder, technical qualification અને L1 અંગે જાહેર માહિતી નહીં

વાપીના ₹660 કરોડથી વધુના મહત્વાકાંક્ષી Deep-Sea Effluent Disposal Projectને લઈને હવે પારદર્શિતાનો સવાલ ઊભો થયો છે.
GIDCના E-Tender Notice No. 20 of 2025-26 અને Tender ID 297994 હેઠળ 70 MLD ક્ષમતાની CETP effluent disposal pipeline માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પ્રોજેક્ટની અંદાજિત કિંમત ₹660.36 કરોડ છે.
ટેન્ડરની bid submission પ્રક્રિયા 29 ઑગસ્ટ 2026એ પૂર્ણ થઈ હોવાનો records દર્શાવે છે. એક public trackerમાં bid opening માટે 7 સપ્ટેમ્બર 2026ની તારીખ પણ દર્શાવવામાં આવી છે. પરંતુ હવે સવાલ એ છે કે—
ટેન્ડરમાં કુલ કેટલા bidders આવ્યા?
કઈ કંપનીઓએ bid કરી?
Technical bidમાં કોણ qualified થયું?
Financial bid ખોલાઈ કે નહીં?
L1 bidder કોણ છે?
જાહેર રીતે ઉપલબ્ધ recordsમાં હાલ આ અંગે કોઈ સ્પષ્ટ bidder-wise result, bid-opening sheet, L1, LOA કે work order જોવા મળતો નથી.
₹660 કરોડથી વધુના જાહેર પ્રોજેક્ટમાં bid opening બાદ biddersની સંખ્યા, technical qualification અને financial outcome જેવી માહિતી ક્યારે અને ક્યાં જાહેર થશે—એ જાણવાનો હક જાહેર જનતાનો છે.
હવે નજર GIDC પર છે. ₹660 કરોડના આ પ્રોજેક્ટમાં ટેન્ડર પ્રક્રિયા આગળ વધી છે કે પરિણામ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે?
જવાબની રાહ છે.






