--Advertisement here--

કિલ્લાપારડીમાં બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન”નો પ્રારંભ

On: August 6, 2026 7:51 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

20 ઓગસ્ટ સુધી ચાલનારા અભિયાનમાં વધુમાં વધુ નાગરિકોને નશામુક્તિનો સંકલ્પ લેવા અપીલ

કિલ્લાપારડી, તા. 6 ઓગસ્ટ: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ભારત સરકારના “નશા મુક્ત ભારત અભિયાન” અંતર્ગત દેશવ્યાપી **”10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન”**નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો શુભારંભ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાને કિલ્લાપારડી બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે બ્રહ્માકુમારી પારુલબેન અને બ્રહ્માકુમારી મીનલબેનના હસ્તે દીપપ્રજ્વલન કરીને અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ મહાઅભિયાન તા. 6 ઓગસ્ટથી 20 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર દેશમાં યોજાશે. કિલ્લાપારડી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી પારુલબેને જણાવ્યું હતું કે આ અભિયાન બ્રહ્માકુમારીઝની પૂર્વ મુખ્ય પ્રશાસિકા પરમ આદરણીય રાજયોગિની દાદી પ્રકાશમણિજીની 19મી પુણ્યતિથિને સમર્પિત છે.

તેમણે જણાવ્યું હતું કે અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના 10 કરોડથી વધુ નાગરિકોને નશામુક્તિની પ્રતિજ્ઞા અપાવવાનો, સમાજમાં વ્યસનમુક્તિ અંગે વ્યાપક જનજાગૃતિ લાવવાનો, રાજયોગ ધ્યાન દ્વારા સકારાત્મક અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો તેમજ નશામુક્ત, સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણમાં જનભાગીદારી વધારવાનો છે.

આ પ્રસંગે મુખ્ય અતિથિઓ, સરકારી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, શિક્ષણવિદો, તબીબો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવા સંગઠનો તેમજ બ્રહ્માકુમારી પરિવારના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌને નશાથી દૂર રહેવા, પોતાના પરિવાર અને સમાજને વ્યસનમુક્ત બનાવવા તેમજ ઓછામાં ઓછા 50 લોકોને નશામુક્તિ પ્રતિજ્ઞા સાથે જોડવા માટે અપીલ કરવામાં આવી હતી.

અભિયાન અંતર્ગત સમગ્ર કિલ્લાપારડી તાલુકાની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, સરકારી કચેરીઓ, આરોગ્ય સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, ગ્રામ પંચાયતો તથા વિવિધ સામાજિક સંસ્થાઓમાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમો, રાજયોગ ધ્યાન સત્રો, પ્રેરણાત્મક વ્યાખ્યાનો, રેલીઓ અને પ્રતિજ્ઞા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

નાગરિકો અભિયાનની સત્તાવાર લિંક અથવા QR કોડ સ્કેન કરીને તેમજ WhatsApp નંબર 9414154000 પર “PLEDGE” લખીને પણ નશામુક્તિ પ્રતિજ્ઞામાં જોડાઈ શકે છે.

બ્રહ્માકુમારીઝ દ્વારા દેશના દરેક નાગરિકને આ જનઆંદોલનમાં જોડાઈ નશામુક્ત, સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

error: Content is protected !!