₹660.36 કરોડની Deep-Sea Pipelineમાં ઉદ્યોગકારોનો હિસ્સો કેટલો? ₹132 કરોડ, ₹165 કરોડ કે પછી Free? સરકારના બજેટમાં ₹1012 કરોડ…

વાપીના ઉદ્યોગજગત માટે વર્ષોથી ચર્ચાતો Deep-Sea Effluent Disposal Pipeline Project હવે ₹660.36 કરોડના ટેન્ડર સુધી પહોંચી ગયો છે. પરંતુ હવે સવાલ માત્ર એટલો નથી કે ટેન્ડરમાં કેટલા bidders આવ્યા અને L1 કોણ છે. સવાલ એ પણ છે કે આખા projectનું સાચું ગણિત શું છે અને ઉદ્યોગકારોએ ખરેખર કેટલા રૂપિયા ચૂકવવાના છે?
Vapi Industries Association એટલે કે VIAના પોતાના જાહેર રેકોર્ડમાં Deep-Sea Pipelineને લાંબા સમયથી pending project તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
ડિસેમ્બર 2024માં VIAએ જણાવ્યું હતું કે હવે રાજ્ય સરકાર આ project execute કરશે અને Industries Membersએ માત્ર 20% project cost contribute કરવાની રહેશે.
પરંતુ હવે આવીએ હાલના GIDC tender પર. GIDCના E-Tender Notice No. 20 of 2025-26 / Tender ID 297994 હેઠળ 70 MLD offshore અને onshore effluent disposal pipeline, pumping station, electro-mechanical તથા allied infrastructure સાથે પાંચ વર્ષના O&M માટે estimated cost ₹660.36 કરોડ રાખવામાં આવ્યો છે.
હવે ₹660.36 કરોડનું મુખ્ય ગણિત જુઓ

₹660.36 કરોડમાં 20% પહેલેથી સામેલ છે? કે ₹660.36 કરોડ Governmentનો 80% હિસ્સો છે અને 20% Industryનો હિસ્સો અલગ છે? કે Industry contribution tender valueની બહાર અલગથી વસૂલવાનું છે? આમાંથી ખરેખર કયું funding structure લાગુ પડે છે, તેની સત્તાવાર સ્પષ્ટતા જરૂરી છે.
જાન્યુઆરી 2025ની VIAની નોંધમાં તો આ projectથી ઉદ્યોગકારોના આશરે ₹200 કરોડ બચશે એવી વાત પણ કરવામાં આવી હતી. 2023માં ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અંગે Indian Expressના અહેવાલમાં Vapi Deep-Sea Pipeline માટે ₹1,012 કરોડનો estimated project cost દર્શાવવામાં આવ્યો હતો.
એ જ અહેવાલમાં Vapi સહિતના Deep-Sea projects માટે Industry અને Government વચ્ચે 20:80 funding ratioની વાત પણ કરવામાં આવી હતી. ₹1,012 કરોડના 20% એટલે આશરે ₹202.40 કરોડ. અર્થાત્ VIAએ બાદમાં જે આશરે ₹200 કરોડની બચતની વાત કરી હતી, તે જૂના 20% industry-shareના ગણિત સાથે લગભગ મેળ ખાય છે.
હવે જૂના ₹1,012 કરોડ સામે આજનું ગણિત
જો 2023નો ₹1,012 કરોડનો આંકડો કુલ project cost હતો અને 20:80 ratio લાગુ હતો, તો:
- કુલ project: ₹1,012 કરોડ
- Industry 20%: ₹202.40 કરોડ
- Government 80%: ₹809.60 કરોડ
પરંતુ આજે GIDC tender— ₹660.36 કરોડ. એટલે બંને આંકડા વચ્ચેનો તફાવત લગભગ— ₹351.64 કરોડ!
- આટલો મોટો તફાવત કેમ?
- શું projectનું scope બદલાયું?
- શું pipelineની length અથવા specification બદલાઈ?
- શું projectમાંથી કોઈ component કાઢવામાં આવ્યો?
- શું ₹1,012 કરોડ જૂનો estimate હતો?
- શું funding pattern બદલાયું?
- કે બંને આંકડા અલગ scopeના project માટે છે?
આનો જવાબ સત્તાવાર રીતે મળવો જરૂરી છે.
VIAએ જ્યારે કહ્યું હતું કે ઉદ્યોગકારોના આશરે ₹200 કરોડ બચશે અને industriesએ માત્ર 20% contribution આપવાનું રહેશે, ત્યારે એ 20% કયા કુલ project costના આધારે હતું? જો તે સમયે ₹1,012 કરોડનો project હતો, તો 20% આશરે ₹202.40 કરોડ. આજે ₹660.36 કરોડને કુલ project cost માનીએ તો 20% માત્ર ₹132.07 કરોડ.
તો— શું ઉદ્યોગકારોનો હિસ્સો ₹202 કરોડમાંથી ઘટીને ₹132 કરોડ થયો છે? કે— હવે ઉદ્યોગકારોએ 20% પણ ચૂકવવાનું નથી? જો નથી ચૂકવવાનું, તો અગાઉ જાહેર કરાયેલી 20% contributionની વાતનું શું થયું?
અને જો હજુ ચૂકવવાનું છે, તો— આ રકમ કોના નામે ચૂકવવાની?
VIA? VGEL? VCRA? GIDC? કે સીધી રાજ્ય સરકારને?
- કયા agreement હેઠળ?
- કઈ formula પ્રમાણે?
- કયા ઉદ્યોગ પાસેથી કેટલું?
- આ માહિતી જાહેર કેમ નથી?
- આ માત્ર પૈસાનો સવાલ નથી : આ Deep-Sea Pipelineને વાપીના ઉદ્યોગોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ project તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
- વર્ષો સુધી સરકાર સમક્ષ રજૂઆતો થઈ.
- ઉદ્યોગકારોના કરોડો રૂપિયા બચશે એવું કહેવામાં આવ્યું.
- સરકાર project execute કરશે એવું જણાવાયું.
- હવે project ₹660.36 કરોડના tender સુધી પહોંચી ગયો છે.
પરંતુ હવે— કેટલા bidders આવ્યા? કોણ qualified થયું? L1 કોણ છે? Work Order ક્યારે આવશે? આખરે project કેટલાનો છે અને ઉદ્યોગકારો પાસેથી કેટલા રૂપિયા લેવાશે? એક તરફ જૂનો આંકડો— ₹1,012 કરોડ બીજી તરફ હાલનું GIDC tender-₹660.36 કરોડ
અને વચ્ચે— 20% Industry Contribution તો પછી સાચું ગણિત કયું? ₹132 કરોડ? ₹165 કરોડ? ₹202 કરોડ? કે હવે ઉદ્યોગકારો પાસેથી 20% contribution લેવાનું જ નથી?
આ જવાબ GIDC, રાજ્ય સરકાર અને વાપીના ઉદ્યોગ સંગઠનોએ જાહેરહિતની ધ્યાને રાખી આપવો જોઈએ. કારણ કે ઉદ્યોગકારોને વર્ષોથી “Deep-Sea Pipeline આવશે” એવું Dream બતાવવામાં આવ્યું હતું. હવે Dream Projectનું tender આવી ગયું છે.
તો સાહેબ… Dream બતાવ્યા પછી હવે ચુપકીદી કેમ? અને જો ઉદ્યોગકારોના પૈસા હજુ પણ લાગવાના હોય—તો હિસાબ પણ જાહેર કરો.






