--Advertisement here--

IITમાં પ્રવેશ મેળવી વાપીની હરિયા સ્કૂલના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વધાર્યું ગૌરવ

On: September 19, 2026 7:27 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મિશાલ રાયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા એન્જિનિયરિંગ તથા વૈંકટેસ પગારેએ ડેટા સાયન્સ એન્ડ એનાલિટિક્સમાં મેળવી સિદ્ધિ

વાપી: શ્રી એલ.જી. હરિયા મલ્ટીપર્પઝ હરિયા સ્કૂલ, વાપી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. શાળાના 2026 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મિશાલ રાય અને વૈંકટેસ પગારેએ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

મિશાલ રાયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા એન્જિનિયરિંગ જ્યારે વૈંકટેસ પગારેએ ડેટા સાયન્સ એન્ડ એનાલિટિક્સ ક્ષેત્રમાં IIT ખાતે પ્રવેશ મેળવી શાળા, માતા-પિતા અને સમગ્ર હરિયા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

બંને વિદ્યાર્થીઓની આ સિદ્ધિ તેમની મહેનત, નિયમિતતા અને અભ્યાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ હોવાનું શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું. વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવતાં શાળા પરિવાર તરફથી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

શાળાના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને સતત મહેનત અને નિયમિતતા જાળવી રાખવા પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, “આકાશ જ તમારી સીમા છે.”

શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિમલ હરિયા, શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ તથા સમગ્ર સ્ટાફે બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!