--Advertisement here--

ધરમપુરમાં પ્રથમ વખત નિઃશુલ્ક મંડાલા આર્ટ વર્કશોપ: 100 જેટલા બાળકો, યુવાનો અને મહિલાઓએ શીખી પ્રાચીન કલાશૈલી

On: July 12, 2026 11:34 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

લેડી વિલ્સન મ્યુઝિયમ અને શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીનો સંયુક્ત ઉપક્રમ; મુંબઈના પ્રમાણિત મંડાલા કલાકાર કોમલબેન ગોરીએ આપી પ્રાયોગિક તાલીમ

લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર અને ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મંડાલા આર્ટ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં પ્રથમ વખત યોજાયેલા આ વિશિષ્ટ વર્કશોપમાં આશરે 100 જેટલા બાળકો, યુવા-યુવતીઓ અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રાચીન અને કલાત્મક મંડાલા આર્ટની વિવિધ પદ્ધતિઓ શીખી હતી.

મંડાલા આર્ટ વર્તુળાકાર, સમમિત અને ભૂમિતીય આકારો પર આધારિત પ્રાચીન ભારતીય કલાશૈલી છે. ‘મંડલ’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ ‘વર્તુળ’ અથવા ‘પવિત્ર ચક્ર’ થાય છે.

મંડાલા કલાનો ઉપયોગ પ્રાચીન સમયથી ધ્યાન, એકાગ્રતા અને માનસિક શાંતિ માટે થતો આવ્યો છે. ધાર્મિક વિધિઓ, યજ્ઞ અને મંદિર સ્થાપત્યમાં પણ મંડાલાના વિવિધ સ્વરૂપો જોવા મળે છે. આધુનિક સમયમાં આ કલા ઘર સજાવટ, ચિત્રકામ, ટેટૂ, કપડાંની ડિઝાઇન અને આર્ટ થેરાપી સહિત અનેક ક્ષેત્રોમાં લોકપ્રિય બની છે.

વર્કશોપમાં મુંબઈથી ખાસ પધારેલા પ્રમાણિત મંડાલા કલાકાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રીમતી કોમલબેન ગોરીએ સહભાગીઓને મંડાલા આર્ટની વિવિધ પદ્ધતિઓ, રચનાત્મક પ્રક્રિયા અને તેની વિશેષતાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સહભાગીઓને પ્રાયોગિક તાલીમ આપી મંડાલા આર્ટ સર્જવાની કળા સમજાવી હતી.

વર્કશોપમાં બાળકોની સાથે યુવા-યુવતીઓ અને મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સર્જનાત્મકતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપતા આ આયોજનને સહભાગીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ પ્રસંગે ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મયંકભાઈ મોદી, ચીફ ઓફિસર ડૉ. વિજય ઈટાલિયા, લાઈબ્રેરી ચેરમેન શ્રીમતી દીપમાલા ચોનકર, પાલિકા સભ્ય સમીપભાઈ રાંચ તથા શ્રીમતી ભક્તિબેન કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવોએ કાર્યક્રમની સફળતા બદલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીના સ્ટાફ તેમજ તમામ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ભવિષ્યમાં પણ આવા કૌશલ્ય વિકાસ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

વર્કશોપના સફળ આયોજન માટે લેડી વિલ્સન મ્યુઝિયમના ક્યુરેટર ઇન્દ્રાબેન વત્સ અને તેમની ટીમ, શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીના લાઈબ્રેરિયન નિમેષભાઈ ભટ્ટ તથા ધરમપુરના તબીબ ડૉ. યોગેશભાઈ વડોરેએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

Also read

₹250 કરોડની ‘બદલી લોબી’ના આરોપ વચ્ચે તુકારામ મુંઢેનો ફાર્મા સેક્ટર પર પ્રહાર; ગુજરાતની Cadilaની ₹2.45 કરોડની દવાઓ પર FDAની કાર્યવાહી

કચ્છમાં ‘ત્રણ માતાઓ’ પર ટકેલું છે એક આખા વંશનું ભવિષ્ય!

મહારાષ્ટ્રમાં દૂધ-ડેરી ઉત્પાદનો પર FDAનો સપાટો: 1,952 લિટર દૂધ તપાસના દાયરામાં; ₹1.62 લાખથી વધુના જથ્થા પર કાર્યવાહી—શું નેટવર્ક ગુજરાત અને સંઘપ્રદેશ સુધી?

નકલી દૂધ પીવાથી શરીરને શું નુકસાન થઈ શકે? બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે કેટલું જોખમ?

વલસાડની 2 વર્ષની ખ્યાનાએ રચ્યો ઈતિહાસ: માત્ર 5 સેકન્ડમાં આખું સૌરમંડળ બોલી India Book of Records 2026માં નોંધાવ્યો અનોખો રેકોર્ડ

બરૂમાળના શ્રી સદગુરુધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારની મુલાકાત, સંતોના આશીર્વાદ મેળવ્યા

error: Content is protected !!