--Advertisement here--

ઉમરગામમાં મેંગ્રોવ્ઝ પર સંકટ! ભંગારના ધંધા માટે કુદરતી જંગલનો નાશ થઈ રહ્યો છે?

On: November 17, 2026 7:18 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અકરા મારુતિ વિસ્તારની પાછળ, નારગોલ રોડ પર ડમ્પિંગ સાઇટ નજીકના વિસ્તારમાં મેંગ્રોવ્ઝને કથિત રીતે સુકવવાની શંકા; ભંગારના વેપારીઓ અને અન્ય તત્વોની પ્રવૃત્તિઓ સામે તપાસ જરૂરી

ઉમરગામ | વિશેષ તપાસ | Auranga Times

વલસાડ જિલ્લાના ઉમરગામમાં અકરા મારુતિ વિસ્તારની પાછળ, નારગોલ રોડ પર આવેલી ઉમરગામ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ નજીકના વિસ્તારમાં મેંગ્રોવ્ઝની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

સ્થાનિક સ્તરે એવી શંકા વ્યક્ત થઈ રહી છે કે કેટલાક ભંગારના વેપારીઓ, ડેવલપર્સ અને અન્ય તત્વો દ્વારા મેંગ્રોવ્ઝને સીધા કાપવાને બદલે તેમના મૂળમાં રાસાયણિક પદાર્થો નાખીને ધીમે ધીમે સુકવવાનો પ્રયાસ કરવામાં આવતો હોઈ શકે છે.

આક્ષેપો મુજબ, કુદરતી વનસ્પતિ નાશ પામ્યા બાદ ખુલ્લી થતી જમીન પર ભંગારના વેપારીઓ દ્વારા નાના-મોટા શેડ અને ગોડાઉન ઊભાં કરી ધંધાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની શંકા છે.

જો આ પ્રવૃત્તિઓના પુરાવા મળે તો તે માત્ર પર્યાવરણને નુકસાનનો મુદ્દો નહીં, પરંતુ સંભવિત ગેરકાયદે જમીન ઉપયોગ અને કબજાનો પણ ગંભીર વિષય બની શકે છે.

આ સમગ્ર વિસ્તારની જમીનનું સરકારી રેકોર્ડ, CRZ વર્ગીકરણ, મેંગ્રોવ્ઝની સ્થિતિ અને ત્યાં ચાલતા ભંગારના વ્યવસાયોની કાયદેસરતા અંગે તપાસ જરૂરી છે.

મેંગ્રોવ્ઝ સુકાઈ રહ્યાં છે તો તેની પાછળનું કારણ શું છે? અને જ્યાં કુદરતી જંગલ હતું ત્યાં ભંગારના શેડ ઊભા થઈ રહ્યા છે તો જવાબદાર તંત્ર શું કરી રહ્યું છે?

Auranga Times આ મામલે દસ્તાવેજો અને સ્થળ તપાસના આધારે આગળની તપાસ કરશે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!