વાપી GIDCમાં ખેતીવાડી વિભાગે એક બંધ કન્ટેનરમાંથી 720 બેગ એટલે કે આશરે 36 ટન યુરિયાનો શંકાસ્પદ જથ્થો ઝડપી સમગ્ર માલ સીઝ કર્યો છે.

બેગ પર “Technical Grade Urea”, “46% Nitrogen” અને “For Industrial Use Only” લખેલું છે. કેટલીક બેગ પર Made in Vietnam પણ દર્શાવાયું છે.

ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ કન્ટેનર મુંબઈથી સુરત જવાનું હતું અને E-Way Billમાં પણ સુરત દર્શાવાયું છે. તેમ છતાં કન્ટેનર વાપી GIDCમાં કેમ આવ્યું અને જાહેર રોડ પર કેમ પાર્ક કરવામાં આવ્યું, તેની તપાસ ચાલી રહી છે.

કન્ટેનરમાં ડ્રાઈવર અને ક્લીનર સહિત બે વ્યક્તિઓ હતા. તેમની પાસેથી E-Way Bill પણ મળ્યું છે. હાલ ખેતીવાડી વિભાગે સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ શરૂ કરી છે. મુંબઈથી આ જથ્થો કોણે ભરાવ્યો, કોને મોકલવામાં આવ્યો અને વાપી આવવાનું કારણ શું હતું—તે સહિતની તમામ કડીઓ તપાસવામાં આવી રહી છે.

સેમ્પલ રિપોર્ટ અને દસ્તાવેજોની તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ જથ્થો ખરેખર Industrial Grade Urea છે કે સબસિડીવાળા કૃષિ યુરિયાની કોઈ ગેરરીતિ સામે આવે છે. તપાસ બાદ જરૂર પડ્યે સંબંધિત કંપની સામે ફરિયાદ નોંધાશે.
720 બેગ… 36 ટન યુરિયા… મુંબઈથી સુરતનો E-Way Bill… અને કન્ટેનર વાપીમાં કેમ? હવે નજર છે લેબ રિપોર્ટ અને E-Way Billની સંપૂર્ણ કડી પર.

ઉલ્લેખનીય છે કે, ફોટામાં દેખાતી બેગો પર:
“TECHNICAL GRADE UREA”
“NITROGEN 46%”
“FOR INDUSTRIAL USE ONLY”
“NET WEIGHT – 50 KGS”
અને કેટલીક બેગ પર “MADE IN VIETNAM” જેવા ઉલ્લેખ જોવા મળે છે. આ વિગતોને કારણે પ્રથમ નજરે આ માલને Technical Grade/Industrial Urea તરીકે દર્શાવવામાં આવ્યો હોવાનો દાવો થાય છે.
ભારતમાં Technical Grade Urea ખરેખર એક અલગ industrial product તરીકે વેચાય છે. સરકારી કંપની GSFC પણ Technical Grade Ureaને અલગ industrial product તરીકે દર્શાવે છે અને તેના ઉપયોગોમાં dyes & pigments, urea-formaldehyde resin, plywood/adhesives તથા diesel exhaust fluid જેવા industrial applicationsનો ઉલ્લેખ કરે છે. GSFCના Technical Grade Ureaની packing 50 kg PP bagsમાં હોવાનું પણ દર્શાવાયું છે.
SPIC પણ imported Technical Grade Urea માટે 50 kg bags, 46% nitrogen અને industrial applications દર્શાવે છે.
પરંતુ… આ જ મુદ્દો તપાસને રસપ્રદ બનાવે છે.
શું કન્ટેનરમાં ખરેખર Technical Grade Urea જ છે કે સબસિડીવાળું કૃષિ યુરિયા Industrial Grade તરીકે દર્શાવવામાં આવ્યું છે? તેનો જવાબ લેબોરેટરી રિપોર્ટ અને દસ્તાવેજોની ચકાસણી બાદ જ મળી શકશે.






