--Advertisement here--

જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ માનવસેવામાં અગ્રેસર: વલસાડ-નવસારીના પૂરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડી રાહત સામગ્રી

On: August 2, 2026 6:08 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના અનેક ગામોમાં 20 કિલોની રાશન કીટનું વિતરણ, નવસારીના આલીપુરમાં ગાદલા, ચાદર અને અન્ય જરૂરી સામગ્રી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ

વલસાડ: દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આવી વિકટ પરિસ્થિતિમાં જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ દ્વારા માનવસેવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ટ્રસ્ટ દ્વારા વલસાડ જિલ્લાના કોલક, કીકરલા, ડુંગરા, પીપરીયા સહિતના ગામોમાં પૂરથી અસરગ્રસ્ત આશરે 30 પરિવારોને 20 કિલોની રાહત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કીટમાં લોટ, ચોખા, કઠોળ, ખાદ્ય તેલ, મરચું સહિતની દૈનિક જીવન ઉપયોગી ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત નવસારી જિલ્લાના આલીપુર વિસ્તારમાં પણ પૂરથી અસરગ્રસ્ત પરિવારોને ગાદલા, ધાબળા, ચાદર અને તકિયા જેવી આવશ્યક ઘરવપરાશની સામગ્રી પૂરી પાડી સંસ્થાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.

ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન હાલ યુકેમાં હોવા છતાં તેમના માર્ગદર્શન હેઠળ ટીમ સતત મેદાનમાં રહી વાપી, વલસાડ અને નવસારી જિલ્લાના જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડી રહી છે. ઘણા પરિવારોના ઘરની ઘરવખરી પૂરના પાણીમાં તણાઈ જતાં તેમને તાત્કાલિક જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ સેવાકીય અભિયાનમાં વહાબખાન, ઉઝેર પોપટ, શેહઝાદ પોપટ તેમજ સ્વયંસેવકો અબ્દુલ્લા ખાન, ઓવેસ હજારી, અમિતભાઈ ગાંધી, ઇમરાન ભીંડા, રિયાઝ મુલતાની સહિતની ટીમ સક્રિયપણે જોડાઈ છે.

સંસ્થાના આ માનવતાવાદી કાર્યને સમાજના દાતાઓ તરફથી પણ સતત સહયોગ અને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેના કારણે પૂરગ્રસ્ત પરિવારો સુધી ઝડપથી જરૂરી સહાય પહોંચાડવામાં સફળતા મળી રહી છે.

error: Content is protected !!