--Advertisement here--

‘મારા સપનાનું ભારત’ વિષય પર ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

On: September 19, 2026 6:34 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપીના સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ રજૂ કર્યા વિકસિત ભારતના સપના

વાપી, તા. ૧૯: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે આવેલા વચનામૃતમ હોલમાં ‘મારા સપનાનું ભારત’ વિષય પર ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ તથા શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ બંને સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને નૃત્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ‘મારા સપનાનું ભારત’ વિષય પર તૈયાર કરેલા વિવિધ ચિત્રોનું મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ચિત્રો અને વક્તવ્યો દ્વારા ભારતના ભવિષ્ય, વિકાસ, સંસ્કૃતિ, ટેકનોલોજી તથા રાષ્ટ્રનિર્માણ અંગેના વિચારો રજૂ કર્યા હતા.

ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાના વિવિધ વિભાગોમાં પ્રથમ ત્રણ ક્રમે રહેલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સંચાલક મંડળના પૂજ્ય રામ સ્વામી તથા એકેડેમિક ડાયરેક્ટર ડો. શૈલેષ લુહારે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. પૂજ્ય રામ સ્વામીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૪૭માં આપણો દેશ ક્યાં હશે તે વડાપ્રધાનશ્રીની સંકલ્પનાનો વિષય છે. તેમણે દીર્ઘદ્રષ્ટિ સાથે દેશને વિકસિત બનાવવાનું જે સ્વપ્ન જોયું છે, તેને સાકાર કરવા સૌએ સાથે મળીને યોગદાન આપવું જોઈએ.

ડો. શૈલેષ લુહારે જણાવ્યું હતું કે દેશને આગળ વધારવો હોય તો આજની પેઢીએ પોતાના વિચારોમાં પરિવર્તન લાવવું પડશે. તેમણે વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિ અને ધર્મ સાથે ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ વિશેષ પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રીમતી બીએનબી સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના પ્રિન્સિપલ ડો. સચિન નારખેડે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મિડિયમ તથા શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ઇંગ્લિશ મિડિયમના આચાર્ય રીનાબેન દેસાઈ, શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ગ્રાન્ટેડના આચાર્ય દક્ષાબેન પટેલ, શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ગુજરાતી મિડિયમના આચાર્ય ચંદ્રવદન પટેલ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા તન્વીબેન પટેલ તથા શિખાબેન નાયકે કર્યું હતું.

 

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!