--Advertisement here--

શ્રીમદ્દભગવદગીતા અધ્યાય 7: જ્ઞાનવિજ્ઞાન યોગ – “ભગવાન ક્યાં છે? જાણો કૃષ્ણએ આપેલા 4 સચોટ ઉદાહરણો.”

On: May 26, 2026 4:29 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

છઠ્ઠા અધ્યાયમાં મનને શાંત કરવાની રીત સમજ્યા પછી, હવે કૃષ્ણ અર્જુનને એ જણાવે છે કે જે ‘જ્ઞાન’ તે મેળવવા માંગે છે તેનું સ્વરૂપ શું છે. કૃષ્ણ કહે છે કે હજારો માણસોમાંથી કોઈ એક જ મને મેળવવાનો પ્રયત્ન કરે છે, અને તે પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈ એક જ મને સાચે જ ઓળખી શકે છે.મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે ।

યતતામપિ સિદ્ધાનાં કશ્ચિન્માં વેત્તિ તત્ત્વતઃ ॥ (શ્લોક 3)

શ્રીકૃષ્ણ સમજાવે છે કે આ સૃષ્ટિ બે પ્રકારની પ્રકૃતિથી બનેલી છે:

  •  1. અપરા પ્રકૃતિ (જડ): પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. (આ ભૌતિક જગત છે).
  •  2. પરા પ્રકૃતિ (ચેતન): તે શક્તિ જે આખા જગતને ચલાવે છે અને જીવંત રાખે છે.

ટૂંકમાં, આખી દુનિયા જાણે એક માળાના મણકા જેવી છે અને ભગવાન તે મણકાઓને જોડી રાખનાર ‘દોરો’ છે.ભગવાન અર્જુનને બહુ સુંદર ઉદાહરણો આપે છે:

ભૂમિરાપોઽનલો વાયુઃ ખં મનો બુદ્ધિરેવ ચ ।

અહંકાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા ॥ (શ્લોક 4)

​અપરેયમિતસ્ત્વન્યા પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્ ।

જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત્ ॥ (શ્લોક 5)

“હું પાણીમાંનો રસ છું.”

“હું સૂર્ય અને ચંદ્રમાંનો પ્રકાશ છું.”

“હું આકાશમાંનો શબ્દ છું અને મનુષ્યોમાં સાહસ છું.”

“હું પૃથ્વીની પવિત્ર સુગંધ છું.”

મતલબ કે, કંઈપણ શ્રેષ્ઠ કે સુંદર જુઓ, તો સમજી લેવું કે ત્યાં ભગવાનની હાજરી છે.

રસોઽહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ ।

પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ ॥ (શ્લોક 8)

​પુણ્યો ગંધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ ।

જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ ॥ (શ્લોક 9)

ભગવાનને ભજનારા ચાર પ્રકારના લોકો

કૃષ્ણ કહે છે કે ચાર પ્રકારના લોકો મને ભજે છે:

1. આર્ત: જે મુસીબતમાં હોય ત્યારે ભગવાનને યાદ કરે છે.

 2. અર્થાર્થી: જે ધન કે સુખ-સુવિધા મેળવવા ભગવાન પાસે જાય છે.

 3. જિજ્ઞાસુ: જેને ઈશ્વર વિશે જાણવાની ઈચ્છા છે.

 4. જ્ઞાની: જે બધું જ જાણી ચૂક્યો છે અને માત્ર પ્રેમથી મને ભજે છે. (આ ચોથો પ્રકાર ભગવાનને સૌથી પ્રિય છે).

ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન ।

આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥ (શ્લોક 16)

અર્થ: હે ભરતશ્રેષ્ઠ અર્જુન! સદાચારી એવા ચાર પ્રકારના ભક્તો મને ભજે છે: આર્ત (દુઃખી), જિજ્ઞાસુ (જાણવાની ઈચ્છાવાળો), અર્થાર્થી (ધનની કામનાવાળો) અને જ્ઞાની (તત્વને જાણનારો).

ઈશ્વરની માયા અને તેનાથી મુક્તિ

દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।

મામેવ યે પ્રપદ્યન્તે માયામૅતાં તરન્તિ તે ॥ (શ્લોક 14)

અર્થ: કેમકે આ મારી અલૌકિક અને ત્રિગુણમયી (સત્વ, રજસ, તમસ) માયાને પાર કરવી ખૂબ અઘરી છે; પરંતુ જેઓ માત્ર મારે જ શરણે આવે છે, તેઓ આ માયાને પાર કરી જાય છે.

કૃષ્ણ કહે છે કે મારી ‘માયા’ (ત્રણ ગુણો: સત્વ, રજસ અને તમસ) ને પાર કરવી બહુ અઘરી છે. જે લોકો મને શરણે આવે છે, તેઓ જ આ માયાની જાળમાંથી બહાર નીકળી શકે છે.

ખાસ નોંધ: – “તમે ભગવાનને કયા સ્વરૂપમાં વધુ અનુભવો છો? પ્રકૃતિમાં, સેવામાં કે ધ્યાનમાં?” કૉમેન્ટમાં લખો

error: Content is protected !!