--Advertisement here--

ટુકવાડા ગામે વાઘ નદી મેજર બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાયો

On: June 17, 2026 10:08 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લા કાર્યપાલક ઇજનેરશ્રી પંચાયત (માXમ) વિભાગ દ્વારા સુલિયા જોઈનીંગ ટીટુમાળ દિધી રોડ પર ચે.4/8 થી 5/ 0માં વાઘ નદી પર આવેલા મેજર બ્રીજમાં નુકશાની જણાતા આ બ્રિજ રીપેરીંગની કામગીરી માટે તેમજ કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી બ્રીજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરી ડાયવર્ઝન આપવા દરખાસ્ત કરવામાં આવી હતી, જે અંગે ધરમપુરના સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી મારફત સબંધિત કચેરીઓનો સ્થળ તપાસ અહેવાલ મેળવતાં તેઓએ ઉક્ત બ્રીજ બંધ કરી ડાયવર્ઝન આપવા હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો.

ઉપરોક્ત હકિકત ધ્યાને લઈ ઉપરોક્ત બ્રીજ જુનાં હોય, કોઈ દુર્ઘટના ન સર્જાય તથા આમ જનતાના જાન-માલને કોઈ નુકશાન ન થાય અને ટ્રાફિક નિયમન તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તકેદારીના ભાગરૂપે વાઘ નદી પર આવેલા બ્રીજ ઉપર વાહન-વ્યવહાર બંધ કરી ડાયવર્ઝન આપવા અંગે ગુજરાત પોલીસ અધિનિયમ 33(1)(બી) હેઠળ મળેલી સત્તાની રૂએ શ્રી મહિપાલસિંહ ચુડાસમા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, વલસાડ દ્વારા તા. 15/10/2026 સુધીના સમયગાળા માટે આ માર્ગ (બ્રીજ)નો વાહન-વ્યવહાર બંધ કરી તેના પરથી પસાર થતા ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન રૂટ) જાહેર કરાયો છે.

ટુકવાડા ગામે વાઘ નદી પર આવેલા મેજર બ્રીજને પ્રતિબંધિત જાહેર કરી આ માર્ગ પરના તમામ વાહનો હવે વાઘ નદીના બ્રીજથી ટુકવાડા-ઉમરપાડા-ઘાડવી-બીલધરી-ગુનસા-વાડી-ધાણવેરી-અસલકાટી બ્રીજના રસ્તે આવન-જાવન કરી શકશે.

આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ – 1951ની કલમ – 131 તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ મુજબ શિક્ષાને પાત્ર થશે અને આ હુકમનો ભંગ થયેથી વલસાડ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને ફરિયાદ માંડવા આથી અધિકૃત કરવામાં આવે છે.

error: Content is protected !!