
ઘણીવાર બધી જ લાયકાત અને ટેલેન્ટ હોવા છતાં માણસ સફળ નથી થઈ શકતો. આચાર્ય ચાણક્ય કહે છે કે માણસનો સૌથી મોટો શત્રુ બહાર નથી, પણ તેની અંદર જ છુપાયેલો છે. જો તમારી અંદર આ 3 ખરાબ આદતો હશે, તો ગમે તેટલો બુદ્ધિશાળી માણસ પણ એક દિવસ કંગાળ અને અસફળ થઈ જાય છે.
1. આળસ અને કામ ટાળવાની આદત
ચાણક્ય અનુસાર, ‘આજનું કામ કાલે કરીશ’ એ માનસિકતા જ વિનાશનું કારણ છે. સમય કોઈની રાહ નથી જોતો. જે ક્ષણ વહી ગઈ તે ક્યારેય પાછી નથી આવતી. આળસુ માણસનું ન તો વર્તમાન સારું હોય છે, ન ભવિષ્ય.
2. નશાની આદત કે વ્યસન:
જે વ્યક્તિ વ્યસનના રવાડે ચડી જાય છે, તેની વિચારવાની અને સાચો નિર્ણય લેવાની ક્ષમતા નષ્ટ થઈ જાય છે. નશો માત્ર પૈસાનો જ નહીં, બુદ્ધિ અને પરિવારનો પણ નાશ કરે છે.
3. અહંકાર (ઘમંડ):
જ્યારે માણસને એવું લાગે કે ‘હું જ સર્વશ્રેષ્ઠ છું અને મને બધું જ આવડે છે’, ત્યારે તેનો પતનનો સમય શરૂ થઈ જાય છે. અહંકાર નવી વસ્તુઓ શીખવાના દરવાજા બંધ કરી દે છે.








