--Advertisement here--

દૂધ, પનીર, ઘી અને પાણીપુરીનું પાણી નીચી ગુણવત્તાનું નીકળ્યું, વલસાડ-ડાંગની 13 પેઢીઓ સામે કેસ

On: July 29, 2026 7:03 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તમામ 13 પેઢીઓને નોટિસ ફટકારી; નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી શરૂ

માહિતી બ્યુરો, વલસાડ | તા. 29 જુલાઈ

વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food & Drugs Department) દ્વારા વલસાડ અને ડાંગ જિલ્લામાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટો, ખાણી-પીણીની દુકાનો તેમજ ડેરીઓમાં તપાસ હાથ ધરી વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. લેબોરેટરી પરીક્ષણ દરમિયાન કુલ 13 નમૂનાઓ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો કરતાં નીચા (Sub-standard) હોવાનું સામે આવતાં સંબંધિત તમામ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ઉપરાંત, તેઓ સામે નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં એડજ્યુડિકેટિંગ કેસ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડિઝિગ્નેટેડ ઓફિસર આશિષ આર. વળવીએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન વલસાડ જિલ્લામાંથી લેવામાં આવેલા નીચેના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણમાં સબ-સ્ટાન્ડર્ડ હોવાનું પુરવાર થયું છે.

  1. ગુંદલાવ GIDC (વલસાડ) સ્થિત હોટલ ફલાહમાંથી લૂઝ પનીર
  2. પારડીના કોલક ગામ, ઝંડા ચોક સ્થિત મહાદેવ આઈસ્ક્રીમમાંથી લૂઝ પનીર
  3. પારડીના કલસર સ્થિત મહાવીર સ્વીટ એન્ડ ડેરીમાંથી લૂઝ પનીર
  4. પારડીની ન્યૂ શ્રીનાથ ડેરીમાંથી લૂઝ પનીર
  5. પારડીના રેંટલાવ સ્થિત શિવ આરતી ડેરીમાંથી ભેંસનું લૂઝ દૂધ
  6. ઉદવાડા રેલવે સ્ટેશન સ્થિત સાંઈ ફાસ્ટ ફૂડમાંથી પાણીપુરી માટે વપરાતું સ્પાઈસી વોટર (Prepared Food – Loose)
  7. ઉમરગામના ફણસા બજાર ફળિયા સ્થિત કૃષ્ણા દૂધ ડેરીમાંથી ભેંસનું લૂઝ દૂધ
  8. વાપીના ગુંજન સ્થિત ગૌતમ કિરાણા સ્ટોર (શ્રીજી ડેરી)માંથી ગાયનું લૂઝ દૂધ
  9. વાપી-દમણ રોડ સ્થિત ગજાનંદ રેસ્ટોરન્ટમાંથી લૂઝ પનીર
  10. વાપીની ન્યૂ સાવરિયા ડેરીમાંથી ગાયનું લૂઝ દૂધ
  11. વાપીના ચલા સ્થિત રાજકમલ ડેરીમાંથી ગાયનું લૂઝ દૂધ

આ ઉપરાંત ડાંગ જિલ્લામાંથી પણ બે નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે.

સાપુતારા સ્થિત ન્યૂ શોપિંગ સેન્ટરની એ-વન ફાસ્ટ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટમાંથી રાજહંસ કંપનીનું 1 કિલો લો-ફેટ પનીર (પેકેટ)

સાપુતારા સ્થિત ખોડિયાર કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાંથી મિલ્કી મોર કંપનીનું લો-ફેટ પનીર (પેકેટ)

લેબોરેટરી પરીક્ષણમાં ઉપરોક્ત તમામ 13 નમૂનાઓ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો કરતાં નીચા હોવાનું પુરવાર થતાં સંબંધિત પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે. તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં એડજ્યુડિકેટિંગ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તંત્રે જણાવ્યું છે.

error: Content is protected !!