--Advertisement here--

25 વર્ષ બાદ વાપીથી બોર્ડર વિલેજ સુધી વિદ્યાર્થી બસ સેવા શરૂ

On: October 6, 2026 7:49 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલવાડા, અચ્છારી, બોરીગામ અને કચીગામના વિદ્યાર્થીઓને મળશે સીધો પરિવહન લાભ

વાપી: બોર્ડર વિસ્તારના ગામડાઓ તેમજ શાળાએ આવતા વિદ્યાર્થીઓની પરિવહનની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને વાપી એસટી ડેપો દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વલસાડ વિભાગના અધિકારીઓના માર્ગદર્શન અને વિભાગીય નિયામક શ્રી માત્રોજા સાહેબના સૂચનથી વાપીથી વલવાડા, અચ્છારી, બોરીગામ અને કચીગામ સુધી નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વાપી–કરમબેલી–વલવાડા–અચ્છારી–બોરીગામ–કચીગામ રૂટ પર આશરે 25 વર્ષ બાદ ફરી વિદ્યાર્થી બસ સેવા શરૂ થઈ છે.

આ બસ સેવાનો ખાસ કરીને બોરીગામ અને કચીગામ વિસ્તારના અંદાજે 40 જેટલા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને લાભ મળશે.

બસ સેવા શરૂ થવાના પ્રસંગે બોરીગામ પ્રાથમિક શાળાના આચાર્ય છાયાબેન લાડ, વાપી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ તથા બોરીગામના સરપંચ અશોકભાઈ પટેલ દ્વારા બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

લાંબા સમય બાદ બસ સેવા શરૂ થતાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવી બસ સેવા વિદ્યાર્થીઓ માટે શાળાએ આવવા-જવા ઉપરાંત બોર્ડર વિસ્તારના ગામડાઓના જાહેર પરિવહનને પણ વધુ સુલભ બનાવશે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!