--Advertisement here--

વિદુર નીતિ: ભાગ :-3, વિશ્વાસ કોનો કરવો? સંબંધો અને મિત્રતાની સાચી પરખ ક્યારે થાય

On: June 15, 2026 7:48 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજના સમયમાં એ ઓળખવું સૌથી અઘરું છે કે કોણ આપણા સાચા હિતેચ્છુ છે અને કોણ આપણી સાથે માત્ર સ્વાર્થ માટે જોડાયેલાં છે. મહાત્મા વિદુરે મહાભારત કાળમાં ધૃતરાષ્ટ્રને સંબંધો અને વિશ્વાસનું એવું જ્ઞાન આપ્યું હતું, જે આજે પણ વર્તમાનમાં આપણને દગો ખાતા બચાવી શકે છે.

વિદુર નીતિ સિરીઝના ભાગ-2 ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજે ત્રીજા ભાગમાં આપણે જાણીશું કે મહાત્મા વિદુરના મતે કેવા લોકો પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ અને સાચા મિત્રો કે સંબંધીઓની પરખ મુશ્કેલ સમયમાં કઈ રીતે થાય છે.

વિદુરજી કહે છે કે જો તમે સુખી અને સુરક્ષિત રહેવા માંગો છો, તો આ 4 પ્રકારના લોકોથી હંમેશા સાવધાન રહો….

  • 1. ચંચળ મનવાળી વ્યક્તિ (Unstable Minded): જે વ્યક્તિનું મન સ્થિર નથી, જે ક્યારેક મિત્ર અને ક્યારેક દુશ્મન બની જાય છે, તેના પર ક્યારેય ભરોસો ન કરવો. તે ગમે ત્યારે તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.
  • 2. સ્વાર્થી અને લોભી લોકો (Greedy People): જે વ્યક્તિઓ માત્ર પોતાના ફાયદા માટે જ તમારી પ્રશંસા વાહવાહી કરે છે, તે તેનો સ્વાર્થ પૂરો થતાં જ તમને છોડીને જતા રહેશે અથવા તો તક મળતા તમારી પીઠ પાછળ ઘા કરશે.
  • 3. આળસુ અને બહાનાબાજ (Lazy/Irresponsible): જે વ્યક્તિ જવાબદારીઓથી ભાગતો હોય છે અને આળસમાં જીવવન જીવે છે, તે સંકટના આવ્યે ક્યારેય તમારી પડખે ઊભી રહેશે નહીં.
  • 4. દુષ્ટ કે કપટી (Deceitful Friends): જે લોકો કે તમારા દોસ્ત/સ્નેહીઓ મુખમાં રામ અને બગલમાં છુરી રાખે છે, મતલબ કે તમારી સામે મીઠું બોલે છે પણ મનમાં ઈર્ષ્યા રાખે છે, તેમનાથી હંમેશા અંતર જાળવવું જ શ્રેષ્ઠ છે. હાય હેલો જેવા સબંધો રાખો.

વિદુરે સાચા માણસને ઓળખવા માટે ખૂબ જ સુંદર વાત કહી છે. તેમના મતે સામાન્ય સુખના દિવસોમાં તો બધા સારા જ દેખાય છે, પણ અસલી પરખ ત્યારે થાય છે……

  1. જ્યારે તમારી પાસે પૈસા ન હોય, પૈસાની સખ્ત જરૂર હોય ત્યારે જે વ્યક્તિ તમારાથી મોઢું ફેરવી લેવાને બદલે તમારી સાથે ઉભી રહે છે તે જ સાચા મિત્રો કે સંબંધીઓ છે.
  2. યાદ રાખો કે જ્યારે કોઈ મોટું સંકટ આવે, બીમારી, કોર્ટ-કચેરીની બાબતો કે કોઈ અણધારી આફત આવે તે સમયે જે વ્યક્તિ પોતાનો સ્વાર્થ જોયા વગર તમારી મદદ માટે દોડી આવે છે.
  3. તમે સફળ હોવ ત્યારે સન્માન આપનારા ઘણા મળશે, પણ જ્યારે તમે નિષ્ફળ જાઓ ત્યારે પણ જે વ્યક્તિ તમને એ જ માનસન્માન આપે, તે જ સાચો સ્નેહી છે.

મહાત્મા વિદુર કહે છે કે, વિશ્વાસ એ જીવનનો પાયો છે, પણ અપાત્ર વ્યક્તિઓ પર મૂકેલો વિશ્વાસ હંમેશા વિનાશનું કારણ બને છે. તેથી જ કોઈને પણ તમારા જીવનના રહસ્યો કહેતા પહેલા કે તેમના પર આંધળો ભરોસો કરતા પહેલા આ નીતિ જરૂર યાદ રાખજો.

તો મિત્રો, તમને વિદુરજીની આ વાત કેવી લાગી? શું તમે ક્યારેય કોઈના પર આંધળો વિશ્વાસ કરીને છેતરાયા છો? કમેન્ટમાં તમારા અનુભવ જરૂર જરૂર શેર કરજો!

અને હાં, હવે આગળ ભાગ – 4 માં આપણે જાણીશું: સુખી જીવનના રહસ્યો (માનસિક શાંતિ અને ધનનું સાચું સંચાલન કેવી રીતે કરવું?).

જય શ્રી કૃષ્ણ!

error: Content is protected !!