₹39.99 પ્રતિ કિમીનો દર, મહત્તમ ₹10 ભાડું; હાલની સેવા 7 હજાર મુસાફરો સુધી પહોંચી — હવે મહાનગરપાલિકા કંપની બન્યા બાદ આ વ્યવસ્થા કેટલો મોટો આકાર લે છે એ જોવાનું રહેશે
વાપી | વિશેષ અહેવાલ
વાપીની City Bus Service અંગેના પ્રથમ ભાગમાં આપણે ડિજિટલ સેવા અને જાહેર પરિવહન માટેની બજેટરી જોગવાઈની વાત કરી હતી. હવે City Bus Service અંગે મળેલી સત્તાવાર વિગતો પરથી તેની કામગીરીનું એક સ્પષ્ટ ચિત્ર સામે આવે છે.
- 20 બસ.
12 રૂટ.
દૈનિક સરેરાશ આશરે 7,000 મુસાફરો.
પ્રતિ કિલોમીટર ₹39.99ની ચુકવણી.
અને મહત્તમ ₹10નું ટિકિટ ભાડું.
હાલની સત્તાવાર માહિતી પ્રમાણે વાપી City Bus Serviceમાં 20 બસો અને 12 રૂટ કાર્યરત છે. આ બસો દ્વારા દરરોજ સરેરાશ આશરે 7,000 મુસાફરો મુસાફરી કરે છે. અર્થાત્, રોજના હજારો લોકો માટે City Bus માત્ર પરિવહનનું સાધન નહીં પરંતુ રોજગાર, ઔદ્યોગિક વિસ્તાર, રહેણાંક વિસ્તાર અને શહેરના વિવિધ વિસ્તારોને જોડતી જાહેર સુવિધા બની રહી છે.
City Busનું મહત્તમ ટિકિટ ભાડું ₹10 પ્રતિ વ્યક્તિ છે. જો 7,000 મુસાફરોમાંથી દરેક પાસેથી મહત્તમ ₹10 વસૂલાય એવી સ્થિતિ માનીએ તો ગણતરી પ્રમાણે ₹70,000 પ્રતિ દિવસ થાય. પરંતુ દરેક મુસાફર મહત્તમ ભાડું ચૂકવે એવું જરૂરી નથી. આશરે ₹60–70 હજારની આસપાસ હોવાનો અંદાજ લઈ શકાય. આથી એક બાબત સ્પષ્ટ થાય છે— City Busની આવકનું મુખ્ય આધાર મુસાફરોની સંખ્યા છે. મુસાફરો વધશે તો આવક વધશે.
City Bus સેવા માટે એજન્સીને પ્રતિ કિલોમીટર ₹39.99 ચૂકવવાનો દર નક્કી કરવામાં આવ્યો છે. સાથે જ ડ્રાઇવર અને કંડક્ટરની વ્યવસ્થા તથા ટિકિટ કલેક્શન એજન્સીના કાર્યક્ષેત્રમાં છે. અહીંથી City Busનું આખું મોડેલ સમજાય છે. બસ સેવા → કિલોમીટર આધારિત ચુકવણી → મુસાફરો → ટિકિટ આવક. અટલે મુસાફરોની સંખ્યા વધારવી માત્ર સેવા માટે જ નહીં, પરંતુ સમગ્ર જાહેર પરિવહન વ્યવસ્થાની આર્થિક કાર્યક્ષમતા માટે પણ મહત્વની બાબત છે.
વાપી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત સ્વરૂપ આપવાની દિશામાં ચર્ચા અને આયોજન આગળ વધી રહ્યું છે. પરંતુ કંપની બનાવવી એ અંતિમ ઉકેલ નથી. કંપનીનું કદ વધે અને સેવા પણ વધે — એ બંને સાથે ચાલવું જરૂરી છે.
