--Advertisement here--

₹660 કરોડના વાપી Deep-Sea Tenderની વિગતો હવે સરકારી ટેન્ડર પોર્ટલ પર કેમ દેખાતી નથી?

On: September 12, 2026 8:12 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

GIDCના સરકારી ટેન્ડર પોર્ટલ પર “70 MLD Pipeline Vapi” સર્ચ કરતાં “No Data Available in Table” — ટેન્ડરનું પરિણામ, bidder અને award status અંગે સ્પષ્ટતા ક્યારે?

વાપીના લાંબા સમયથી રાહ જોવાતા 70 MLD CETP Deep-Sea Effluent Disposal Pipeline Project અંગે ફરી એક મહત્વનો સવાલ ઊભો થયો છે.

₹660.36 કરોડના આ પ્રોજેક્ટ માટે GIDC દ્વારા E-Tender Notice No. 20 of 2025-26, Tender ID 297994 બહાર પાડવામાં આવ્યો હતો. ટેન્ડરની bidding પ્રક્રિયા 29 ઓગસ્ટ 2026એ પૂર્ણ થઈ હોવાનું ઉપલબ્ધ રેકોર્ડ પરથી સામે આવે છે.

હવે અમારી નજર GIDCના પોર્ટલ પર ગઈ. પોર્ટલ પર “70 MLD Pipeline Vapi” સર્ચ કરતાં હાલમાં પરિણામની જગ્યાએ સ્પષ્ટ રીતે: “No Data Available in Table” એવું દર્શાઈ રહ્યું છે.

ટેન્ડર પોર્ટલ પર કોઈ search result ન દેખાવાના અનેક ટેકનિકલ અથવા પ્રક્રિયાત્મક કારણો હોઈ શકે. પરંતુ ₹660.36 કરોડના આટલા મોટા જાહેર પ્રોજેક્ટમાં હવે કેટલાક સવાલોનો જવાબ જરૂરી બની જાય છે.

1. Tender ID 297994ની હાલની સત્તાવાર સ્થિતિ શું છે?
2. Tender closing બાદ bid-openingની સત્તાવાર માહિતી જાહેર થઈ છે કે નહીં?
3. કુલ કેટલા biddersએ bid કરી?
4. biddersના નામ અને technical qualificationની વિગતો ક્યાં ઉપલબ્ધ છે?
5. Financial bids ખોલવામાં આવી છે કે હજુ evaluation પ્રક્રિયા ચાલુ છે?
6. L1 bidder નક્કી થયો છે કે નહીં?
7. LOA અથવા Work Order જારી થયો છે કે નહીં?
8. જો award થઈ ગયો હોય તો તેની વિગતો portal પર કેમ દેખાતી નથી?
9. અને જો award હજુ થયો જ નથી, તો portal પર “No Data Available” દેખાવાનું કારણ શું છે?

એક મહત્વની બાબત GIDCની પોતાની official tender archiveમાં Tender No. 20 of 2025-26 હજુ પણ જોવા મળે છે. એટલે હાલ ઉપલબ્ધ પુરાવાના આધારે એટલું જ કહી શકાય કે: GIDCની archiveમાં tender record છે, પરંતુ ટેન્ડર portalના દર્શાવાયેલા search resultમાં “No Data Available” દેખાય છે.

આ બંને વચ્ચેનો તફાવત જ હવે તપાસનો વિષય છે. આ સામાન્ય ટેન્ડર નથી. ₹660.36 કરોડના ખર્ચ સાથે 70 MLD industrial effluent disposal માટેની આ pipeline વાપીના ઉદ્યોગ વિસ્તાર અને પર્યાવરણ બંને માટે મહત્વપૂર્ણ છે.

તેથી હવે લોકો જાણવા માંગે છે— ટેન્ડર કોને મળ્યું? કેટલા bidders આવ્યા? કેટલા qualify થયા? L1 કોણ છે? કેટલી રકમમાં કામ મળવાનું છે? અને Work Order ક્યારે થશે? આ જાહેર પ્રોજેક્ટની પારદર્શિતાને લગતી સામાન્ય અને યોગ્ય માહિતી છે.

₹660.36 કરોડના પ્રોજેક્ટનું ટેન્ડર બંધ થઈ ગયું… હવે તેની પ્રક્રિયા કયા તબક્કે છે? GIDC અને સંબંધિત સત્તાવાળાઓએ આ અંગે સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!