--Advertisement here--

વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા અને માહિતી કચેરી દ્વારા યોગના પ્રચાર પ્રસાર માટે જાગૃતિ અભિયાન

On: June 17, 2026 11:48 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજે જાણો પાચન ક્રિયા માટે ઉપયોગી યોગાસનો

આગામી તા. 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી થનાર છે, જે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને યોગ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ દ્વારા પણ તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોગ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે ઝુંબેશ શરૂ કરાઈ છે. વિશ્વ યોગા દિવસની આ વર્ષની થીમ છે ‘‘Yoga for Healthy Ageing’’. અનેક લોકોને પાચન ક્રિયામાં તકલીફ હોય છે જેને દૂર કરવા માટે કેટલાક આસનો અક્સીર ઈલાજ તરીકે પૂરવાર થઈ શકે છે તો આજે જાણીશું પાચન ક્રિયા માટે ઉપયોગી યોગાસનો.

યોગાસનમાં પાચન ક્રિયા માટેના ઉપયોગી આસનો અંગે વલસાડ જિલ્લા આયુર્વેદ શાખાના પારડી સ્થિત સરકારી દવાખાનાના મેડિકલ ઓફિસરશ્રી ડો. હેમિલ ડી. પટેલ (એમ.ડી.) જણાવે છે કે, યોગ શારીરીક અને માનસિક એમ બંને રીતે ફાયદાકારક છે. તમામ બીમારીઓથી બચાવ અને ઉપચાર માટે યોગ અસરકારક છે. શરીરને લચીલું બનાવવા, મસલ્સને મજબૂત કરવા અને પિત્તને ઘટાડવા માટે નિયમિત યોગાસન કરવાની સલાહ આપવામાં આવે છે. જો પાચનતંત્ર નબળું હોય તો પેટ સંબંધિત સમસ્યાઓ દરરોજ થવા લાગે છે. આવી સ્થિતિમાં કુદરતી રીતે પાચનશક્તિને મજબૂત કરવા માટે યોગ કરી શકાય છે.

યોગના ઘણાં આસનો છે જેની સીધી અસર પેટ પર થાય છે, જે ન માત્ર પાચનમાં સુધારો કરે છે પરંતુ ગેસ,પેટનું ફૂલવું, એસિડિટી અને કબજીયાત જેવી સામાન્ય પેટ સંબંધિત સમસ્યાઓથી પણ રાહત થાય છે.

વજ્રાસન:- ભોજન બાદ વજ્રાસનનો અભ્યાસ કરી શકો છો. આ પાચન માટે સૌથી ફાયદાકારક આસન છે. આ આસનના અભ્યાસથી ઉપરના શરીર અને પેટને સ્ટ્રેચ કરવામાં મદદ મળે છે. આ આસનને ભોજન બાદ કરવું વધારે ફાયદાકારક માનવામાં આવે છે. આ આસનમાં બંને ઘૂટણ વાળીને બેસી જાઓ અને તમારા બંને પગનાં અંગુઠા પાછળની તરફ એકબીજાને અડેલા રાખો. ધીમે ધીમે પાછળની તરફ બેસીને એડીઓ પર નિતંબ ટેકવો. બંને હાથને ઘૂંટણ પર હથેળી નીચે રહે તે મુજબ સીધા રાખો. અને તમારી પીઠ, ગરદન અને કરોડરજ્જુ એક્દમ સીધી રાખો.

ગોમુખાસન: ગોમુખાસન કરોડરજ્જુ અને પેટનાં મસલ્સને સ્ટ્રેચ કરવામાં મદદ કરે છે. તેનાથી પાચનમાં મદદ મળે છે અને ભોજન બાદ આ આસનનાં અભ્યાસથી પેટની સારવાર થાય છે. પાચનક્રિયાને સરળ બનાવવા માટે નિયમિત આ યોગનો અભ્યાસ કરી શકાય છે. આ આસનમાં જમીન પર પગ સીધા કરીને બેસો પછી જમણા પગને વાળીને ડાબા નિતંબની નીચે રાખો. ત્યારબાદ ડાબા પગને જમણા પગની ઉપર એવી રીતે ગોઠવો કે બંને ઘૂંટણ એકબીજાની ઉપર રહે. ત્યારબાદ ડાબા હાથને પીઠ પાછળ લઈ જાઓ અને જમણા હાથને ઉપરથી પીઠ પાછળ લઈ જઈને બંને હાથની આંગળીઓને એકબીજા સાથે પકડી લો.

ધનુરાસન:- ધનુરાસન પાચન અંગોના કાર્યને વધારવમાં મદદ કરે છે. આ આસનનાં અભ્યાસથી પાચન સારૂ રહે છે સાથે જ સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. આ આસન માટે પેટ પર સૂઈ જાઓ. પછી તમારા બંને પગને ઘૂંટણ પર વાળો અને તેમને તમારા માથા પાસે ઉંચા કરો અને તમારા બંને હાથ પાછળ લઈ જાઓ અને તમારા પગનાં તળિયાને પકડી રાખો. આ આસનમાં પેટનો એક ભાગ જમીનને સ્પર્શતો રહેશે અને બાકીનું શરીર ઊભુ થયેલું દેખાશે. અને શરીર ધનુષ જેવુ દેખાશે.

અર્ધપવનમુક્તાસન:- અર્ધપવનમુક્તાસન કરવું ખુબ જ સરળ છે જે પેટમાંથી ગેસ દૂર કરે છે. આ આસનમાં પીઠ પર સૂઈ જાવો. પછી તમારા એક પગને નીચે આડો રાખો અને બીજા પગને ઘૂટણ પર વાળીને હવામાં ઊંચો કરો અને તેને તમારા હાથથી પકડીને તમારી તરફ ખેંચો. આ રીતે ૧ થી ૨ મીનિટ સુધી પકડી રાખ્યા બાદ છોડી દો. બીજા પગ સાથે પણ આ યોગનું પુનરાવર્તન કરો.

ઉત્તાનાસન:- આ આસન પાચનક્રિયા સુધારવા માટે કરવામાં આવે છે. આ આસનથી માંસપેશીઓ મજબૂત બને છે. સૌપ્રથમ, સીધા ઉભા થઈને હાથ કમર પર મૂકવામાં આવે છે. આ પછી, આગળ નમવું અને તમારા હાથને તમારા પગનાં અંગુઠા સુધી લઈ જાઓ. શરીરને બને તેટલું વાળવું, શરૂઆતમાં વધારે ન ખેંચો. ઊંડા શ્વાસ લો, પછી સામાન્ય સ્થિતિમાં આવો.

શવાસન: પેટની સમસ્યાનું મુખ્ય કારણ તણાવ હોઈ શકે છે. આવી સ્થિતિમાં શવાસન કરવાથી પેટને ફાયદો થાય છે. આ આસન કરવા પીઠ પર સુઈ જાવો. આંખો બંધ, બંને પગને અલગ-અલગ ફેલાવો, હાથને પણ શરીરની બંને બાજુ ફેલાવો, હથેળીઓ ખુલ્લી રાખો અને ધીમે ધીમે શ્વાસ લેતા રહો. આ આસન ૧૦-૧૨ મિનિટ સુધી કરો. આ પછી ધીમે ધીમે બેસો અને તમારી આંખો ખોલો.

error: Content is protected !!