વાપી City Busના આંકડા બતાવે છે કે 7,000 લોકો દરરોજ આ સેવાનો ઉપયોગ કરે છે. જો ભવિષ્યમાં આ સંખ્યા વધારવી હોય તો માત્ર બસોની વ્યવસ્થા કે કંપનીનું માળખું પૂરતું નથી. તેના માટે— સારા રસ્તા,
બસ માટે યોગ્ય સ્ટોપ,
સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા,
સમયસર બસ સેવા,
મુસાફરો માટે સારી સુવિધા
અને ડિજિટલ માહિતી વ્યવસ્થા આ બધું એકસાથે જરૂરી છે.
VMCની સત્તાવાર વેબસાઇટ પણ હાલમાં VMC અને Azad Road Waysના સહયોગથી Vapi City Bus Service App દ્વારા મુસાફરી ડિજિટલ બનાવાઈ હોવાનું દર્શાવે છે. અટલે હવે City Bus માટે આગળની દિશા માત્ર “વધુ બસ” નહીં પરંતુ “વધુ સારી સેવા” હોવી જોઈએ.
વાપી મહાનગરપાલિકાની સત્તાવાર Elected Wingમાં “જાહેર પરિવહન પ્રવૃત્તિ સમિતિ”ની રચના દર્શાવવામાં આવી છે. તેમાં 8 સભ્યો છે:
દર્પણ વિનોદરાય દેસાઈ
સતિષભાઈ ગંગારામભાઈ પટેલ
ધરમકુમાર કાંતિલાલ પટેલ
સુનિતા ઉમેશચંદ્ર તિવારી
સંદીપભાઈ અમૃતભાઈ પટેલ
દેવેન્દ્ર લલ્લુભાઈ પટેલ
ભવલેશ જીવરાજભાઈ કોટડીયા
જયેશભાઈ અશ્વિનભાઈ કંસારા
આ સમિતિની હાજરી દર્શાવે છે કે જાહેર પરિવહન માટે મહાનગરપાલિકાની રચનામાં અલગ સંસ્થાકીય વ્યવસ્થા રાખવામાં આવી છે.
આજે આશરે 7,000 મુસાફરો City Busનો ઉપયોગ કરે છે. આવતીકાલે જો આ સંખ્યા 10 હજાર, 15 હજાર કે તેનાથી પણ વધારે થાય તો ટિકિટ આવકમાં પણ સ્વાભાવિક વધારો થશે.
પરંતુ તેના માટે લોકો પાસે બસમાં બેસવાનું કારણ હોવું જોઈએ. એટલે— સારી બસ + સારો રૂટ + સારો રસ્તો + સમયસર સેવા + યોગ્ય સ્ટોપ + સરળ ટિકિટ + ડિજિટલ માહિતી = વધુ મુસાફરો. અને વધુ મુસાફરો એટલે જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની વધુ શક્યતા.
કંપની બનાવવી એ સાધન છે, હેતુ નહીં
વાપી માટે જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા કંપની કે સંસ્થાકીય માળખું ઊભું થાય તો તેનો મૂળ હેતુ સેવામાં સુધારો અને મુસાફરોને વધુ સારી સુવિધા હોવો જોઈએ.
માત્ર કંપની બનાવીને વ્યવસ્થાને ખોટમાં દર્શાવવી અને ત્યારબાદ કેપિટલ શેર કે અન્ય નાણાકીય માળખાના નામે ખાનગી લાભની સંભાવના ઊભી થાય,
એવી સ્થિતિ ટાળવા માટે શરૂઆતથી જ પારદર્શક નાણાકીય વ્યવસ્થા અને જાહેર હિતને કેન્દ્રમાં રાખવું જરૂરી છે. અહીં મુદ્દો કંપની બનાવવાનો વિરોધ કે સમર્થન કરવાનો નથી.
મુદ્દો એટલો છે કે જાહેર પરિવહન માટેનું માળખું જે પણ બને, તેમાં જાહેર નાણાંનો ઉપયોગ અને જાહેર હિત બંને સ્પષ્ટ રહેવા જોઈએ.






