--Advertisement here--

પારડી-કપરાડા રોડને ફોર-લેન બનાવવાનો પ્રોજેક્ટ અને તેની અનિયમિતતાઓ

On: June 12, 2026 8:18 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

​કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા પારડી-કપરાડા-નાનાપોંઢા-સુકેશ થઈને મહારાષ્ટ્ર સરહદ સુધીના NH-848 ના ૩૭.૦૮૭ કિલોમીટર લાંબા રોડને ફોર-લેન (વિભાજિત કેરેજવે અને પેવ્ડ શોલ્ડર) માં અપગ્રેડ કરવાની મહત્વાકાંક્ષી યોજના મંજૂર કરવામાં આવી છે. આ માર્ગ ગુજરાતના વલસાડ (પારડી) ને મહારાષ્ટ્રના નાસિક સાથે જોડે છે, જે આંતરરાજ્ય વ્યાપાર અને પરિવહન માટે અત્યંત મહત્વનો છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ટેન્ડર અને મંજૂરીના દસ્તાવેજો અનુસાર આ પ્રોજેક્ટના આંકડા નીચે મુજબ છે:

  • કુલ મંજૂર અંદાજિત કિંમત: ₹૮૨૫.૭૨ કરોડ
  • સત્તાવાર સિવિલ કન્સ્ટ્રક્શન કિંમત (સિવિલ કોસ્ટ): ₹૫૨૨.૭૧ કરોડ
  • વાસ્તવિક બિડિંગ પ્રાઈઝ (એવોર્ડેડ કોસ્ટ): ₹૭૦૯.૫૦ કરોડ

​​આ પ્રોજેક્ટમાં ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા અને તેના નાણાકીય આંકડાઓમાં મોટી અસમાનતા અને અનિયમિતતા જોવા મળી રહી છે, જે નીચે મુજબના પ્રશ્નો ઊભા કરે છે:

  • ₹૧૧૬ કરોડનો મોટો તફાવત: સરકારની સત્તાવાર સિવિલ કન્સ્ટ્રક્શન કિંમત ₹૫૨૨.૭૧ કરોડ નક્કી કરવામાં આવી હતી. પરંતુ આ કામ જે એજન્સીને સોંપવામાં આવ્યું છે, તેને ₹૭૦૯.૫૦ કરોડ માં કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. એટલે કે સિવિલ કોસ્ટ કરતાં ₹૧૮૬.૭૯ કરોડ વધુ ચૂકવવામાં આવી રહ્યા છે.
  • કુલ બજેટનો વિરોધાભાસ: જો કુલ પ્રોજેક્ટ કોસ્ટ ₹૮૨૫.૭૨ કરોડ હોય, અને તેમાંથી બિડિંગ પ્રાઈઝ ₹૭૦૯.૫૦ કરોડ બાદ કરીએ, તો માત્ર ₹૧૧૬.૨૨ કરોડ બાકી રહે છે. જ્યારે સિવિલ કોસ્ટ અને બિડિંગ પ્રાઈઝ વચ્ચેનો તફાવત જ ₹૧૮૬.૭૯ કરોડ થાય છે, જે ગણિતની દ્રષ્ટિએ સુસંગત નથી.
  • નિયમોનું ઉલ્લંઘન: સામાન્ય રીતે કોઈપણ સરકારી પ્રોજેક્ટ તેના અંદાજિત ખર્ચ (Civil Cost) થી આટલા મોટા માર્જિન (લગભગ ૩૫% થી વધુ) પર મંજૂર થઈ શકે નહીં. આ દર્શાવે છે કે ટેન્ડરિંગ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે.

૧. શું આ પ્રોજેક્ટના રી-ટેન્ડરિંગમાં કોઈ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે?

૨. વલસાડ-કપરાડાના આદિવાસી વિસ્તારના વિકાસના નામે કઈ એજન્સી કે નેતાઓને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે?

૩. સરકારના નાણાંનો આ પ્રકારે વ્યય થવા પાછળ કોણ જવાબદાર છે?

પારડી-કપરાડા ફોર-લેન પ્રોજેક્ટ વિસ્તારના વિકાસ માટે અનિવાર્ય છે, પરંતુ જે રીતે આંકડાઓની માયાજાળ રચીને કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે, તે જોતાં આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જરૂરી છે. સાંસદ ધવલ પટેલે આ અંગે જનતા સામે આવીને ચોખવટ કરવી જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે.

error: Content is protected !!