--Advertisement here--

દમણગંગા બેરેજ: પીવાના પાણીની યોજના કે ઔદ્યોગિક જરૂરિયાતોનો ઉકેલ?

On: October 13, 2026 11:16 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી નજીક નામધા ગામ પાસે દવાપી નજીક નામધા ગામ પાસે દમણગંગા નદી પર ₹159.50 કરોડના ખર્ચે બેરેજ બનાવવાની યોજના જાહેર થઈ છે. સરકારના દાવા મુજબ, તેનાથી છ ગામોની આશરે 549 હેક્ટર જમીનને સિંચાઈ, ભૂગર્ભજળનું રિચાર્જ અને વાપી શહેરને પાણીનો લાભ મળશે.મણગંગા નદી પર ₹159.50 કરોડના ખર્ચે બેરેજ બનાવવાની યોજના જાહેર થઈ છે. સરકારના દાવા મુજબ, તેનાથી છ ગામોની આશરે 549 હેક્ટર જમીનને સિંચાઈ, ભૂગર્ભજળનું રિચાર્જ અને વાપી શહેરને પાણીનો લાભ મળશે.

પરંતુ સવાલ એ છે કે દાયકાઓથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો ભાર સહન કરતી દમણગંગાના પાણીની ગુણવત્તા અંગે શું અભ્યાસ થયો છે?

CPCBના અગાઉના અહેવાલમાં વાપી CETPના ટ્રીટેડ એફ્લુઅન્ટની જળચર જીવો પર થતી ઝેરી અસર અંગે ગંભીર નોંધ કરવામાં આવી હતી. બીજી તરફ, CETPના એફ્લુઅન્ટના નિકાલ માટે ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ પણ મહત્ત્વનો મુદ્દો છે.

હવે સવાલ એ છે કે બેરેજના DPRમાં પાણીની ગુણવત્તા, CETPના ડિસ્ચાર્જ અને ડીપ સી પાઇપલાઇનની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવ્યો છે કે નહીં?

બેરેજથી ઉદ્યોગોને પણ પાણીનો લાભ મળવાનો છે, ત્યારે પીવાના પાણી, ખેતી અને ઔદ્યોગિક વપરાશ માટે પાણીની ફાળવણી કેટલી હશે તે પણ જાહેર થવું જોઈએ.

વિકાસ સામે વાંધો નથી, પરંતુ ₹159.50 કરોડના પ્રોજેક્ટમાં પાણીની ગુણવત્તા અને પર્યાવરણની સુરક્ષાની ખાતરી ક્યાં છે? આ સવાલોના જવાબ હવે સંબંધિત વિભાગોએ દસ્તાવેજો સાથે આપવા જોઈએ.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!