ઇન્ટર સ્કૂલ સાયન્સ એક્ઝિબિશનમાં બંને ગ્રુપમાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું

વાપી: સેલવાસ સ્થિત પ્રભાત સ્કોલર્સ એકેડેમી દ્વારા 7 સપ્ટેમ્બર, 2026ના રોજ આયોજિત ઇન્ટર સ્કૂલ સાયન્સ એક્ઝિબિશનમાં વાપીની શ્રી એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બંને ગ્રુપમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.

સ્પર્ધાના ગ્રુપ-1માં ધોરણ 6ની પ્રતિષ્ઠા પાંડે, અદિતિ મિશ્રા અને વંશ તિવારીની ટીમે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે ગ્રુપ-2માં ધોરણ 8ની અંશિકા મિશ્રા તથા ધોરણ 9ના હેનીલ પટેલ અને આર્યન મિશ્રાની ટીમે પણ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.

વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન એ. કે. શાહ, મેનેજિંગ ટ્રસ્ટી બિમલ હરિયા તથા શાળાના આચાર્ય બીન્ની પોલ અને સમગ્ર સ્ટાફે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
સાયન્સ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ દર્શાવેલી વૈજ્ઞાનિક વિચારસરણી, સર્જનાત્મકતા અને પ્રસ્તુતિ બદલ શાળામાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.






