ઔદ્યોગિક સુરક્ષા, ઝેરી વાયુઓના મોનિટરિંગ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ વચ્ચે સૌથી વધુ ચર્ચામાં છે ₹660 કરોડથી વધુનો 70 MLD Deep Sea Pipeline Project.

ઉદ્યોગકારો અને પર્યાવરણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં આશા છે કે સેમિનારમાં આ પ્રોજેક્ટનું ટેન્ડર કોને મળ્યું, પ્રોજેક્ટ કઈ રીતે આગળ વધશે અને તેની પર્યાવરણીય દેખરેખ કેવી રીતે થશે, તેની પણ કેટલીક મહત્વની વિગતો સ્પષ્ટ થશે.
અત્યાર સુધી વાપીના ગેસ ઉત્સર્જન અને પર્યાવરણ સંબંધિત અનેક વિગતો મુખ્યત્વે સરકારી એજન્સીઓના અહેવાલો સુધી મર્યાદિત રહી છે. હવે જો આ સેમિનાર બાદ મોનિટરિંગનો ડેટા સામાન્ય નાગરિક સુધી પહોંચે, તો વાપીના પર્યાવરણ અંગે પારદર્શિતાનો એક નવો અધ્યાય શરૂ થઈ શકે.
દમણગંગા અને કોલક નદીના પ્રદૂષણ અંગે સમયાંતરે ઉઠતા સવાલો વચ્ચે પણ ઉદ્યોગજગત તરફથી સ્પષ્ટ જવાબોની અપેક્ષા છે.
અને જો Deep Sea Discharge પ્રોજેક્ટ વૈજ્ઞાનિક અને પારદર્શક રીતે આગળ વધે, તો દરિયામાં treated waterના નિકાલ સાથે જોડાયેલી અનેક ચિંતાઓ પણ હળવી થઈ શકે.
દેશ-રાજ્યના અનુભવી મહાનુભાવો અને નિષ્ણાતોની હાજરીમાં યોજાનારા આ સેમિનારમાં હવે જોવાનું એ રહેશે કે…
વાપીના પર્યાવરણ અંગે માત્ર ચર્ચા થશે કે ખરેખર એવો ડેટા પણ સામે આવશે, જેને દરેક નાગરિક જોઈ અને સમજી શકે?
આ સેમિનાર બાદ વાપીની ઔદ્યોગિક છબી વધુ સ્વચ્છ અને પર્યાવરણપ્રેમી બને છે કે નહીં — તેના પર પણ સૌની નજર રહેશે.






