2026ના વૈજ્ઞાનિક અભ્યાસમાં દમણગંગામાં PBDE chemicals; downstream level 123.91 ng/L — fish માટે high ecotoxicological riskની ચેતવણી

દમણગંગાની વાર્તા માત્ર BOD અને DO સુધી સીમિત નથી. 2026માં Water Researchમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દમણગંગા અને તાપી river catchmentsમાં PBDEs — polybrominated diphenyl ethers નામના persistent flame-retardant chemicalsની તપાસ કરવામાં આવી.
દમણગંગામાં dissolved-phase total PBDEનું mean concentration:
- Upstream — 105.78 ng/L
- Midstream — 103.49 ng/L
- Downstream — 123.91 ng/L
જ્યારે open oceanનું mean level 20 ng/Lથી ઓછું હતું. અભ્યાસમાં industrial corridorની soilમાં BDE-209 486 ng/g dry weight સુધી મળ્યું હતું.
સૌથી ગંભીર બાબત એ છે કે અભ્યાસના risk assessmentમાં અનેક sites પર fish માટે estimated ecotoxicological risk high હોવાનું જાણવા મળ્યું.
અભ્યાસમાં open dumps, wastewater discharge અને recycled plastic debrisને PBDEના સંભવિત sources તરીકે પણ ઓળખવામાં આવ્યા છે.
બીજી chemical layer પણ છે
2026ના બીજા અભ્યાસમાં દમણગંગા અને તાપીમાં organochlorine pesticidesની તપાસ કરવામાં આવી હતી. તેમાં DDT, aldrin, dieldrin, endosulfan, HCH વગેરે જેવા persistent pollutantsનો સમાવેશ થયો હતો.
અભ્યાસ મુજબ downstream sitesના મોટા ભાગમાં moderate ecological concern જોવા મળ્યો અને sediment આ contaminants માટે sink તરીકે કામ કરતું હોવાનું જણાયું.
એટલે Part 2નો મુખ્ય સવાલ: “પાણીના BOD-DOના આંકડા સુધર્યા છે, પરંતુ નદીના પાણી, sediment અને aquatic lifeમાં chemical pollutionનું શું?” આ સવાલનો જવાબ માત્ર routine water testingથી મળતો નથી.
PART 3 માં વાંચો નદીઓનું Health Card ક્યાં છે?દમણગંગા અને કોલકનું water monitoring થાય છે, પરંતુ માછલીઓ અને aquatic biodiversityમાં વર્ષો દરમિયાન શું બદલાયું તેનો સતત જાહેર data ક્યાં છે?






