--Advertisement here--

વાપીમાં જમીયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો; ૧૦૫ વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત

On: June 14, 2026 7:55 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી: શિક્ષણ એ સમાજ અને દેશની પ્રગતિનો સાચો પાયો છે, તેવા ઉમદા હેતુ સાથે જમીયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ (A-998) દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ તેમજ ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોર્ડની પરીક્ષામાં ૬૫% થી વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ધાર્મિક અને દુનિયાદારી એમ બંને શિક્ષણમાં આગવું સ્થાન મેળવનાર બાળકોની હોંસલા અફઝાઈ (પ્રોત્સાહન) કરવામાં આવી હતી.

કુલ ૧૦૫ વિદ્યાર્થીઓનું સન્માન અને એકતાનો સંદેશ

કાર્યક્રમના આયોજકોના જણાવ્યા અનુસાર, આ વર્ષે કુલ ૧૦૫ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ટ્રોફી, ઇનામ, સ્કૂલ બેગ્સ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. જેમાં ખાસ કરીને:

  • ૦૯ હાફિઝ-એ-કુરાન
  • ૦૨ આલિમ
  • ૫૦ વિદ્યાર્થીનીઓ (દીકરીઓ) * ૪૭ વિદ્યાર્થીઓ (દીકરાઓ) નો સમાવેશ થાય છે.

​ટ્રસ્ટના સભ્યોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જમીયતનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં એકતા, ભાઈચારો અને સદભાવના જાળવી રાખવાનો છે. આ મિશનના ભાગરૂપે આ સન્માન સમારોહમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય સમાજના (બિરાદરાને વતન) ૩ તેજસ્વી બાળકોને પણ આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

દીન અને દુનિયા બંનેના શિક્ષણ પર ભાર

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ધર્મગુરુઓ અને વક્તાઓએ જણાવ્યું હતું કે, બાળકો દીન (ધર્મ) અને દુનિયા (આધુનિક શિક્ષણ) બંને ક્ષેત્રે આગળ વધે તે જરૂરી છે. જ્યારે દીકરીઓ અને દીકરાઓ શિક્ષિત બનશે ત્યારે જ દેશ ઉન્નતિના શિખરો સર કરશે. વક્તાઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે, ધોરણ ૧૦ અને ૧૨ પછી પણ તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશના સાચા સિપાહી અને માર્ગદર્શક બને અને સૂર્ય-ચંદ્રની જેમ પોતાના જ્ઞાનનો પ્રકાશ ચારેય તરફ ફેલાવે.

​આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, સ્થાનિક અગ્રણીઓ અને જમીયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યમાં આનાથી પણ મોટા પાયે શૈક્ષણિક કાર્યક્રમો યોજવાની નેમ વ્યક્ત કરી હતી.

error: Content is protected !!