--Advertisement here--

વાપી રેલવે સ્ટેશનના પ્રશ્નો ફરી ZRUCCમાં ગુંજ્યા, 2022ના પ્રસ્તાવોનું શું થયું?

On: September 11, 2026 11:07 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી, 11 સપ્ટેમ્બર 2026: વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને અવરજવર વધુ સરળ બનાવવા માટે કપરાડાના ધારાસભ્ય તથા પશ્ચિમ રેલવેની ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ZRUCC)ના સભ્ય જીતુભાઈ એચ. ચૌધરીએ ZRUCCની બેઠકમાં વાપી સ્ટેશનને લગતા વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા.

રજૂઆતમાં સ્ટેશનના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની અછત દૂર કરવા, ઉત્તર બાજુ મુસાફરો માટે શૌચાલય અને મૂત્રાલયની સુવિધા ઉભી કરવા તેમજ પ્લેટફોર્મ નં. 1, 2 અને 3 પર સ્પષ્ટ સાઇનેજ લગાવવાની માંગ કરવામાં આવી હતી.

મહિલા મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ મહિલા પ્રતીક્ષાલય બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત A/C પ્રતીક્ષાલયમાં એટેન્ડન્ટની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી.

મુસાફરોની અવરજવરમાં સરળતા રહે તે માટે પાર્સલ બુકિંગ ઓફિસને સ્ટેશનની દક્ષિણ બાજુ, શક્ય હોય તો RPF ઓફિસની આગળ ખસેડવાની રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ પ્લેટફોર્મ નં. 1 અને 2 પરના રેમ્પને પૂર્વ દિશા તરફ વિસ્તૃત કરવાની માંગ કરાઈ હતી, જેથી વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મુસાફરોને વધુ સુવિધા મળે અને ફૂટ ઓવર બ્રિજ પરનો ભાર પણ ઘટાડી શકાય.

જોકે, આ રજૂઆતોમાં કેટલાક મુદ્દા એવા છે જે અગાઉ પણ રેલવેના રેકોર્ડમાં આવી ચૂક્યા છે. પશ્ચિમ રેલવેના 2022ના ZRUCC Compliance Reportમાં વાપી સ્ટેશન માટે Parcel Officeનું સ્થળાંતર, Ladies Waiting Roomની જોગવાઈ તેમજ ઉત્તર અને દક્ષિણ FOBને પૂર્વ તરફ લંબાવવાના પ્રસ્તાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આથી સવાલ એ છે કે ચાર વર્ષ અગાઉ રેલવેના રેકોર્ડમાં આવેલા આ પ્રસ્તાવો પૈકી અત્યાર સુધી કેટલા કામ પૂર્ણ થયા છે અને કેટલા હજુ બાકી છે?

બીજી તરફ, 2026ના રેલવેના દસ્તાવેજોમાં વાપી માટે નવા Waiting Hall/Room, General Waiting Room અને East Booking Officeના Renovation સહિતના કામો આગળ વધતા હોવાનું જોવા મળે છે. જોકે, આ નવા Waiting Hallને 2022માં પ્રસ્તાવિત Ladies Waiting Room સાથે સમાન ગણવું યોગ્ય નથી.

વાપી રેલવે સ્ટેશનનું મહત્વ પણ સતત વધી રહ્યું છે. જુલાઈ 2026ના લોકસભા જવાબ મુજબ વાપી સ્ટેશનને 210 ટ્રેન સેવાઓ મળે છે, જેમાં ચાર Vande Bharat સેવાઓનો પણ સમાવેશ થાય છે.

આ પરિસ્થિતિમાં વાપી સ્ટેશન પર વધતી મુસાફરોની અવરજવર વચ્ચે સુવિધાઓમાં સુધારો જરૂરી છે. પરંતુ સાથે જ 2022થી અત્યાર સુધીના પ્રસ્તાવો અને હાલના કામોની વાસ્તવિક સ્થિતિ પણ સ્પષ્ટ થવી જરૂરી છે.

સવાલ હવે એટલો જ છે—2022માં જે કામો પ્રસ્તાવિત થયા હતા, 2026 સુધીમાં વાપી રેલવે સ્ટેશન પર તેનું કેટલું અમલીકરણ થયું?

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!