--Advertisement here--

વલસાડમાં મેઘતાંડવ: 12 કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળા-કોલેજો બંધ, 41 રસ્તા બંધ, મકાન ધરાશાયી થતા એકનું મોત

On: July 3, 2026 7:45 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ તાલુકામાં માત્ર ચાર કલાકમાં 7 ઇંચ વરસાદ; રેડ એલર્ટ વચ્ચે NDRF તૈનાત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા અતિ ભારે વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 6 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરના આદેશથી વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

જિલ્લામાં શુક્રવારે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં વલસાડ તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સવારે 6 થી 10 વાગ્યા વચ્ચેના માત્ર ચાર કલાકમાં જ વલસાડ તાલુકામાં 7 ઇંચ વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. NDRFની ટીમે વિવિધ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરિયાત મુજબ બચાવ કામગીરી માટે તૈયાર રાખવામાં આવી છે.

ભારે વરસાદને કારણે નદી-નાળા અને કોઝવે પર પાણી ફરી વળતાં જિલ્લાના કુલ 41 જિલ્લા પંચાયત માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં વલસાડ તાલુકાના 22, પારડીના 18 અને ઉમરગામનો 1 માર્ગ સામેલ છે. ઉપરાંત ઓવરટોપિંગના કારણે ત્રણ સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવ્યા છે. તમામ જોખમી સ્થળોએ બેરિકેડિંગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને ડાયવર્ઝન માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

આ દરમિયાન ધરમપુર તાલુકાના ધામણી ગામના ચારીપાડા ફળિયામાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થતા ધાકલભાઈ ધવળુભાઈ કેસરે કાટમાળ નીચે દબાઈ જતાં તેમનું દુઃખદ મોત થયું હતું. બીજી તરફ ઉમરગામ તાલુકાના પળગામમાં ઘાસ ચરવા ગયેલી એક ભેંસનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લા વહીવટીતંત્રે આગામી 24 કલાક દરમિયાન પણ ભારે વરસાદની આગાહી વચ્ચે નદી, કોઝવે અને પાણી ભરાયેલા રસ્તાઓ નજીક ન જવા તેમજ જરૂરી હોય ત્યારે જ ઘર બહાર નીકળવા લોકોને અપીલ કરી છે.

વલસાડ જિલ્લામાં તાલુકાવાર વરસેલા વરસાદની વિગતો જોઈએ તો શુક્રવારના સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદની વિગતો નીચે મુજબ છે.

Also read

वापी में NCB की पहल: प्रीकर्सर केमिकल्स के दुरुपयोग पर रोक के लिए उद्योग जगत से साझेदारी की अपील

ભારે વરસાદે પારડીના હરિયાવાડમાં સર્જી જળબંબાકાર સ્થિતિ: પ્રિમોનસૂન કામગીરીના દાવા ખુલ્લા પડ્યા, સ્થાનિકોએ જાતે જ કર્યો પાણીના નિકાલનો પ્રયાસ

જામનગરના સમાણા ખાતેનું ભારતીય વાયુસેનાનું રડાર સ્ટેશન: દેશના આકાશ પર ચોવીસે કલાક નજર રાખતું અદૃશ્ય કવચ

જામનગર-સમાણા-જામજોધપુર રોડ (SH 229) ની બદહાલી પાછળ જવાબદાર કોણ?

પ્રકૃતિનો અજોડ એન્જિનિયર ‘સુઘરી’: જ્યાં પ્રેમ જીતવા માટે નર પક્ષીને આપવી પડે છે સ્થાપત્ય કળાની પરીક્ષા!

ચાણક્ય નીતિ 12: નસીબના ભરોસે બેસી રહેનારા લોકો હંમેશાં પસ્તાય છે, આ નાની વાત સમજી લો

error: Content is protected !!