--Advertisement here--

વલસાડની નદીઓનું Health Check – 2026 PART 1 : પાણી સાફ દેખાય છે… તો નદીઓ ખરેખર સાફ છે?

On: October 8, 2026 6:18 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

SPECIAL INVESTIGATION

WWFના Freshwater Alert વચ્ચે વલસાડની દમણગંગા અને કોલકના 2025–26ના સરકારી આંકડા શું કહે છે? Mindhola હજુ polluted-river listમાં; પરંતુ માત્ર BOD-DOથી નદીની સંપૂર્ણ તંદુરસ્તી નક્કી થાય છે?

વિશ્વની freshwater wildlife populationsમાં સરેરાશ 85 ટકાનો ઘટાડો થયો હોવાની ચેતવણી WWFના Living Planet Report 2026માં આપવામાં આવી છે. વિશ્વભરના monitored wildlife populationsના કદમાં 1970થી 2022 દરમિયાન સરેરાશ 73 ટકાનો ઘટાડો નોંધાયો છે. WWFના આ આંકડા વૈશ્વિક સ્તરના છે અને તેને સીધા વલસાડની નદીઓ પર લાગુ કરી શકાય નહીં. પરંતુ આ અહેવાલ એક સવાલ જરૂર ઊભો કરે છે—આપણી આસપાસની નદીઓની સ્થિતિ શું છે?

આ સવાલના જવાબ માટે વલસાડ અને આસપાસની નદીઓના ઉપલબ્ધ સરકારી ડેટા પર નજર કરીએ તો તસવીર એકસરખી નથી.

દમણગંગાના Kachigam downstream monitoring station પર 2025 દરમિયાન BODનો સરેરાશ 1.3 mg/L અને DOનો સરેરાશ 6.65 mg/L રહ્યો હતો. જાન્યુઆરી 2026માં BOD 1.1 mg/L અને DO 6.8 mg/L નોંધાયું હતું.

એટલે આ ચોક્કસ monitoring point પર પાણીની conventional qualityના આ બે મહત્વના parameters હાલ સંતોષકારક દેખાય છે.

પરંતુ અહીં જ એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે.

CPCBના 2025ના Polluted River Stretches assessmentમાં Damanganga — Vapi Weirથી Daman Jetty સુધીનો stretch — હજુ Priority Class II polluted river stretch તરીકે દર્શાવવામાં આવ્યો છે.

તો પછી આ બે તસવીરો એકબીજાથી અલગ કેમ?કારણ કે બંને datasets એક જ સમય અને એક જ સ્થળના નથી. CPCBનું 2025 PRS assessment મુખ્યત્વે 2022–23ના water-quality data પર આધારિત છે; જ્યારે Kachigamના આંકડા 2025 અને જાન્યુઆરી 2026ના monitoringના છે. એટલે તેને સીધો વિરોધાભાસ ગણવો યોગ્ય નથી.

કોલકની સ્થિતિ : કોલક નદી માટે પણ એક રસપ્રદ તસવીર સામે આવે છે. Patalia Bridge, Vapi ખાતે 2025 દરમિયાન BODનો સરેરાશ લગભગ 1.23 mg/L અને DOનો સરેરાશ 6.74 mg/L હતો. જાન્યુઆરી 2026માં BOD 1.3 અને DO 6.9 mg/L નોંધાયા.

પરંતુ CPCBના historical polluted-river recordsમાં કોલકનો polluted stretch અગાઉ નોંધાયો હતો. 2022ના CPCB સંબંધિત recordમાં કોલકને PRSમાંથી દૂર થયેલી નદીઓમાં પણ દર્શાવવામાં આવી હતી.

અર્થાત્ કોલકના conventional water-quality parametersમાં સુધારો થયો હોય તેવું દેખાય છે, પરંતુ તેની ecological healthનો આખો જવાબ માત્ર આ બે parameters આપતા નથી.

હવે Mindholaને જુઓ : વલસાડની દક્ષિણ બાજુના industrial belt સાથે જોડાયેલી Mindholaની તસવીર અલગ છે.

CPCBના 2025 polluted-river assessmentમાં Mindhola હજુ polluted river stretchમાં છે અને તેની priority classification IV છે.

એટલે South Gujaratની નદીઓની વાત કરીએ ત્યારે માત્ર દમણગંગા અને કોલક નહીં, Mindholaને પણ નજરમાં રાખવી પડશે.

એટલે પહેલી મોટી શીખ શું? નદીનું BOD ઓછું હોવું સારા સમાચાર છે. પરંતુ: BOD ઓછું = નદીનું ecosystem સંપૂર્ણ સ્વસ્થ એવો સીધો અર્થ કાઢી શકાય નહીં.

કારણ કે પાણીમાં રહેલા કેટલાક persistent chemicals, pesticides, heavy metals અને sedimentsની સ્થિતિ અલગ હોઈ શકે છે.

અને હવે આગળ વાંચો PART 2 માં : પાણીના ટેસ્ટમાં જે દેખાતું નથી, તે નદીના તળિયે છે?

2026ના વૈજ્ઞાનિક અભ્યાસમાં દમણગંગામાં PBDE chemicals; downstream level 123.91 ng/L — fish માટે high ecotoxicological riskની ચેતવણી

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!