--Advertisement here--

દમણ એરપોર્ટ ₹ 97 કરોડનો ખર્ચ, PM મોદીનું ઉદ્ઘાટન… પણ શું ખરેખર સામાન્ય જનતાને મળશે કનેક્ટિવિટી?

On: June 3, 2026 9:36 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દમણ: હાલમાં સોશિયલ મીડિયા પર દમણના નવા સિવિલ એરપોર્ટ ટર્મિનલને લઈને પ્રશાસન અને નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આગામી 5 જૂન, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એવો માહોલ ઊભો કરાયો છે જાણે દમણથી હવે આખી દુનિયા જોડાઈ જશે! પરંતુ, આ વાહવાહી પાછળની ગ્રાઉન્ડ રિયાલિટી, કનેક્ટિવિટી અને તેના નેગેટિવ પોઇન્ટ્સ વિશે કોઈ વાત કરવા તૈયાર નથી. આવો જાણીએ આ એરપોર્ટના એવા તથ્યો જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે.

પ્રશાસનના દાવા મુજબ, દેવકા રોડ પર મરવડ વિસ્તારમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના એરસ્ટ્રિપની બાજુમાં જ નવું સિવિલ ટર્મિનલ ઊભું કરવામાં આવ્યું છે.

  • કુલ ખર્ચ: આશરે ₹97 કરોડ રૂપિયા.
  • ટર્મિનલ એરિયા:  5,460 સ્ક્વેર મીટર.
  • સુવિધાઓ: 12 ચેક-ઈન કાઉન્ટર (ભવિષ્યમાં 16 સુધી લંબાવી શકાય), 16 મહેમાનો માટે VIP લોન્જ અને બહાર 57 ગાડીઓ પાર્ક થઈ શકે તેવી પાર્કિંગ વ્યવસ્થા.

 

અસલી ફેક્ટ ચેક: જે કોઈ સોશિયલ મીડિયા કે અખબાર નથી બતાવતું!

1. કેવા પ્લેન ઉતરશે? (મોટું કન્ફ્યુઝન):

સરકારી કાગળો પર એવો દાવો કરાયો છે કે એરપોર્ટના એપ્રોન (પાર્કિંગ) પર બે Airbus A320 સાઈઝના મોટા પ્લેન પાર્ક થઈ શકશે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે રનવેની લંબાઈ માત્ર 5,909 ફીટ (આશરે 1.8 કિમી) છે, જે સામાન્ય રીતે ડિફેન્સ અને નાના પ્લેન માટે અનુકૂળ છે. શરૂઆતમાં અહીં મોટા કોમર્શિયલ પ્લેન નિયમિત ઉતારવા મુશ્કેલ બનશે.

2. કનેક્ટિવિટીના નામે માત્ર ‘આશ્વાસન‘:

સોશિયલ મીડિયા પર એવી હવા ઊભી કરાઈ છે કે મુંબઈ-દિલ્હી-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ થઈ જશે. પરંતુ સત્ય એ છે કે પ્રથમ તબક્કામાં માત્ર કેન્દ્ર સરકારની ‘ઉડાન’ (UDAN – Regional Connectivity) યોજના હેઠળ નાના પ્લેન ઓપરેટ કરવામાં આવશે. શરૂઆતમાં માત્ર એલાયન્સ એર (Alliance Air) દ્વારા દિલ્હીની ફ્લાઈટ શરૂ થવાની સંભાવના છે. મુંબઈ અને અમદાવાદ ક્યારે જોડાશે તેની કોઈ ચોક્કસ ટાઈમલાઈન નથી, માત્ર ‘આગામી તબક્કામાં’ એવું કહીને વાત ટાળવામાં આવી છે.

3. ફ્લાઈટના ટિકિટના દરો સામાન્ય જનતાના બજેટ બહાર?

નાના શહેરો વચ્ચે ચાલતી રીજનલ ફ્લાઈટ્સની ટિકિટ સામાન્ય રીતે ઘણી મોંઘી હોય છે. દમણથી વલસાડ કે વાપી (જે માત્ર 12 કિમી દૂર છે) ના ઉદ્યોગપતિઓને કદાચ આ પરવડે, પરંતુ સામાન્ય જનતા જે મુંબઈ-અમદાવાદ જવા માટે ટ્રેન કે હાઈવેનો ઉપયોગ કરે છે, તેમના માટે આ એરપોર્ટ કેટલું ઉપયોગી સાબિત થશે તે મોટો પ્રશ્ન છે.

4. કોસ્ટ ગાર્ડ પર નિર્ભરતા (ડિફેન્સ એરપોર્ટ):

આ કોઈ નવું સ્વતંત્ર એરપોર્ટ નથી. આ એરપોર્ટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) મિલિટરી બેઝની એરસ્ટ્રિપનો ઉપયોગ કરે છે. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને રનવેની મુખ્ય જવાબદારી કોસ્ટ ગાર્ડ પાસે જ રહેશે. ડિફેન્સ ઓપરેશન્સ કે ઈમરજન્સી વખતે સિવિલિયન (નાગરિક) ફ્લાઈટ્સના શિડ્યુલ ખોરવાઈ જવાની પૂરેપૂરી શક્યતા રહે છે.

નવું ટર્મિનલ બનવું એ પ્રગતિની નિશાની છે, પરંતુ માત્ર રિયલ એસ્ટેટના ભાવો વધારવા (દેવકા અને જામપોર બીચ નજીક જમીનોના સોદા માટે) અને નેતાઓની વાહવાહી માટે કરોડો રૂપિયા ખર્ચીને ઉતાવળે ઉદ્ઘાટન કરી દેવું અને જનતાને મોટા-મોટા સપના બતાવવા તે ક્યાં સુધી યોગ્ય છે? પ્રશાસને માત્ર બિલ્ડિંગ બતાવવાના બદલે ફ્લાઈટનું પાકું શિડ્યુલ અને સામાન્ય માણસ મુસાફરી કરી શકે તેવા ભાડાની સ્પષ્ટતા કરવી જોઈએ.

error: Content is protected !!