--Advertisement here--

Made in India કે Chinese Supply Chain? Atulના અમેરિકી નિકાસ પાછળ ચીનના કાચા માલની ભૂમિકા કેટલી?

On: November 26, 2026 7:55 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

PART 2 | વિશેષ તપાસ – Auranga Times

ભારતમાંથી અમેરિકા સુધી પહોંચતા ઔદ્યોગિક ઉત્પાદનોને ઘણી વખત “Made in India” તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ ઉત્પાદનોના ઉત્પાદન માટે જરૂરી Raw Materials, Chemical Intermediates અને અન્ય ઘટકો ક્યાંથી આવે છે? શું ભારતીય ઉત્પાદન પાછળ ચીનની સપ્લાય ચેઇનનો પણ મોટો હિસ્સો છે?

Atul Limitedના જાહેર અહેવાલ અને આંતરરાષ્ટ્રીય વેપારના ઉપલબ્ધ શિપમેન્ટ રેકોર્ડ આ સવાલને વધુ તપાસવા માટે મહત્વના સંકેતો આપે છે.

કંપનીના FY 2025-26ના અહેવાલ મુજબ Atul Limitedએ 88 દેશોમાં પોતાના ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું. વિદેશી વેચાણનું FOB મૂલ્ય ₹2,196.05 કરોડ નોંધાયું હતું. આ જ અહેવાલમાં કંપનીની કુલ ખરીદીમાંથી 82 ટકા ખરીદી ભારતમાંથી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. એટલે બાકીની ખરીદી વિદેશી સપ્લાયર્સ પાસેથી થઈ હોવાનું અનુમાન થાય છે, પરંતુ તેમાં ચીનનો ચોક્કસ હિસ્સો કેટલો છે તેની અલગ માહિતી આ આંકડામાંથી મળતી નથી.

અમેરિકાના કસ્ટમ્સ શિપમેન્ટ રેકોર્ડમાં Atul Limitedના નામે 4,183 શિપમેન્ટ નોંધાયેલા હોવાનું વેપાર ડેટાબેઝ દર્શાવે છે. તેમાં HS Code 292159, 283210 અને 291249 હેઠળના કેમિકલ ઉત્પાદનો મુખ્ય નિકાસ કેટેગરીમાં આવે છે.

બીજી તરફ, ચીનના કસ્ટમ્સ ડેટા એકત્રિત કરતી ટ્રેડ ડેટાબેઝમાં ફેબ્રુઆરી 2026 દરમિયાન Atul Limitedના નામે Anthraquinone, 4,4-Diaminodiphenyl Methane અને Wanamine 8100 જેવી વસ્તુઓની ચીનથી આયાતની એન્ટ્રીઓ પણ જોવા મળે છે.

અહીં સૌથી મહત્વનો સવાલ ઊભો થાય છે: ચીનમાંથી આયાત થતા આ કાચા માલ કે કેમિકલ ઇન્ટરમીડિયેટ્સનો ઉપયોગ કયા ભારતીય પ્લાન્ટમાં થાય છે? તેમાંથી કયા ઉત્પાદનો તૈયાર થાય છે? અને તેમાંથી કેટલા ઉત્પાદનો પછી અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ થાય છે?

માત્ર આયાત અને નિકાસના રેકોર્ડ એકસાથે દેખાવાથી કોઈ ચોક્કસ ઉત્પાદનની ચીન પર નિર્ભરતા સાબિત થતી નથી. તેના માટે ઉત્પાદનવાર Bill of Entry, Bill of Lading, HS Code, Country of Origin, ઉત્પાદન પ્રક્રિયા અને Value Additionની વિગતો જરૂરી છે.

આ તપાસમાં હવે સૌથી મોટો મુદ્દો ભારતીય Value Additionનો છે. કોઈ ઉત્પાદન ભારતમાં તૈયાર થયું હોય તો પણ તેના કાચા માલનો કેટલો હિસ્સો ભારતમાં બનાવેલો છે અને કેટલો વિદેશથી આયાત કરેલો છે? ભારતીય ઉત્પાદન પ્રક્રિયામાં કેટલું મૂલ્ય ઉમેરાય છે? અને “Made in India”ના દાવાની પાછળ સપ્લાય ચેઇનની વાસ્તવિક સ્થિતિ શું છે?

Auranga Times આ મુદ્દે કંપનીના વાર્ષિક અહેવાલ, કસ્ટમ્સ શિપમેન્ટ ડેટા અને HS Code આધારિત આયાત-નિકાસની વિગતોનું વિશ્લેષણ કરી રહ્યું છે. કંપનીનો સત્તાવાર પક્ષ અને સ્પષ્ટીકરણ મળ્યા બાદ તેને પણ અહેવાલમાં સામેલ કરવામાં આવશે.

આગળની તપાસમાં: ચીનથી આયાત થતા મુખ્ય કેમિકલ્સ, તેમના HS Code, આયાતનું મૂલ્ય, અમેરિકામાં જતી નિકાસ સાથેનો સંબંધ અને ભારતીય Value Additionની ગણતરી.

નોંધ: ઉપલબ્ધ શિપમેન્ટ ડેટા તૃતીય પક્ષના વેપાર ડેટાબેઝમાંથી મેળવેલો છે. તે સંપૂર્ણ કસ્ટમ્સ રેકોર્ડ અથવા કંપનીની સમગ્ર સપ્લાય ચેઇનનો વિકલ્પ નથી. આ તબક્કે ચીનની આયાત અને અમેરિકી નિકાસ વચ્ચે સીધો ઉત્પાદનવાર સંબંધ સ્થાપિત થયો નથી.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!