Damangangaના downstream environmentથી લઈને માછીમારો અને દરિયાઈ પ્રવાસન સુધી અસરનો મુદ્દો; Projectમાં વિલંબ થાય તો environmental contingency શું છે?

દમણ કલેક્ટર સૌરભ મિશ્રાના નેતૃત્વમાં તાજેતરમાં યોજાયેલી ‘Thar-Fortuner Sankalp Yatra’માં મોંઘી SUVના માલિકોને જવાબદાર ડ્રાઇવિંગના શપથ અપાવવામાં આવ્યા હતાં. અભિયાનનો સંદેશ હતો—“રફતાર નહીં, સંસ્કાર.”
આ પહેલે જાહેર જવાબદારીનો એક સારો સંદેશ આપ્યો છે. પરંતુ હવે દમણના પર્યાવરણને લગતો એક અલગ અને વધુ લાંબા ગાળાનો સવાલ પણ સામે આવે છે.
રસ્તા પર જવાબદારી જરૂરી છે, તો દમણના નદી-દરિયા અને પર્યાવરણ માટે પણ જવાબદારી જરૂરી નથી?

વાપી અને દમણગંગા વચ્ચેનું ઔદ્યોગિક પ્રદૂષણનું જોડાણ નવું નથી. CPCBના 2019ના Joint Inspection Reportમાં Vapi CETPના treated effluent અને Damanganga અંગે પર્યાવરણીય ચિંતાઓ નોંધાઈ હતી. રિપોર્ટમાં NIOના અભ્યાસને ટાંકીને એવું પણ નોંધાયું હતું કે તે સમયની પ્રસ્તાવિત discharge locationમાં પૂરતું dilution ઉપલબ્ધ ન હોવાથી ભવિષ્યમાં pipelineને offshore location સુધી લંબાવવાની જરૂરિયાત હતી.
એટલું જ નહીં, CPCBના અન્ય Joint Inspection Reportમાં 2017ના fish-bioassay અભ્યાસનો ઉલ્લેખ છે, જેમાં Vapi CETPના final treated effluentના aquatic life પર toxic effect અંગે ગંભીર નોંધ કરવામાં આવી હતી.
આ ઐતિહાસિક પરિસ્થિતિની વચ્ચે હવે GIDC Vapi દ્વારા 70 MLD offshore અને onshore effluent disposal pipeline માટે આશરે ₹660.36 કરોડનું EPC ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેમાં pumping station, electro-mechanical તથા allied infrastructure અને પાંચ વર્ષનું O&M પણ સામેલ છે. આ ટેન્ડર “Re-invite, 2nd Attempt” તરીકે બહાર પડ્યું છે.
હાલના જાહેર ટેન્ડર રેકોર્ડ મુજબ bids માટેની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 2026 હતી અને tender value ₹660.36 કરોડ છે. જોકે bid evaluation, qualified bidders, L1 અથવા work order અંગે જાહેરમાં સ્પષ્ટ સત્તાવાર પરિણામ હજી સામે આવ્યું નથી. અલગ-અલગ third-party tender trackersમાં bid-opening તારીખ અંગે પણ ભિન્ન વિગતો જોવા મળે છે.
જો આ Projectનો હેતુ treated industrial effluentને deep-sea disposal સુધી લઈ જવાનો છે, તો Projectમાં કોઈ વધુ વિલંબ થાય તો ત્યાં સુધી Damangangaના downstream અને coastal environment માટે શું contingency arrangement છે?
- શું દમણ પ્રશાસને GIDC અથવા ગુજરાત સરકાર પાસેથી Projectની હાલની સ્થિતિ અંગે માહિતી માગી છે?
- Technical bidની સ્થિતિ અંગે જાણકારી મેળવી છે?
- Project ક્યારે કાર્યરત થવાની શક્યતા છે તે અંગે પૂછપરછ કરી છે?
- Downstream water quality monitoring માટે કોઈ વિશેષ coordination mechanism રાખ્યો છે?
- દમણના માછીમારો અને દરિયાઈ ecosystemને ધ્યાનમાં રાખીને કોઈ contingency plan તૈયાર કર્યો છે?
કારણ કે દમણનો દરિયો માત્ર પ્રવાસનનું સ્થળ નથી. તે સ્થાનિક માછીમારોની આજીવિકા, દરિયાઈ ecosystem અને દમણની tourism economy સાથે સીધો જોડાયેલો છે.
દમણ પોતાની સ્વચ્છતા, કિનારા અને પ્રવાસનને પોતાની ઓળખનો ભાગ બનાવે છે. ત્યારે upstream industrial effluent management સાથે જોડાયેલા મોટા Projectની સ્થિતિ અંગે downstream stakeholder તરીકે દમણ પ્રશાસનની સક્રિય ભૂમિકા સ્વાભાવિક રીતે મહત્વપૂર્ણ બની જાય છે.
સવાલ ગુજરાત સરકારને પણ છે
- ₹660 કરોડનું Project કઈ સ્થિતિમાં છે?
- કેટલા bidders આવ્યા?
- કેટલા technical qualificationમાં પાસ થયા?
- Financial bid ખુલ્યું છે કે નહીં?
- Work Order ક્યારે આવશે?
- જો Projectમાં ફરી વિલંબ થાય તો દમણના દરિયા અને downstream environment માટે સરકારની interim strategy શું છે?
દમણ કલેક્ટરનો રસ્તા માટેનો સંદેશ હતો…
“રફતાર નહીં, સંસ્કાર.” હવે પર્યાવરણ માટે પણ કદાચ એક સંદેશ એટલો જ જરૂરી છે—
“વિકાસ સાથે જવાબદારી.”






